ગુરુ અને શનિ ફરી એકવાર આ મહિને એક જ રાશિમાં, કોરોના સંક્રમણની વધી શકે છે શક્યતા

આ મહિનામાં પાછળ ના પંદર દિવસમાં ફરી એકવાર કોરોના મહામારી વકરી શકે છે. ગુરુ અને શનિ મહારાજ ફરી એકવાર મકર રાશિમાં ભેગા થશે. આ પહેલા આ સંયોગથી કોરોના મહામારી આવી હતી. સપ્ટેમ્બરમાં સૂર્ય, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર ગ્રહ નું રાશિ પરિવર્તન થશે.

image soucre

આ પાંચ ગ્રહો ના અસરથી દેશમાં રાજકીય, આર્થિક અને સામાજિક ફેરફારો જોવા મળશે. તે ઉપરાંત ઘણી જગ્યાએ હવામાન અચાનક બદલાશે. ક્યાંક ભારે વરસાદ થશે તો ક્યાંક ગરમી વધવા લાગશે. આ ગ્રહોના ફેરફારથી ઘણા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ મહિને સૂર્ય ગ્રહ, બુધ ની રાશિમાં આવશે.

image source

જેના કારણે તેની શુભ અસર ઓછી નહીં થાય. મંગળ તેની શત્રુ રાશિમાં રહેશે. તેમજ બુધ ગ્રહ પોતાની મિત્ર રાશિમાં રહેશે. ગુરુ શત્રુ ગ્રહ શનિની સાથે રહેશે અને શુક્ર પોતાની જ રાશિમાં રહેશે. આ ગ્રહ સ્થિતિને કારણે દેશ અને દુનિયામાં ઉથલપાથલ થઈ શકે છે.

image source

સૂર્ય અને બુધ ની સ્થિતિ ને ધ્યાનમાં રાખતા ભેજના કારણે ઘણી જગ્યાએ બીમારીઓનું સંક્રમણ વધી શકે છે. તે સાથે ગુરુ અને શનિ ફરીથી એક જ રાશિમાં આવી જશે. જેનાથી મહામારી વધવાની પણ આશંકા છે. આ ગ્રહ સ્થિતિના કારણે દેશમાં શિક્ષણ અને ધર્મ સાથે સંબંધિત વ્યવસ્થાઓમાં સમસ્યા આવી શકે છે. આ ક્ષેત્રો સાથે સંબંધિત ફેરફાર પણ થવાની સંભાવના બની રહી છે.

image soucre

ઘણી જગ્યાએ મોટા વહીવટી ફેરફારો થઈ શકે છે. બુધ અને શુક્ર ના અસરથી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થઈ શકે છે. જો કે મોંઘવારી વધશે અને લોકો અસંતુષ્ટ રહેશે. મંગળના રાશિ પરિવર્તન થી ઘણી જગ્યાએ હિંસા અને આગ લાગી શકે છે. દેશની સૈન્ય શક્તિ પણ વધશે. પરંતુ કેટલીક જગ્યાએ ભૂંકપ અને ભૂસ્ખલન ની ઘટનાઓ થવાની આશંકા છે.

image source

આ મહિને ચૌદ સપ્ટેમ્બર ના રોજ દેવ ગુરુ બૃહસ્પતિ ટેઢી જ ચાલ ચાલતા એક રાશિ પાછળની તરફ એટલે કે મકરમાં આવી જશે. જેનાથી ફરીથી શનિ અને ગુરુ ની યુતિ બની જશે. આ અશુભ સ્થિતિ ની અશુભ અસર ઘણી રાશિઓ પર પડશે. તેના કારણે વૃષભ, કર્ક, કન્યા, ધન અને મીન રાશિના લોકો માટે સમય શુભ રહેશે. તેમજ મેષ, મિથુન, સિંહ, તુલા, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે.

image source

સપ્ટેમ્બરમાં શનિ ની ચાલમાં ફેરફાર નહીં થાય. આ ગ્રહ આ મહિને મકર રાશિમાં વક્રી રહેશે. અગાઉ મે મહિનાના છેલ્લા સપ્તાહમાં શનિ પોતાની રાશિ મકરમાં વક્રી થયો હતો. એટલે કે ત્યારથી ટેઢી ચાલ થી ચાલી રહ્યો છે. જેનાથી ઘણી રાશિના લોકો પરેશાન રહેશે. શનિ નું શુભ ફળ સિંહ, વૃશ્ચિક, અને મીન રાશિના લોકોને મળશે.