આ વાઘ પણ જબરો છે, ગીત ગાઈ પક્ષી જેવા અવાજ કાઢે, સાથે જ એવું એવું કરે કે તમને જોઈને પણ વિશ્વાસ નહીં આવે

આ ઘટના છે રશિયામાં આવેલાં એક પ્રાણી સંગ્રહાલયની. તાજેતરમાં જાણવાં મળ્યું છે કે, અહી એક વાઘ તેની ક્યુટનેસને કારણે હીરો બની ગયો છે. આ વાઘનું નામ છે વિટાસ. આ વિટાસ નામનો વાઘ હજુ માત્ર આઠ મહિનાનો છે પરંતુ તેની ક્યુટનેસની વાત સૌને તેની તરફ ખેંચી રહી છે. મળતી માહિતી મુજબ, આ ક્યુટ વાઘ અમુર પ્રજાતિનો હોવાની વાત સામે આવી છે. એક રિપોર્ટ મુજબ, આ પ્રજાતિ વિશ્વની સૌથી ઝડપી ગતિશીલતા ધરાવે છે. અમુર પ્રજાતિના વાઘનું કદ આશ્ચર્યજનક છે, પૂંછડી સાથે તેની લંબાઈ 3 મીટર કરતા વધુ હોઇ શકે છે, તેની ઉંચાઇ એક મીટર કરતા વધુ હોય છે અને પુખ્ત વયના વાઘનુ વજન લગભગ 300 કિલો હોય છે!!! વાળની ત્વચા પર પટ્ટાવાળી પેટર્ન અનન્ય છે. જેમ કે, મનુષ્યમાં ફિંગરપ્રિન્ટ્સ.

image source

તમે પ્રકૃતિમાં બે સરખા અમુર વાઘને ક્યારેય નહીં મળે! આ વાઘની એકમાત્ર પ્રજાતિ છે જે બરફીલા શિયાળામાં ટકી શકે છે. આ પ્રજાતિના વાઘ ગ્રહ પરનો સૌથી મોટો વાઘ તરીકે ઓળખાય છે. સંગ્રહાલયના લોકોનું કહેવું છે કે જ્યારે પણ વિટાસે તેની માતાનું ધ્યાન ખેંચવું હોય ત્યારે તે ગાવાનું શરૂ કરે છે. વીટાસની આ અવાજ કરવાની સ્ટાયલ પણ અનોખી છે, વિટાસ એવો અવાજ કરે છે જાણે કોઈ પક્ષી બોલી રહ્યું હોય કે ગાઈ રહ્યું હોય તેવું જ ભાસ થાય છે. વાઘનાં આ બચ્ચાને જ્યારે સર્બિયાના બાર્નાલ પ્રાણી સંગ્રહાલયમાં તેની માતાનું ધ્યાન ખેંચવાની જરૂર પડે છે, ત્યારે તેનો અવાજ ખૂબ જ સુંદર રીતે વહેવા લાગે છે.

image source

આ વાઘનાં બચ્ચાંનો આવો સરસ અવાજ સાંભળીને કેટલાક લોકો તેના અવાજને પક્ષીના ગીત તરીકે વર્ણવે છે તો કેટલાક લોકો તો એમ પણ કહે છે કે, વિટાસનો અવાજ વાંદરાના હાસ્યની જેમ કંઇક અર્થપૂર્ણ વાત કહી રહ્યો હોય તેવા શબ્દ જેવો લાગે છે.

image source

તાજેતરમાં વાઘનાં આ નાનકડાં બચ્ચાં વિટાસનો આ રીતે અવાજ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્રાણી સંગ્રહાલયમાં જે લોકો કામ કરે છે તેમન જણાવ્યાં પ્રમાણે, આ વાઘના ઘણા ભાઈ-બહેન પણ છે. તેથી તે હંમેશા તેની માતાનું ધ્યાન આકર્ષિત કરે છે અને વિટાસની માતા બધા કામ છોડીને તેની નજીક ન આવે ત્યાં સુધી વિટાસ આ જ રીતે ચીસો પાડવાનું ચાલુ જ રાખે છે.

image source

મળતી માહિતી અનુસાર, આ અમુર પ્રજાતિને વિશ્વનો સૌથી મોટો વાઘ માનવામાં આવે છે, પરંતુ તેવું પણ જાણવા મળ્યું છે કે હવે આ જાતિઓ જોખમમાં છે. એક સર્વે મુજબ, પૂર્વીય રશિયામાં આ જાતિના ફક્ત 600 વાઘ જ હવે તેમના પ્રાકૃતિક રહેણાંકની જગ્યા પર ટકી શક્યા છે. તેના પાછળનું કારણ યુએસએસઆર નાબૂદ થયાને માનવામાં આવે છે. એવું કહી શકાય કે, યુએસએસઆર નાબૂદ થયા બાદ વાધની આ જાતિને અને તેમના અસ્તિત્વને શિકાર દ્વારા જોખમમાં મૂકવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!