ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે જાહેર કરી મોટી આગાહી

લાંબા વિરામ બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. તમને જણાવી દઈએ કે, રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. નોંધનિય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 100થી વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ હવે હવામાન વિભાગે 26 ઓગસ્ટ સુધી વધુ વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ આગામી 4 દિવસ વરસાદી માહોલ જોવા મળશે.

image socure

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે તેવી માહિતી આપી છે. આ ઉપરાંત 24, 25 અને 26 ઓગસ્ટના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. તો બીજી તરફ હવામાન વિભાગના મતે અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 41.42 ટકા વરસાદ નોંધાયો છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 50.72 ટકા વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં 36.77 ટકા, ત્યાર બાદ કચ્છ વિસ્તારમાં 31.74 ટકા, તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં 31.95 ટકા અને મધ્ય ગુજરાતમાં 37.87 ટકા વરસાદ નોંધાયો છે.

image socure

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 13.88 ઈંચ સાથે 41.42 ટકા વરસાદ પડ્યો છે. જેમા 2 તાલુકામાં શૂન્યથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગુજરાતના 91 તાલુકામા 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે તો 22 તાલુકામાં 5 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આ ઉપરાંત 102 તાલુકામાં 10 થી 20 ઈંચ જેટલો સિઝનનો વરસાદ નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 29.64 ઈંચ, સૌરાષ્ટ્રમાં 10.32 ઈંચ અને કચ્છમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 12.20 ઈંચ અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 9.16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હજુ આગામી 4 દિવસ વરસાદી વાતાવરણ રહેવાને કારણે ઘણા વિસ્તારોમાં ખેતીના પાકને ફાયદો થશે.

image socure

તો બીજી તરફ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે ભોપાલ, ઇન્દોર, ગ્વાલિયર, ચંબલ વિભાગના જિલ્લાઓમાં ઝરમર વરસાદ ચાલુ છે. હવામાન વિભાગ (IMD) નું કહેવું છે કે આગામી કેટલાક દિવસો સુધી સારા વરસાદની સંભાવના છે. કેટલીક જગ્યાએ ભારે અને કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શિયોપુર, મંદસૌર, નીમચ, દાતિયા, ભીંડ, મોરેના, શીઓપુરકાલન, અગર, શાજાપુર, ઝાબુઆ, બેતુલ, રાજગઢ, નરસિંહપુર અને છિંદવાડા જિલ્લામાં ભારે વરસાદ પડશે. જ્યારે ઉજ્જૈન, ગ્વાલિયર અને ચંબલ વિભાગના જિલ્લાઓમાં ઓછો વરસાદ પડશે. બીજી બાજુ, ભોપાલ, ગ્વાલિયર, ચંબલ, જબલપુર, શાહડોલ, સાગર, રીવા, હોશંગાબાદ અને ઇન્દોર વિભાગના કેટલાક જિલ્લાઓમાં ઝરમર વરસાદ પડશે.

આ કારણે પડી રહ્યો છે વરસાદ

image socure

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તમિલનાડુ, ઉત્તર-પૂર્વ રાજસ્થાન, ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને વિદર્ભ-મરાઠવાડા વિસ્તારોમાં ચાલી રહેલી ગતિવિધિઓને કારણે ચોમાસુ સિસ્ટમ રચાઈ રહી છે. ચોમાસું ચાટ બિકાનેર, સવાઈ માધોપુર, ટીકમગઢ, સિધી, જમશેદપુર અને બાલાસોર થઈને ઉત્તર -પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તર્યું છે. એક ચાટ મરાઠવાડા અને વિદર્ભથી પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર તરફ પસાર થઈ રહ્યો છે. અન્ય એક ચાટ ઉત્તર-પૂર્વ રાજસ્થાનથી તમિલનાડુ થઈને મધ્યપ્રદેશ, વિદર્ભ-તેલંગણા-રાયલસીમા થઈને પસાર થઈ રહ્યો છે. રાજ્યમાં ચોમાસાની ત્રણ સિસ્ટમ અસર કરી રહી છે. હવામાનમાં ભેજને કારણે રાજ્યમાં સતત વરસાદ ચાલુ છે. આ સિસ્ટમ આગામી કેટલાક દિવસો સુધી સક્રિય રહેશે. આ પછી, અન્ય સિસ્ટમો મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા જાળવી રાખશે.

ઉજ્જૈનમાં શિપ્રાનું પાણીનું સ્તર વધ્યું

image socure

મધ્યપ્રદેશના ઉજ્જૈન અને આસપાસના વિસ્તારોમાં 24 કલાકના વરસાદને કારણે શનિવારે સવારે શિપ્રા નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો છે. શહેરમાં સવારે 5 વાગ્યાથી વરસાદ ચાલુ છે. નદી પર સ્થિત રામઘાટ પર ઘણા નાના અને મોટા મંદિરો પાણીમાં ડૂબી ગયા છે. શનિવારે સવારે રામઘાટ પર આવતા ભક્તોને રોકવા માટે હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. તેણે ઘણા લોકોને રામઘાટથી ભગાડી દીધા. સતત વધતા જળસ્તર બાદ શિપ્રા નદી પર બનેલો નાનો પુલ પાણીમાં ડૂબી ગયો છે. બંને બાજુ બેરિકેડ લગાવીને તેને બંધ કરાયો હતો.