દિવાળી પહેલાં આ તારીખોમાં સસ્તામાં ખરીદી લો સોનું, સરકાર લાવી છે ખાસ સ્કીમ

દિનપ્રતિદિન સોનાના ભાવમાં સતત વધધટ ચાલી રહી છે ત્યારે જો તમે હજુ પણ સોનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો તમારા માટે આવનારા 2 દિવસમાં ખાસ તક આવી રહી છે.જી હા મોદી સરકાર તમને તહેવારની સીઝન પહેલા સોનામાં રોકાણ કરવાની તક આપી રહી છે અને તે પણ સસ્તા ભાવમાં.

image source

દિવાળીના તહેવાર પહેલાં મોદી સરકાર તમને ફરી એકવાર સસ્તામાં સોનું ખરીદવાની તક આપી રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ સરકાર સાતમી વખત બોન્ડ જાહેર કરવા જઈ રહી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ્સ માટે 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી સબ્સ્ક્રાઇબ કરી શકાય છે. સેટલમેન્ટની તારીખ 20 ઓક્ટોબર નક્કી કરવામાં છે. રિઝર્વ બેંકની સંમતિ પછી રોકાણકારો કે જેઓ સોવરિયન ગોલ્ડ બોન્ડ્સ ઓનલાઇન ખરીદશે તેમને 50 રૂપિયાની છૂટ મળશે. આ રકમની ચુકવણી ઓનલાઇન કરવી પડશે.

જાણો સાતમી સ્કીમમાં સોવરેન ગોલ્ડ બોન્ડની કેટલી હશે કિંમત

image source

RBIએ કહ્યું છે કે ગોલ્ડ બોન્ડની કિંમત 5051 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. ઓનલાઇન ખરીદનારા માટે તે 5001 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે. આ પહેલાની સીરીઝ -6માં તેની કિંમત 5117 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. આ સબ્સ્ક્રિપ્શન 31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી હતું. સરકારની તરફથી ભારતીય રિઝર્વ બેંક દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડ જાહેર કરાય છે.

જાણી લો શું છે આ સ્કીમ

image source

સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના સોનામાં રોકાણ કરવાની યોજના છે. આ યોજના ભારત સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા જાહેર કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સોનાની ફિઝિકલ માંગને ઘટાડવાનો છે. જેથી ભારતની સોનાની આયાત ઓછી થઈ શકે. આ યોજના 2015 માં શરૂ કરવામાં આવી હતી.હવે આ યોજનાની સાતમી સ્કીમ આવી છે જેમાં તેની કિંમત ઓનલાઈન ખરીદી માટે 5001 રૂપિયા અને બોન્ડની કિંમત 5051 રૂપિયા પ્રતિગ્રામ રાખવામાં આવી છે.

કઈ વ્યક્તિઓ કરી શકે આ સ્કીમમાં રોકાણ

image source

જે વ્યક્તિ સોવરિન ગોલ્ડ બોન્ડમાં એક દરેક વ્યક્તિ રોકાણ કરી શકે છે જે ભારતમાં રહે છે. તે પોતાના માટે બોન્ડ ધારક બની શકે છે, કોઈ અન્ય વ્યક્તિ સાથે સંયુક્ત રીતે અથવા સગીર વતી પણ આ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. અહીં એક વાતનું ધ્યાન રાખવું કે ભારતમાં રહેતી વ્યક્તિની વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ, 1999 ની કલમ 2 (યુ) સાથે કલમ 2 (વી) હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તેમાં યુનિવર્સિટી, ધર્માર્થ સંસ્થા અથવા બોન્ડ ધારક તરીકે ટ્રસ્ટ પણ હોઈ શકે છે.

યોજનામાં રોકાણકારને શું મળશે ફાયદા

image source

સોવરેન ગોલ્ડ બોન્ડ્સનો ઉપયોગ ઉધાર લેવા માટે કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ બોન્ડ્સ રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે અને તેથી રોકાણકારો આ જોખમને ટાળી શકે છે કે બોન્ડ જાહેર કરતી કંપની નાદાર નહીં થાય અથવા ભાગી ન જાય. આ બોન્ડ્સનું એક્સચેંજમાં ટ્રેડ કરી શકાય છે, જેથી રોકાણકારો ઇચ્છે તો સમય પહેલા એક્ઝિટ પણ કરી શકે. સોનાના ભાવમાં વધારા ઉપરાંત રોકાણકારોને 2.5% ના દરે વધારાના વ્યાજ પણ મળે છે.