જાણો આજનું પંચાંગ અને રાશિફળ, આ રાશિના જાતકોને મળેલી તક હાથતાળી દઈને જતી રહે તો નવાઈ નહીં

*તારીખ ૧૭-૧૧-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- તેરસ ૦૯:૫૨ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *નક્ષત્ર* :- અશ્વિની ૨૨:૪૪ સુધી.
  • *યોગ* :- વ્યતિપાત ૨૬:૧૭ સુધી.
  • *કરણ* :- તૈતિલ,ગર.
  • *સૂર્યોદય* :- ૦૬:૫૧
  • *સૂર્યાસ્ત* :-૧૭:૫૬
  • *ચંદ્ર રાશિ* :- મેષ
  • *સૂર્ય રાશિ* :-વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વૈકુંઠ ચતુર્દશી ઉપવાસ,લાલા લજપતરાય પુણ્યતિથિ.

*મેષ રાશિ*

કાર્યબોજ વધતો જણાય. આવકમાં વૃદ્ધિ થાય.પારિવારિક સાનુકૂળતા બની રહે.લાભની તક.વ્યવસાયિક લાભ થાય.

  • *શુભ રંગ* લાલ
  • *શુભ અંક* ૮

*વૃષભ રાશી*

પ્રવાસ મુસાફરી ના સંજોગ. સ્થાયી સંપત્તિ નો પ્રશ્ન અટવાતો જણાય.પારિવારિક મતભેદ/ મનભેદ ટાળવા હિતાવહ.મળેલી તક હાથતાળી આપતી જણાય.

  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય.કાર્યક્ષેત્રે જવાબદારી વધે. કૌટુંબિક તણાવનો અંત થતો જણાય.મળેલી તક સરકે નહીં તે જોવું.

  • *શુભરંગ*:- વાદળી
  • *શુભ અંક*:-૧

*કર્ક રાશિ*

સામાજિક કાર્યથી વ્યસ્તતા વધે. નિરાશા દૂર થતી જણાય. જમીન-મકાન બાબતનો ઉકેલ મળતો જણાય.બીમારીથી સંભાળવું.

  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*: ૫ આ

*સિંહ રાશી*

વાહન મિલકતનો પ્રશ્ન ગુંચવાતો જણાય.જીદ છોડવી.સંતાનની ચિંતા દૂર થાય.પ્રતિકૂળતામાં થી માર્ગ મળતો જણાય.

  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :-૨

*કન્યા રાશિ*

ગૃહજીવનમાં સંવાદિતા સર્જાય. અવરોધ દૂર થતો જણાય. પ્રગતિની તક.નોકરી-ધંધાના ક્ષેત્રે અનુકૂળતા બનતી જણાય.

  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:-૪

*તુલા રાશિ*

આર્થિક પ્રશ્નનો હલ મળે.કાર્ય સફળતા માટે મહેનત વધારવી. ગૃહજીવનમાં મતભેદો ટાળવા. સાનુકૂળતા બને.

  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

નોકરી-ધંધામાં હરીફ થી સાવધ રહેવું.વ્યવસાયિક પ્રયત્ન સફળ બનતાં જણાય.લાભની તક. અકસ્માત પડવા-વાગવાથી સાવધ રહેવું.

  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

સંતાનના અભ્યાસ વેવિશાળ અંગે ચોક્કસ નિર્ણય લઈ શકો. નાણાભીડ ચિંતા રખાવે. કુટુંબમાં આનંદનું વાતાવરણ જણાય.

  • *શુભરંગ*:-નારંગી
  • *શુભઅંક*: ૯

*મકર રાશિ*

સ્થાયી સંપત્તિ વાહનના સંજોગ બને.ચર્ચા વિચારણા થઇ શકે. દાંપત્ય જીવનમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહે.

  • *શુભ રંગ* :-લીલો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

ભાગ્ય યોગે સાનુકૂળતા.ધર્મકાર્ય/ પ્રવાસના સંજોગ. નાણાકીય લેવડદેવડ સચવાય.ખટપટ થી સાવધ રહેવું.

  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:-૯

*મીન રાશિ*

સમસ્યા સુલઝાવી શકો.આવક ઉઘરાણી પ્રાપ્ત થઈ શકે.કાર્યલાભ વિલંબિત જણાઈ.તણાવ દુર થાય.કરજ થી દૂર રહેવું.

  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૩