હંમેશા ચર્ચાઓમાં રહ્યા છે આ ડાયરેકટર, એકવાર તો કરી લીધું હતું કઈક આવું કે લોકો જોતા જ રહી ગયા

બૉલીવુડ ફિલ્મોના ડાયરેકટર- પ્રોડ્યુસર મહેશ ભટ્ટનો જન્મ 20 સપ્ટેમ્બર 1948માં મુંબઈમાં થયો હતો. એ એક એવા ડાયરેકટર છે જેમને હંમેશા લિંકથી થોડી અલગ જ ફિલ્મો બનાવી છે.

image socure

ફિલ્મોમાં બોલ્ડ કન્ટેન્ટ માટે જાણીતા મહેશ ભટ્ટની રિલ અને રિયલ લાઈફ હંમેશા વિવાદોમાં રહી છે. જેવી રીતે એમની ફિલ્મો બોલ્ડ હોય છે એવા જ નિર્ણયો એમને પોતાની જિંદગીમાં પણ લીધા હતા. એ 24 વર્ષ નાની દીકરી પૂજા ભટ્ટ સાથે લિપલોક કરીને પણ વિવાદોમાં આવી ચુક્યા છે. એટલું જ નહીં એમના દીકરા રાહુલ ભટ્ટ આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીના જિમ ટ્રેનર પણ રહ્યા છે. જો કે રાહુલ જ્યારે એમને ટ્રેન કરી રહ્યા હતા ત્યારે એ નહોતા જાણતા કે હેડલી આતંકવાદી છે. એમને પોતાની પત્ની કિરણ ભટ્ટને પરવીન બાબીના કારણે છોડી દીધી હતી.

image socure

મહેશ ભટ્ટના પિતા નાનાભાઈ ભટ્ટે લવ મેરેજ કર્યા હતા. એમના પિતા હિન્દૂ હતા અને માતા શિયા મુસ્લિમ. મહેશ હમેશા પોતાના પિતાથી દૂર જ રહ્યા કારણ કે એમની માતાએ નાનાભાઈ ભટ્ટ સાથે બીજા લગ્ન કરી લીધા હતા. એમના ભાઈ મુકેશ ભટ્ટ પણ ફિલ્મ પ્રોડ્યુસર છે.

image socure

મહેશ જ્યારે 20 વર્ષના હતા ત્યારથી જ એમને જાહેરાતો માટે લખવાનું શરૂ કરી દીધુ હતું. જો કે સ્કૂલના દિવસોથી જ એમને પૈસા કમાવવા માટે પાર્ટ ટાઈમ જોબ કરવાનું શરૂ કરી દીધું હતું. એવું માનવામાં આવે છે કે મહેશના વ્યક્તિત્વ પર ઓશોની ઘણી અસર છે કારણ કે મહેશ ઓશો રજનીશના અનુયાયી છે.

image socure

એમને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત નિર્દેશક રાજ ખોસલા સાથે સહાયક નિર્દેશક તરીકે કરી હતી. મહેશે પહેલીવાર 1970માં આવેલી ફિલ્મ સંકટનું નિર્દેશન કર્યું હતું. શરૂઆતમાં ઘણી અસફળતા પછી 1979માં આવેલી ફિલ્મ લહુ કે દો રંગથી મહેશને સફળતા મળી. એ પછી તો એ જરાય રોકાયા નહિ. એમને પોતાના જ જીવનથી પ્રેરિત થઈને અર્થ ફિલ્મનું નિર્માણ કર્યું.

image socure

મહેશ ભટ્ટનું અંગત જીવન પણ ઘણું ચર્ચામાં રહ્યું. 1970માં એમને કિરણ ભટ્ટ સાથે લગ્ન કર્યા, જેનાથી એમને બે બાળકો પૂજા અને રાહુલ ભટ્ટ છે. પણ પરવીન બાબી સાથે થયેલા પ્રેમને કારણે એમને કિરણ ભટ્ટને છોડી દીધી. મહેશ અને પરવીન બાબીનું અફેર ત્રણ વર્ષ સુધી ચાલ્યું. બંને લિવ ઇનમાં હતા પણ પરવીનની માનસિક બીમારીના કારણે મહેશે એને છોડી દીધી.

image socure

એ પછી મહેશે સોની રાજદાન સાથે બીજા લગ્ન કર્યા, આલિયા ભટ્ટ મહેશ અને સોનીની જ દીકરી છે. વર્ષો પહેલા દીકરી પૂજા ભટ્ટ સાથે એક મેગેઝીન માટે લિપલોક સીન આપવાના કારણે પણ મહેશને ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.

image soucre

1985માં જન્મ ફિલ્મમાં એમને પોતાની પર્સનલ લાઈફને પડદા પર ઉતારવાનો પર્યન્ત કર્યો, જેના ખૂબ જ વખાણ થયા હતા. એ દરમિયાન જ એમને આશીકી ફિલ્મ બનાવી. કહેવામાં આવે છે કે એ ફિલ્મ એમની અને કિરણની રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત હતી. ફિલ્મ નામમાં પણ એમને પોતાની લાઈફ સાથે જોડાયેલા કેટલાક પાનાં એમ સાંકડ્યા છે.

image socure

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી રિયા ચક્રવર્તી સાથેના અમુક ફોટાને કારણે પણ તેઓ વિવાદોમાં રહ્યા હતા.
મહેશ ભટ્ટે અર્થ, સારાંશ, જન્મ, નામ, કાશ, ડેડી, તમન્ના, અને જખમ જેવી સંવેદનશીલ ફિલ્મોનું નિર્માણ કર્યું. તો રાઝ, જીસ્મ, પાપ, મર્ડર, રોગ, ઝહર, મર્ડર 2, જીસ્મ 2 જેવી ફિલ્મો બનાવીને બોલ્ડ ફિલ્મોના ડાયરેકટર તરીકે ઓળખ બનાવી.