ગરીબ પરિવારનો શું વાંક? અ’વાદમાં કારચાલકે એવી ટક્કર મારી કે બાળકોના મોત અને પતિ પત્ની દવાખાનામાં

છેલ્લા કેટલાક સમયની ઘટના જો તપાસમાં આવે તો અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. એવું લાગી રહ્યું છે કે જાણે કારચાલકોને હવે પોલીસનો ડર જ ન હોય તેમ તેઓ ટ્રાફિકના નિયમોનાં ધજાગરા ઉડાવી ફરાર થઇ જતા હો છે. ત્યારે અમદાવાદના એસ.જી હાઇવે પર સિંધુ ભવન રોડ પર એક કારચાલકે ગરીબ પરિવારનો માળો વિખેરી નાંખ્યો છે. અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર લક્ઝુરિયસ કારચાલક હાર્દિક રાજેન્દ્ર શાહે પેન્ડલ સાયકલમાં જતા પરિવારને અડફેટે લેતાં બે નાના બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે પતિ-પત્ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

image source

ઘટના વિશે મળતી વિગતે વાત કરીએ તો કારચાલકે ટક્કર મારતા પતિ-પત્ની નીચે પડી ગયા હતા. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાપ્ય માહિતી અનુસાર વસ્ત્રાપુરના સિંધુભવન રોડ પર ક્રેસન્ટ પાર્ટી પ્લોટ પાસે છાપરામાં કિરણ વાસફોડીયા તેમની પત્ની અને ત્રણ વર્ષ અને દોઢ વર્ષના બાળક સાથે રહે છે. સવારે પેન્ડલ સાયકલમાં પત્ની અને બાળકોને બેસાડી તેઓ સિંધુભવન રોડ પરથી પસાર થતા હતા.

image source

જ્યારે આ પરિવાર પસા થયો હતો એ જ વેળાએ કોઈએ સપનામાં પણ ન ધારી હોય એવી ઘટના બની હતી અને લક્ઝુરિયસ ક્રેટા કારના ચાલકે પેન્ડલ સાયકલચાલકને ટક્કર મારી. ટક્કર વાગતાં પતિ-પત્ની નીચે પટકાયા હતા અને માથામાં બાળકોને ઇજા થઇ હતી. જો કે અકસ્માત બાદ કારચાલક ઉભો રહી ગયો હતો અને આસપાસના લોકો ભેગા થઈ જતા કારમાં પતિ-પત્નીને ખાનગી હોસ્પિટલમાં અને બાળકોને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

image source

જ્યાં બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એમ ડિવિઝન ટ્રાફિક પીઆઇ બી.એસ રબારીએ જણાવ્યું હતું કે, અકસ્માત સર્જનાર કારચાલક કાલે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. ત્યારે હવે આગળની કાર્યવાહી પર બધાની નજર ટકેલી છે અને જોવાનું રહ્યું કે શું થાય છે.

image source

થોડા દિવસો પહેલાં આવી જ હિટ એન્ડ રનની ઘટના દ્વારકામાં પણ બની હતી, એમાં પણ દ્વારકામાં અઠવાડીયામાં બીજી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા જ ટ્રકની ઠોકરે રાહદારી યુવકનું મોત નિપજ્યું હતું.ત્યારે બીજી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દ્વારકા ઓખા હાઇવે રોડ પર કબીર આશ્રમ પાસે કારચાલકે બાઇકને ઠોકરે લેતા બાઇકમાં સવાર બાળકનું મોત નિપજ્યું હતું. સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થતા કારચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. દ્વારકા ઓખા હાઇવે રોડ પર પરથી પતિ-પત્નિ અને બાળકો સાથે બાઇકમાં પોતાના લાડવા ગામે જઇ રહ્યા હતા.

image source

આ દરમિયાન જ ઓખા હાઇવે પર કબીર આશ્રમ પર પહોંચતા અચાનક જ પાછળથી સ્વિફ્ટ કારચાલકે ઠોકર મારતા ધડાકાભેર બાઇક સાથે અથડાતા અકસ્માતમાં બાઇક પરથી દેવાણંદભા જશરાજભા (ઉ.વ.4) નામનો બાળક નીચે પછડાતા ગંભીર રીતે ઘવાયેલા બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અકસ્માત સ્થળે લોકોના ટોળા એકત્રિત થતા કારચાલક શખસ નાસી છુટ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત