‘પત્નીને કહ્યું કે મારી બધી જ પ્રોપર્ટી લઈ લે અને મને તારો પતિ આપી દે’, પૂરી ઘટના વાંચીને ચોંકી જશો તમે પણ

પ્રેમીની પત્નીને પ્રેમિકા એ કહ્યું- મારી બધી પ્રોપર્ટી લઈ લે, અને મને તારો પતિ આપી દે

image source

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની એક ઘટના સાંભળી તમે ચોંકી ઉઠશો.57 વર્ષની એક મહિલા જે સરકારી અધિકારી છે એને એનાથી જુનિયર 45 વર્ષના એની જ સાથે કામ કરતા વ્યક્તિ સાથે એટલો બધો પ્રેમ થઈ ગયો કે એ સીધી એના ઘરે પહોંચી ગઈ અને એની પત્નીને કહ્યું કે મારી બધી જ પ્રોપર્ટી લઈ લે અને મને તારો પતિ આપી દે.

આ ઘટના ભોપાલની ફેમેલી કોર્ટના કેસ હેન્ડલ કરનાર કાઉન્સેલર પાસે 17 એપ્રિલે આવી હતી..આ બાબતની કાઉન્સેલિંગ કરી રહેલી કાઉન્સેલર સરિતા રાજાની એ આ બાબતે જાણકારી આપી હતી

image source

રાજાની એ જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશના સરકારી વિભાગમાં મહત્વના પદ પર કામ કરતી મહિલા સરકારી ઓફિસરના પતિનું 10 વર્ષ પહેલાં નિધન થઈ ગયું હતું. એ પછી એમના પુત્ર અને પુત્ર વધુએ પણ એમને ધૂતકારવાનું શરૂ કરી દીધું..આવામાં એમની સાથે કામ કરતા 45 વર્ષના એક સહકર્મી સાથે એમના સંબંધો વધવા લાગ્યા.

image source

કોરોના વાયરસના લીધે ચાલી રહેલા દેશભરમાં લોકડાઉનમાં 25 માર્ચથી સાવ એકલા જ રહેતી મહિલાને એના પ્રેમીની ખોટ પડવા લાગી.અને એટલે એ મહિલા 17 એપ્રિલે પોતાના પ્રેમીના ઘરે પહોંચી ગઈ..રસોડામાં કામ કરતી પ્રેમીની પત્ની જ્યારે રસોડાની બહાર આવી તો એ ચોંકી ઉઠી.

image source

મહિલા સરકારી ઓફિસરે પોતાના પ્રેમીના ઘરે જ પ્રેમીની પત્નીને કહ્યું કે મારી બધી જ પ્રોપર્ટી લઈ લો પણ મને તારો પતિ આપી દે.આ સાંભળતા જ આખા ઘરમાં તોફાન ઉઠ્યું અને પછી તો એ સરકારી અધિકારી મહિલા ના પુત્ર અને પુત્ર વધુ પણ ત્યાં પહોંચી ગયા. એ પછી આ હોબાળો કાઉન્સીલિંગ માટે સરિતા રાજાની પાસે આવ્યો.

image source

આ બાબત વધારે ગંભીર ત્યારે બની જ્યારે પતિ એ પણ પોતાની પત્નીને કહી દીધું કે એ સરકારી અધિકારી મહિલાને એકલી નહિ મૂકી શકે.આ વાત પર એની પત્નીએ કહ્યું કે 14 વર્ષ પછી પતિએ એની સાથે વિશ્વાસઘાત કર્યો છે, એ એના પતિને ક્યારેય માફ નહિ કરી શકે. .એ પછી બન્ને પક્ષના લોકો ને સતત સમજાવવામાં આવી રહ્યા છે.

image source

આ સમગ્ર ઘટના 1997મા આવેલી ફિલ્મ “જુદાઈ” જેવી લાગી રહી છે. જેમાં ઊર્મિલા માતોડકરને પોતાની સાથે કામ કરતા વિવાહિત અનિલ કપૂર સાથે પ્રેમ થઈ જાય છે.એટલે એ અનિલ કપૂરની પત્ની શ્રીદેવી પાસેથી પૈસાના બદલામાં અનિલ કપૂર માંગી લે છે અને શ્રીદેવી એનો આ પ્રસ્તાવ સ્વીકારી લે છે.