ફરીવાર ગુજરાતનો લાલ મા ભારતી માટે ખપી ગયો, કાશ્મીરમાં ગુજરાતી જવાન શહીદ થતાં આખું ગામ ચોધાર આંસુડે રડ્યું!

25 વર્ષીય હરીશ પરમાર જ્યારે છેલ્લી વખતે ઘરેથી ફરજ પર ગયો ત્યારે કોઇને અંદાજ સુધ્ધાં નહોતો કે હવે તે ક્યારેય પાછો નહીં આવે.. અને આવશે તો તિરંગામાં લપટાલા પાર્થિવ દેહના સ્વરૂપે.. તેના માતા પિતા સહિતના પરિવારજનો તેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા.. અને તેવામાં એક ફોન આવ્યો.. કે આતંકવાદીઓ સાથેની અથડામણમાં હરીશે પોતાના પ્રાણ આપી દીધા.. આ સમાચાર પરિવાર પર આભની જેમ તૂટી પડ્યા.. આખાં પરમાર પરિવારમાં રકક્કડ મચી.. અને ગ્રામજનોને જાણ થઇ.. તો ખેડાના કપડવંજનુ વણઝારીયા ગામ પણ શોકમાં ગરકાવ થઇ ગયું..

હરીશ પરમાર, 25 વર્ષના આ યુવકને માં ભોમની રક્ષા માટે સૈન્યમાં ભરતી થવાની નાનપણથી ઇચ્છા હતી.. અને પોતાની આ ઇચ્છા સ્વરૂપે વર્ષ 2016માં ભારતીય સૈન્યમાં જોડાયા.. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાનકડા વણઝારિયા ગામના હરીશ પરમાર હવે શહીદ હરીશ પરમારના નામે ઓળખાશે.. કારણ કે જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહાદત વહોરી લીધી.. અને પરિવાર સહિત આખું ગામ શોકમગ્ન થઇ ગયું..

હરીશ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. હરિશ જમ્મૂ કાશ્મીરમાં તૈનાત હતા. અહીંના મછાલ સેકટરમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં હરિશ શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે. મા ભોમની રક્ષા કાજે દીકરાએ શહાદત વહોરી હોવાની પરિવાર અને ગ્રામજનોને જાણ થતા શોકનો માહોલ છવાયો છે.

image soucre

ગુજરાતે આજે એક સપૂત ખોયો છે, ગુજરાતે આજે એક વીર જવાન ગુમાવ્યો છે. દેશની રક્ષા કાજે આજે ખેડાના કપડવંજના વણઝારીયા ગામના જવાને શહીદી વહોરી તિરંગાનું કફન ઓઢી લીધું છે. 25 વર્ષીય હરીશ પરમાર પૂંછમાં આતંકવાદીઓ સાથે અથડાણમાં શહીદ થતાં દેશ સહિત ગુજરાતભરમાં શોકની લાગણી છવાઈ છે. દેશની સુરક્ષા કરવાની નેમ લઈ આર્મી સાથે જોડાયેલા 25 વર્ષીય હરીશ પરમારનું જમ્મુ કાશ્મીરના પૂંછમાં પોસ્ટિંગ હતું. જે દરમિયાન આતંકવાદી સાથે અથડામણમાં ગુજરાતે વીરજવાન હરીશ પરમારને ગુમાવ્યા છે. 2016માં ઇન્ડિયન આર્મીમાં જોડાયેલા જુવાન જોધ ગુજરાતના દીકરાએ સામી છાતીએ આતંકીઓનો સામનો કર્યો હતો. મેં રહું યા ના રહુ ભારત યે રહેના ચાહિએની કડીને સાર્થક કરી પોતાના જીવનને ભારત માતા માટે ખપાવી દીધું છે. હાલ પરિવારને શહીદ થયાની જાણ કરી દેવામાં આવી છે. અને પાર્થિવ શરીરને ગુજરાત લાવવાની તજવીજ ભારતીય સેના દ્વારા કરવામાં આવી રહી છે.

ખેડાના કપડવંજના વણઝારીયા ગામના જવાન હરીશ પરમારની શહીદીના સમાચાર મળતા પરિવાર સહિત 2500ની વસ્તી ધરાવતું ગામ શોક મગ્ન થયું છે. હરીશ પરમારના પરિવારજનો પોંક મૂકી રડી રહ્યા છે. ગામલોકો સહિત આસપાસના વિસ્તારના લોકો પરિવારને સાંત્વના પાઠવવા પહોંચી રહ્યા છે.અને પરિવાર સાથે દુ:ખની ઘડીમાં સાથ આપી રહ્યા છે દિલાસો આપી રહ્યા છેઃ સાથેજ ભારત માતા કી જય અને અમર જવાન હરીશ પરમાર શહીદ રહોના નારા લાગી રહ્યા છે.