નવરાત્રિમાં આ તંત્ર મંત્રો અને જ્યોતિષ ના ઉપાયો અજમાવવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે, વાંચો આ લેખ અને જાણો

નવરાત્રીમાં સૌભાગ્ય અને તમામ પ્રકારનાં સુખ શાંતિ માટે શ્રી દુર્ગા સપ્તશતી ના કેટલાંક પ્રભાવશાળી મંત્ર છે, જેને દરરોજ એક માળા જાપ કરીને માતાજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીના પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે માતાજીને પ્રસન્ન કરવા માટે દુર્ગા સપ્તશતીનો પાઠ જરૂરી છે. જો તમે આખી દુર્ગા સપ્તસતીનો પાઠ ન કરી શકતા હોવ તો તેના કેટલાંક મંત્રોનો જાપ કરીને પણ તમે શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો.

image soucre

મંત્ર :

  • देहि सौभाग्य मा रोग्य्म देहि में परमं सुखम,
  • रूपम देहि जयम देहि यशो देहि द्विषो जहि।।

મંત્ર :

  • ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे।
image soucre

અવું કહેવામાં આવે છે દેવી શક્તિ નવ દિવસ સુધી મનુષ્ય લોકમાં ભ્રમણ કરવા આવે છે. આ દિવસોમાં કરવામાં આવેલી ઉપાસના-આરાધનાથી દેવી ભક્તો પર પ્રસન્ન થાય છે. આ વખતે ચૈત્રી નવરાત્રીમાં નવ નોરતા છે કેમ કે, આ વખતે સાતમ અને આઠમ એક જ દિવસે છે. આ દરમિયાન હેરાન થતા લોકો વિભિન્ન સંકટોથી બચવા માટે કેટલાંક ઉપાય કરી શકે છે.

મંત્ર બોલતી વખતે રાખવી સાવધાની :

દુર્ગા સપ્તશતીના મંત્રો ઉચ્ચારણની સાથે જાપ કરવા જોઈએ. જો તમે ઉચ્ચારણ બરાબર રીતે ન કરી શકતા હોવ તો કોઈ સારા બ્રાહૃમણ પાસેથી મંત્રનો જાપ કરાવવો, નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

image soucre

ગરીબી દૂર કરવા માટેનો મંત્ર :

  • दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तो: स्वस्थै: स्मृता मतिमतीव शुभां ददासि।
  • दारिद्रयदु:खभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता।।

ખરાબ નજરથી બચવા માટેનો મંત્ર :

  • शूलेन पाहि नो देवि पाहि खड्गेन चाम्बिके।
  • घण्टास्वनेन न: पाहि चापज्यानि:स्वनेन च।।

તમામા સમસ્યાને દૂર કરવાનો મંત્ર :

  • देवि प्रपन्नार्तिहरे प्रसीद प्रसीद मातर्जगतोखिलस्य।
  • प्रसीद विश्वेश्वरी पाहि विश्वं त्वमीश्वरी देवि चराचरस्य।।

મંત્ર જાપ કરવાની વિધિ :

image source

નવરાત્રીમાં દરરોજ સવારે વહેલા ઉઠીને એકદમ સ્વચ્છ વસ્ત્ર પહેરી ને સૌથી પહેલા માં દુર્ગાની પૂજા કરવી. તેના પછી ઘર કે મંદિરમાં અથવા કોઈ અન્ય દેવી મંદિરમાં આસાન પાથરીને તેના પર બેસીને મંત્રો જાપ કરવા. મંત્ર જાપ કરવા માટે લાલ ચંદન ની મોતી વાળી માળા નો ઉપયોગ કરવો. તેમજ ઓછામાં ઓછા એકસો આઠ વખત મંત્ર નો જાપ કરવો.