ઘરમાં કૂદીને આવી જંગલી બિલાડી, સૂતેલી મહિલા પર કૂદતા જ સર્જાયા ખાસ દ્રશ્યો

આ ઘટન એટલાન્ટામાં બની છે. બુધવારની સવારે અહીં મહિલા પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે અચાનક ઘરમાં એક જંગલી બિલાડી આવી ગઈ. આ બિલાડી મહિલાના બેડ પર હોવાથી તે મહિલાના ડરનો પાર રહ્યો ન હતો. આ કોઈ પાળેલી બિલાડી ન હતી. તે તો આફ્રિકા મૂળની વિદેશી બિલાડી હતી.

ઘરમાં એક પાલતૂ કૂતરો રહે છે

image source

એટલાન્ટાના બ્રૂકહેવનમાં રહેતી આ મહિલાએ કહ્યું કે તેના પતિ જ્યારે તેના પાલતૂ કૂતરાને વોક માટે બહાર લઈ ગયા હતા ત્યારે આ જંગલી બિલાડી અચાનક તેમના ઘરમાં ઘૂસી આવી હતી. એ સમયે કદાચ ઘરનો દરવાજો ખુલ્લો રહી જવાના કારણે તે ઘરમાં ઘૂસી ગઈ હતી. મહિલા સૂતી હતી ને અચાનક બિલાડીને જોઈને ગભરાઈ ગઈ હતી. મહિલા અને બિલાડી વચ્ચે ફક્ત 6 ઈંચનું અંતર હોવાનું મહિલાએ જણાવ્યું હતું. પતિ, પાલતૂ કૂતરો બંને બહાર ગયા હોવાના કારણે તે ઘરમાં એકલી હોવાથી તેના ડરનો પાર રહ્યો નહી. આ સાથે તે એક સામાન્ય નહીં પણ જંગલી બિલાડી હતી તેથી વધુ ડરની વાત હતી. જ્યારે મહિલાનો પતિ ઘરની બહાર અને રૂમની બહાર નીકળ્યો હતો ત્યારે તેણે દરવાજો ખુલ્લો છોડી દીધો હતો. ધીમે ધીમે તે રૂમની બહાર તો નીકળી ગઈ પણ બિલાડી રૂમમાં હતું. તેને જોઈને એક સમયે તો ચિત્તો કે તેના બચ્ચા જેવું પણ લાગી રહ્યું હતું. જંગલી અને ડરામણી બિલાડીએ મહિલાના હોંશ ઉડાડી દીધા હતા.

પશુ વિભાગને કરાઈ જાણ

image source

જ્યારે મહિલા ઘરમાં એકલી હતી અને આ રીતે જંગલી બિલાડી ઘૂસી આવી ત્યારે તેણે તરત જ પશુ વિભાગને જાણ કરી. આ ફોન કરતા ત્યાંના અધિકારીએ તેને કુદરતી સંશોધન વિભાગને ફોન કરવા કહ્યું અને અહીંથી શક્ય તેટલી ઝડપે મદદ મળી. આ પછી તેની સામે જોતા પણ મહિલાને ડર લાગતો હતો. આ બિલાડીનું કદ અને રૂપ બંને ડરામણા હતા. તેની પૂછડી જ અઢી ફૂટ લાંબી હતી. તે એક સામાન્ય પશુ જેવી હતી. આ બિલાડી ક્યાંથી આવી તેની કોઈ જાણકારી મળી રહી નથી.

જ્યોર્જિયામાં જંગલી બિલાડી ઘરોમાં રાખવી કે માલિકી ધરાવવી એ ગેરકાયદેસર છે

image source

અહીં આપને એક વાત એ પણ જણાવી દઈએ કે જ્યોર્જિયામાં જંગલી બિલાડી ઘરોમાં રાખવી કે માલિકી ધરાવવી એ ગેરકાયદેસર છે. આ એક ગુનો છે. જો કે એનિમલ લીગલ ડિફેન્સ ફંડ પ્રમાણે એની વિરોધમાં કોઈ ખાસ કાયદો પણ બનાવાયો નથી. દેશમાં અનેક જગ્યાઓએ બિલાડીઓની જાતિ ખાનગી આવાસમાં રહે છે. ક્યારેક તે રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે. આ કેસ વન્ય બિલાડીની માલિકીના પ્રતિબંધનું શું મહત્ત્વ છે એ દર્શાવે છે, કારણ કે તે સમાજના અન્ય સભ્યોને પણ જોખમમાં મૂકે છે. જો કે સંશોધન વિભાગે પણ તેમના રહેણાક વિસ્તારની બાજુમાં જાળ બિછાવી છે જેથી જો કોઈ વન્ય જીવ આવી જાય તો તે તેમાં ફસાઈ જાય અને તેમને વન્ય અભયારણ્યમાં સુરક્ષિત છોડી શકાય.

image source

જો તમારા ઘરની આસપાસ પણ કોઈ પશુ દેખાય છે તો તમારે તેને મારી નાંખવાના હદલે પહેલા તો પોતે ડર્યા વિના તેનાથી સુરક્ષિત થવાની જરૂર છે અને પછી વિભાગની મદદ લઈને તેને યોગ્ય સ્થાને પહોંચાડી દેવાની જરૂર રહે છે.