જાણી લો તમે પણ કપડા પર કેટલા સમય સુધી કોરોના વાયરસ રહે છે જીવતો..

કપડા પર કોરોના વાયરસ કેટલો સમય જીવતો રહે છે, જાણો અ અવનવી વાતો

image source

કોરોના વાયરસને લઈને રોજ અવનવા સમાચારો દેશ અને દુનિયામાંથી આવી રહ્યા છે. આવા સમયે કોરોના વાયરસ વિવિધ સપાટી પર કેટલા સમય સુધી રહે છે, કયા કયા કારણો દ્વારા ફેલાય છે, કયા માધ્યમો દ્વારા ફેલાય છે, તેમ જ કયા ઉપાય કરીને કોરોના વાયરસ સામે રક્ષણ મેળવી શકાય છે. આવા દરેક મુદ્દે દેશ દુનિયામાં ડોકટરો રોજ અવનવી વાતોની માહિતી મેળવી રહ્યા છે. જેથી કરીને આ વાયરસ સામે જંગ જીતી શકાય.

શું કોરોનાના વાયરસ કપડા પર જીવી શકે છે?

image source

અત્યારે આખાય વિશ્વમાં કોરોના વાયરસની મહામારીના કારણે ખળભળાટ છે. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળવા બાબતે પણ ત્રણ વખત વિચારે છે. લોકડાઉન છતાં કોરોનાના સંક્રમણને સંપૂર્ણ રોકી શકાયું નથી. જો કે કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. ત્યારે અનેક દેશ અને વિદેશના ડોક્ટરોની ટીમો કોરોના માટેની રસી પર સંશોધન કરી રહી છે. આ દરમિયાન અનેક લોકો એવા સવાલ પણ કરી રહ્યા છે કે, શું કોરોના વાયરસ આપણા કપડા પર જીવંત રહી શકે છે? જો હા, તો કેટલા સમય સુધી આ વાયરસ કાપડા પર જીવતો રહે છે?

કપડા પર વાયરસના જીવનની સંભાવના ઓછી છે

image source

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થના એક અહેવાલમાં જણાવ્યા મુજબ કોરોના વાયરસ પ્લાસ્ટી અને સ્ટીલની સપાટી પર અંદાજીત ત્રણ દિવસ સુધી જીવતો રહી શકે છે. જો કે આ બધા જ સંશોધનો સચોટ નથી, પરંતુ જે તે ક્ષેત્રના સંશોધનને આધારે છે. જો કે કોરોના વાયરસ કપડા પર જીવતો રહી શકે છે એની શક્યતાઓ ખુબ જ ઓછી છે. પણ જૂત્તા પર કોરોના વાયરસ જીવતો રહી શકે છે.

આ સ્થિતિમાં કપડા ધોઈ નાખવા જરૂરી છે

image source

એક અહેવાલ મુજબ કોરોના વાયરસના કપડા પર જીવંત રહેવાની સંભાવના ખુબ જ ઓછી છે, એટલે બહારથી આવો ત્યારે તાત્કાલિક કપડા ધોઈ નાખવા જરૂરી નથી. પણ જો તમે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા છો અથવા ડોક્ટર છો કે પછી કોરોના સંક્રમિત લોકો વચ્ચેથી ઘરે આવ્યા છો તો કપડા ધોઈ નાખવા જરૂરી છે.

કપડા ધોવા ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ

image source

કપડા ધોવા માટેના એજ સાબુનો ઉપયોગ કરી શકાય છે જે તમે રોજ કરો છો. જો કે કપડા ધોઈ નાખ્યા પછી એને સંપૂર્ણ સુકવી નાખવા જરૂરી છે. જો કે કપડા ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ગરમ પાણીમાં કોઈ પણ વાયરસ જીવી શકતો નથી.

કપડા સૂર્ય પ્રકાશમાં સૂકવવા જોઈએ

image source

કપડા સંપૂર્ણ સુકાય તે જરૂરી છે, અને કપડાને સૂકવવા માટે સૂર્ય પ્રકાશમાં મુકવા જોઈએ. જો તમને લાગે છે કે એવું શક્ય અથવા સુરક્ષિત નથી તો એવા સંજોગોમાં કપડા બે થી ત્રણ દિવસ પેક કરીને મૂકી રાખવા જોઈએ. આમ કરવાથી કોરોનાનો ખતરો એ કપડામાં રહેશે નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત