વાળને સિલ્કી બનાવવાની આ રીત છે ખુબ જ અનોખી, આજે જ વાંચો આ લેખ અને જાણો આ ઘરેલુ જેલ તૈયાર કરવાની રીત…

મિત્રો, જો તમારા વાળ કર્લી હોય અને તેને જો તમે સ્ટાઇલિશ બનાવવા ઈચ્છતા હોવ તો તેની સાર-સંભાળ પાછળ તમારે ઘણી બધી મહેનત કરવી પડે છે. આ વાંકળિયા વાળને સ્ટાઈલીશ બનાવવા માટે તમારે સીરમ અને કર્લ ક્રીમનો ઉપયોગ કરવો પડે છે. આ બન્ને જ તમારા વાળને હાઇડ્રેટેડ રાખવાની સાથોસાથ તમારા વાળને યોગ્ય પોષણ પણ આપે છે.

image source

પરંતુ, તમને જણાવી દઈએ કે, જો આ વસ્તુઓ વધારે પ્રમાણમા લગાવવામાં આવે તો તેના કારણે તમારે અનેકવિધ પ્રકારના નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે. મોટાભાગના લોકો કેમિકલ આધારિત હેર જેલનો ઉપયોગ કરે છે પરંતુ, તેમને એ વાતનો ખ્યાલ નથી હોતો કે, આ જેલ તેમના માટે કેટલુ હાનીકારક સાબિત થઇ શકે છે.

બજારમા મળતા આ તમામ હેર જેલમાં સિલિકોન સમાવિષ્ટ હોય છે, જે તમારા વાળ માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે. હાલ, આજે આ લેખમા અમે તમારા માટે ઘરે હેર જેલ બનાવવાની રીત લાવ્યા છીએ. આ ઘરેલુ હેર જેલથી તમને કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી અને તમારા વાળ પણ એકદમ સુરક્ષિત રહે છે. તો ચાલો તેને તૈયાર કરવાની અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પદ્ધતિ જાણીએ.

image source

અળસીના બીજમા પુષ્કળ માત્રામા વિટામિન-ઇ અને ઓમેગા-3 ફેટી એસિડ સમાવિષ્ટ હોય છે, જે તમને શુષ્ક વાળની સમસ્યાથી મુક્તિ અપાવવામા સહાયરૂપ સાબિત થાય છે. આ અળસી તમારા સૂકા વાળને યોગ્ય પ્રમાણમા પોષણ આપે છે. આ સિવાય તે સૂર્યપ્રકાશના કારણે તમારા વાળને પહોંચતા નુકશાન સામે પણ તમને રક્ષણ આપે છે.

હેરજેલ બનાવવા માટેની સામગ્રી :

અળસી : ૧/૩ બાઉલ, પાણી : ૨ બાઉલ, મધ : ૧/૨ બાઉલ, માખણ : ૧ બાઉલ, ગ્લાસ અથવા કન્ટેનર : ૧ નંગ

કેવી રીતે કરવુ તૈયાર?

image source

સૌથી પહેલા તો તમે એક પાત્રમા અળસી લઇને તેને ઉકાળો. ત્યારબાદ તેને અમુક સમયના અંતરે ચમચી વડે હલાવતા રહો અને તેને ઘટ્ટ કરો. જ્યારે આ પાણી એકદમ ઘટ્ટ થઈ જાય ત્યારે તમારા ગેસને બંધ કરી દો અને તેને ગાળીને અલગ કરો. હવે આ પાણીને ૨૦-૨૫ મિનિટ સુધી ઠંડુ થવા દો. ત્યારબાદ મધ અને શીયા બટરને એકસાથે મિક્સ કરો. આ મિશ્રણ ઠંડુ થઇ જાય એટેલે તેને ફ્રિજમાં રાખો. ત્યારબાદ આ જેલને તમારા ભીના વાળ પર લગાવો અને તેને સુકાવા દો.

અળસી સિવાય ભીંડામાં પણ પ્રોટીન અને વિટામિન્સ સહિત અનેક પ્રકારના પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. તે તમારા વાળને યોગ્ય માત્રામા પોષણ આપવાનું કામ કરે છે. તે તમારા વાળને જરૂરી માત્રામા પ્રોટીન પણ આપે છે અને તમારા વાળને એકદમ ચમકદાર પણ બનાવે છે.

image source

જો તમે ઈચ્છો તો ભીંડાની મદદથી પણ ઘરેલુ હેરજેલ તૈયાર કરી શકો છો. આ માટે સૌથી પહેલા તો ભીંડાને સાફ પાણીથી ધોઈ લો. ત્યારબાદ તમે તેના નાના-નાના ટુકડા કરી લો. ત્યારબાદ તે ભીંડાને પાણીમાં નાખો અને તેને પાણીમા ખુબ જ સારી રીતે ઉકાળો.

એક વાટકીમાં ભીંડાને યોગ્ય રીતે ગાળી લો અને પાણીમાં ગ્રેપસીડ ઓઈલ અને વિટામિન-ઇ ઓઈલ મિક્સ કરો. ત્યારબાદ આ જેલને મિક્સ કરીને ફ્રિજમા સાચવીને રાખી દો. આ મિશ્રણને ભીના વાળ પર લગાવો અને તેને થોડા સમય માટે સુકાવા દો. આ મિશ્રણના ઉપયોગથી તમારા વાળ એકદમ સિલ્કી અને મુલાયમ બની જશે.