તમારા ઘરની તિજોરીમાં આ ચીજોને સ્થાન આપશો, તો ક્યારેય નહીં રહે ધનની ખામી

વાસ્તુ શાસ્ત્ર મુજબ તિજોરીનું સ્થાન કુબેર દેવનું સ્થાન છે. માનવામાં આવે છે કે તિજોરીની સંપત્તિમાં દેવી લક્ષ્મીનો વાસ પણ હોય છે. તેથી, તમારા ઘરમાં તિજોરીનું સ્થાન શુભ દિશામાં હોવું જોઈએ. તેથી તિજોરીને લગતા કેટલાક વિશેષ પગલાં લેવાથી લોકોની સંપત્તિમાં વધારો થાય છે. જો તમે ઇચ્છો છો કે તમારી તિજોરીમાં સંપત્તિ વધે, સાથે જો ઘરમાં પૈસા અને અનાજના ભંડારો વધે. તો અહીં જણાવેલી ટિપ્સ અને ઉપાયો જરૂરથી અપનાવો.

image source

1. તિજોરી રાખતા સમયે દિશાનું ધ્યાન જરૂરથી રાખો. હંમેશાં તિજોરી અથવા પૈસાનો કબાટ પશ્ચિમ દિશામાં એવી રીતે રાખો કે તેનો દરવાજો પૂર્વ તરફ ખુલે. તિજોરીનો દરવાજો ક્યારેય દક્ષિણ દિશામાં ન ખુલવો જોઈએ.

2. જ્યાં તિજોરી રાખવામાં આવે છે ત્યાં સ્વચ્છતાની હંમેશા કાળજી લેવી. કારણ કે લક્ષ્મીજી ફક્ત શુદ્ધ સ્થળે જ નિવાસ કરે છે. વોલ્ટ અથવા તિજોરી જ્યાં તમે પૈસા રાખો છો તે ક્યારેય વોશરૂમની સામે ન હોવો જોઈએ. નહિંતર, પૈસા એકઠા કરવામાં સમસ્યા થાય છે.

image source

3. પૈસા રાખવા માટેની તિજોરીની જગ્યા, પર્સ અથવા સ્થળ ક્યારેય સંપૂર્ણ ખાલી ન થવું જોઈએ. તિજોરીમાં તમે એવી રીતે અરીસો મૂકી શકો છો, કે સંપત્તિનું પ્રતિબિંબ દેખાય. તેવી જ રીતે, તમે તમારા પર્સમાં એક નાનો અરીસો પણ રાખી શકો છો.

4. વાસ્તુ મુજબ કોઈપણ પ્રકારનું વજન અથવા સામગ્રી તિજોરી ઉપર ન રાખવું જોઈએ. આનાથી પૈસાની ખોટ થાય છે.

5. તિજોરીની આજુબાજુ કોઈપણ કરોળિયાના જાળા ન હોવા જોઈએ, જો જાળાઓ હોય, તો તરત જ તેને સાફ કરી લેવા જોઈએ.

image source

ઉપરાંત, ગંદા હાથથી ક્યારેય તિજોરીને સપર્શ ન કરવું જોઈએ.

આ ઉપાયો પણ ધ્યાનમાં લો.

1. ધન લાભ વધારવા માટે તિજોરીમાં એક પીપળાનું પાંદડું મુકો. હવે આ પાંદડા પર સિંદૂર વડે સ્વસ્તિકનું નિશાન બનાવો. તમારે આ પ્રક્રિયા સતત પાંચ શનિવાર સુધી કરવી પડશે. આ ઉપાયથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરપૂર રહેશે.

2. પૈસાની ઉણપ દૂર કરવા માટે ગુરુવારે પૈસા રાખવાની જગ્યાએ સાત હળદર ગાંઠ રાખો. તેને મૂકતા પહેલા હળદર બૃહસ્પતિ દેવની સામે રાખો. તે પછી તેને તિજોરીમાં રાખો. આ કરવાથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની ઉણપ રહેશે નહીં.

image source

3. ભગવાનના 3 સ્વરૂપોમાંથી એક, ભગવાન વિષ્ણુને દરેકના પાલનહાર માનવામાં આવે છે. વિષ્ણુએ બ્રહ્માના પુત્ર ભૃગુની પુત્રી લક્ષ્મીજી સાથે લગ્ન કર્યા. વિષ્ણુ એવા ભગવાન છે જે વ્યક્તિને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. વિષ્ણુ ભગવાનની ઉપાસના અને પ્રાર્થના કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. લક્ષ્મીજીના 18 પુત્રોની પૂજા કરવાથી પણ ધન મળે છે.

image source

4. શ્રદ્ધાથી દરરોજ સવારે ઉઠો અને વિચારો કે આજે ધન લાભ થવાનો જ છે. આ માટે ઘરની સફાઈ કરીને અને નહાવા વગેરે કામો કર્યા પછી ઘરનું વાતાવરણ સુગંધિત વાતાવરણ બનાવો.

5. 1.25 કિલો લોટ અને 1.25 કિલો ગોળ લો. બંનેને મિક્ષ કરીને રોટી બનાવો. ગુરુવારે સાંજે ગાયને ખવડાવો. આ કામ 3 ગુરુવાર સુધી કરવાથી ગરીબી સમાપ્ત થાય છે.

6. શુક્રવારે પીળા કપડામાં 5 કોડી, થોડી કેસર અને ચાંદીના સિક્કા સાથે બાંધીને, પૈસા રાખવાની જગ્યામાં અથવા તિજોરીમાં રાખો. તેની સાથે થોડી હળદરની ગાંઠ પણ રાખો. આ ઉપાયથી થોડા દિવસોમાં જ તમને ધન લાભ થશે.