ગુજરાત સરકારની નવી પહેલ, તમારા વિસ્તારમાં બિસ્માર થયેલા રોડના ફોટા આ નંબર પર મોકલો

વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતમાં નવા મંત્રીમંડળનું ગઠન થયું છે. જ્યારે સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેમના મંત્રીઓ નવા નવા નિર્ણય લઈ રહ્યા છે. નોંધનિય છે કે ભુપેન્દ્ર પટેલ પાસે હાલમાં 12થી 15 મહિનાનો સમય છે ત્યાર બાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેને લઈને તેમના નવા મંત્રીઓ રોજ નવા નવા આદેશો આપી રહ્યા છે, આ કડીમાં હવે ગુજરાતમાં થયેલા સારા વરસાદને કારણે અનેક જગ્યાએ રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે. જેના કારણે શહેરથી લઈને ગામડાના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખરાબ થયેલા રસ્તાને રીપેર કરવા ગુજરાત સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

image soucre

આ અંગે કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી છે. નોંધનિય છે કે, 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે. ગુજરાત સરકારે માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવા જઈ રહી છે. જેથી ગુજરાત ભરમાં 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચલાવીને રસ્તાથી લઈને હાઇવે પર વરસાદને કારણે પડેલા ખાડાઓને રિપેર કરવામાં આવશે.

તમામા રોડ રસ્તા રિપેર કરવા માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવો આઈડિયા અપનાવવામાં આવ્યો છે. જેમાં ઓનલાઈન તમારી આપપાસના ખરાબ રોડ-રસ્તા જે રીપેર કરવા લાયક હોય તો તેની વિગતો સરકારે આપેલા વોટ્સએપ નંબર પરથી જાણી વિભાગે બહાર પાડેલા ઈમેલ એડ્રેસ પર માગેલી તમામ વિગતો સાચી ફોટા સાથે ભરવાની રહેશે.

image socure

રાજ્યના દરેક રસ્તાના રિપેરિંગ માટે વોટ્સએપ નંબર દ્વારા જાણ કરી શકાશે, જે માટે 99784 03669 વોટ્સએપ નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તમારૂ નામ, મોબાઇલ નંબર મોકલવાનો રહેશે, અને જે જગ્યાએ રસ્તો રિપેર કરવાનો છે તે જગ્યાનું પુરૂ સરનામું લખવાનું રહેશ, આ ઉપરાંત ગામનું નામ, તાલુકો અને જિલ્લાનું નામ પણ લખવાનું રહેશે, પીનકોડ લખવો જરૂરી છે. આ અંગે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ એ પણ અપીલ કરી છે કે માત્ર વોટ્સએપ દ્વારા જ વિગત આપો અથવા તા-1થી 10 ઓક્ટોબર 2021 સુધી ગુજરાત સરકાર હસ્તકના માર્ગમાં ખાડા કે મરામત નો પ્રશ્ન હોય તો, http://shorturl.at/gkwzR અથવા ઈમેલ ઉપર કરવા માટે min-rnbgujarat.gov.in પર જઈ તમારે વિગતો ઓનલાઇન ભરી શકો છો.