લો બોલો, આ મહિલાએ તો ભારે કરી, છેલ્લા આટલા વર્ષોથી પહેરી છે માત્ર ગુલાબી કલરના કપડા, કારણ જાણીને ચોંકી જશો તમે પણ

વિચારો તમારા શોખ પુરા કરવા માટે તમે બધાથી અલગ નજર આવી શકો છો. આવું જ કંઈક સ્વિટ્ઝર્લૅન્ડની મહિલા સાથે થઈ રહ્યું છે. જેને ગુલાબી રંગ ખૂબ જ પસંદ છે જેને કારણે તે હંમેશાં પોતાને ગુલાબી રંગથી ઢાંકીને રાખે છે. વ્યવસાયે એક શિક્ષક મહિલાનું નામ યાસ્મિન ચાર્લોટ છે, જે તેના ગુલાબી રંગ સાથે વધુ પડતા પ્રેમને કારણે સોશ્યલ મીડિયા પર સેલિબ્રિટી બની ગઈ છે. ખરેખર, યાસ્મિનને ગુલાબી રંગ ખૂબ જ ગમે છે જેના કારણે તે દરેક વસ્તુનો રંગ ગુલાબી જ રાખે છે.

શાળામાં દરેક તેને મિસ પિંકી કહે છે

image source

ગુલાબી રંગ પ્રત્યેના તેના અતિશય પ્રેમને કારણે જ શાળામાં દરેક તેને મિસ પિંકી કહે છે. યાસ્મિનનું ઘર, કપડાં, પગરખાં, પેન બધા ગુલાબી રંગના છે. જો કે, આ બાબતમાં યાસ્મિન કહે છે કે તે વિશ્વની એકમાત્ર મહિલા નથી જેને કોઈ ચોક્કસ રંગ માટે આટલો પ્રેમ છે. તે કહે છે કે કેટલીક મહિલાઓ ખાસ રંગોને કારણે પ્રખ્યાત થઈ છે.

મિસ સનશાઇન તેના પીળા રંગના પ્રેમને કારણે પ્રખ્યાત થઈ

image source

જેમ કે લોસ એન્જલસની મિસ સનશાઇન, જે તેના પીળા રંગના પ્રેમને કારણે પ્રખ્યાત થઈ હતી. ન્યૂયોર્કની એલિઝાબેથ ઇટન રોઝન્થલ ગ્રીન લેડી તરીકે પ્રખ્યાત હતી. તેને લીલો રંગ એટલો ગમતો હતો કે તેણે તેના વાળ અને પાપણ પણ લીલા રંગથી રંગાવ્યા હતા. આટલું જ નહીં બોસ્નિયાના શહેરમાં રહેતી એક મહિલાએ આખી જિંદગીમાં લાલ કલરના જ કપડાં પહેર્યા હતા.

યાસ્મિનને નાનપણથી ગુલાબી રંગ પસંદ છે

image source

યાસ્મિનને નાનપણથી ગુલાબી રંગ પસંદ છે. કિશોરાવસ્થામાં પહેલીવાર, જ્યારે તેની માતાએ ગુલાબી રંગના કેટલાક કપડાં આપ્યા, ત્યારથી જ તે આ રંગ પ્રત્યે આકર્ષીત થઈ ગઈ હતી. 16 વર્ષની ઉંમરથી જ તેને ગુલાબી રંગની વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ જાગી ગયો હતો. ત્યારબાદ તેના મંગેતરે પણ તેની પસંદગી માટે સંમતી આપી હતી. આવી સ્થિતિમાં તે છેલ્લા 20 વર્ષથી ગુલાબી કપડાં પહેરે છે.

નાના ઘરને સ્વર્ગ બનાવવા માટે ગુલાબી રંગથી શણગાર્યું

image source

તેના મંગેતર સાથે લગ્ન થાય બાદ યાસ્મિને તેના નાના ઘરને સ્વર્ગ બનાવવા માટે ગુલાબી રંગથી શણગાર્યું. 2019 માં તેનો ફ્લેટ ખરીદ્યા બાદ, તેણે આ ઘરની દિવાલોથી લઈને પડદા, ફર્નિચર, ઘરની સજાવટની વસ્તુઓ, ક્રોકરી, કાર્પેટ અને ટુવાલથી બધું ગુલાબી રાખ્યું હતું.

યાસ્મિનની દરેક વસ્તુ ગુલાબી રંગની

image source

યાસ્મિનની દરેક વસ્તુ ગુલાબી રંગની હોય છે. તેની પાસે 100 થી વધુ શેડમાં ગુલાબી જૂતા છે, જેનાથી તેણે અલમારી ભરી રાખી છે. તો તેમના ગુલાબી કલરના કપડાના કલેક્શનથી તેની અલમારી ભરેલી છે. તે કહે છે કે તે સારું છે કે સ્કૂલમાં તેને સતત ગુલાબી કપડાં પહેરવાથી કોઈ રોકી રહ્યા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત