કોરોનાની મહામારીમાં પાણીપુરીની યાદ સતાવી રહી છે? તો અમદાવાદના આ વિસ્તારમાં આવી ગયુ છે હાઇજેનિક પાણીપુરી મશીન, જલદી જાણી લો તમે પણ

કોરોનાની મહામારીમાં પાણીપુરીની યાદ સતાવી રહી છે ? તો અમદાવાદમાં આવી ગયું છે હાઇજેનિક પાણીપુરી મશીન. માર્ચ મહિનાના અંતથી કોરોનાની મહામારીએ સમગ્ર ભારતમાં કાળો કેર વરતાવ્યો છે.

image source

અને કેન્દ્ર દ્વારા જ્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે શરૂઆતના દિવસોમાં તો બધું સામાન્ય રહ્યું પણ ધીમે ધીમે લોકોમાં વિવિધ વાનગીઓ ખાવાની તલબ લાગવા લાગી અને તેમાં સૌથી પહેલો નંબર કોઈ વાનગીનો આવે તો તે છે પાણીપુરીનો. પાણી પુરી માત્ર સ્ત્રીઓને જ નહીં પણ પુરુષોને પણ તેટલી પ્રિય છે. પણ હાલ જે સંજોગો ચાલી રહ્યા છે તે જોતા લોકો બહારનું ખાવાનું ઓછું જ પસંદ કરે છે અને પોતાના સ્વાસ્થ્યને લઈને કોઈ પણ જાતનું જોખમ લેવા નથી માગતા.

તેમ છતાં લોકો પોતાના પાણીપુરીનો ચસકતો છોડી શકે તેમ નથી. ઘરે ગમે તેટલી પાણી પુરી લોકો ખાઈ લે પણ બહારના ભૈયાજીના પાણીમાં જે સ્વાદ લોકોને મળે છે તેવી મજા નથી આવતી. પણ હવે અમદાવાદીઓએ પોતાની પાણી પુરીની લાલસાને મારવાની કોઈ જરૂર નથી રહી કારણ કે શહેરમાં આવી ગયું છે એક હાઇજેનિક પાણીપુરી મશીન.

image source

આ મશિન દ્વારા ગ્રાહકને તેમની પસંદગનું પાણી નોઝલ દ્વારા આપવામાં આવે છે. એટલે કે તેમાં પાણી પુરી વેચનાર વ્યક્તિએ પોતાનો હાથનો ઉપયોગ નથી કરવો પડતો. જો કે પાણીપુરીમાં મસાલો ભરવાનું કામ હાથથી જ કરવામા આવે છે. પણ તેમાં પણ વેચનાર દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવે છે.

આ મશિનના કારણે સોશિયલ ડિસ્ટસિંગનુ પણ પાલન થાય છે અને સ્વચ્છ હાઇજેનિક રીતે પાણીપુરીનો સ્વાદ પણ માણી શકાય છે. આ મશિન અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં છે. અહીં રહેતા અભિજીત પ્રિયદર્શની નામના વ્યક્તિએ અને તેમના પત્નીએ 4 લાખ રૂપિયાનો ખર્ચો કરીને પાણીપુરીનું આ મશીન વસાવ્યું છે. આમ તેઓ પોતાનો ધંધો પણ ચાલુ રાખી શકશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરી શકશે.

image source

આમ લોકોને તેમને ત્યાં પાણી પુરી ખાવા આવતા સ્વાસ્થ્યની ચિંતા પણ નહીં થાય અને પાણીપુરીનો સ્વાદ પણ માણી શકશે. અભિજીત ભાઈનો મુખ્ય વ્યવસાય તો ઇવેન્ટ મેનેજમેન્ટ અને ટૂર એન્ડ ટ્રાવેલ્સનો છે, પણ કોરોનાની મહામારીના કારણે હાલ બિઝનેસ થોડો નબળો ચાલી રહ્યો છે અથવા ઠપ થઈ ગયો છે તેવું પણ કહી શકાય. માટે કમાણી ચાલુ રાખવા માટે અભીજીતભાઈએ આ ઉપાય શોધી કાઢ્યો છે અને પોતાના પત્ની સાથે પાણીપુરીનો વ્યવસાય શરૂ કર્યો છે.

image source

પણ જ્યારે તેમણે પાણીપુરીના વ્યવસાયનો વિચાર આવ્યો ત્યારે પણ તેમને કોરોનાની મહામારી તો નડી જ કારણ કે પાણી પુરીના વ્યવસાયમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું મુશ્કેલ બને છે. છેવટે તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમા રાખીને પાણીપુરીનું આ મશીન બનાવડાવ્યું અને શરૂ કરી દીધો પાણીપુરીનો ધંધો. કેટલાક લોકો પાણીપુરીના સ્વાદથી આકર્ષાઈને પાણી પુરી ખાવા આવે છે તો કેટલાક લોકો આ મશીન દ્વારા જે સ્વચ્છતા જળવાય છે તેનાથી આકર્ષાઈને પાણીપુરી ખાવા આવે છે. આ વિસ્તારમાં હાલ પાણીપુરીનું આ હાઇજેનિક મશીન ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

source :dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત