ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ મોકૂફ, અન્ય ધોરણોને માસ પ્રમોશનની જાહેરાત, જાણો વધુ માહિતી એક ક્લિકે

રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં કોરોનાએ જે પ્રકોપ ફેલાવ્યો છે એને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારે નિણર્ય કર્યો છે કે ધોરણ 1થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ 10મી મે સુધી કે પછી રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ પણ હાલ આ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને મોકૂફ રાખવામાં આવી છે.

આ સાથે જરાજ્ય સરકારે જણાવ્યું છે કે તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની ફરી એકવાર સમીક્ષા કર્યા બાદ બોર્ડની પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

image source

આ નવી તારીખો જાહેર થાય એ પહેલા બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવે, તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. અને રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.

ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે સીબીએસસી બોર્ડની પરીક્ષા રદ અને મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ ગુજરાત બોર્ડે પરીક્ષા રદ કરવાની જરૂર નથી. જે પ્રમાણે CBSE બોર્ડ માટે નિર્ણય લેવામાં આવ્યો એ પ્રમાણે ગુજરાત બોર્ડ માટે નિર્ણય લેવો,જેમાં 10 અને 12 ધોરણની પરીક્ષા મેને બદલે જૂન મહિનામાં યોજાય એવું આયોજન કરવું જોઈએ. અને ધોરણ 1થી 9માં માસ પ્રમોશન આપવું જોઈએ.

ગિરીશ સોની નામના એક વાલીએ જણાવ્યું હતું કે ધોરણ 1થી 9માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ. હાલ કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, જેથી નાનાં બાળકો સ્કૂલે જઈને પરીક્ષા આપી શકે એમ નથી અને ઓનલાઇન પરીક્ષામાં ચોરી થવાની શક્યતાઓ છે, જેથી કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય ના થાય એ માટે ધોરણ 1થી 9માં માસ પ્રમોશન આપવું જોઈએ.

આ સાથે જ તેમને એમ પણ જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12ની પરીક્ષા ફરજિયાત લેવી જોઈએ, જેના પર વિદ્યાર્થીઓનું ભવિષ્ય ટકેલું હોય છે, પરંતુ પરીક્ષા મે મહિનાને બદલે જૂનમાં યોજવી જોઈએ.

image source

તમને જણાવી દઈએ કે દેશમાં ખૂબ જ ઝડપથી વધો રહયેલા કોરોના કેસના કારણે CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ મે મહિનામાં શરૂ થવાની હતી , પરંતુ હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. પણ હવે આ અંગે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લઈ લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!