આ દિવસોમાં ઘરની બહાર નિકળતા પહેલા વિચારજો, હવામાન વિભાગે કરી છે ભારે વરસાદની આગાહી

તેલંગાણા અને મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં વરસાદ ત્રાટકશે. આ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં 15થી 17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

image source

જેમાં 16 અને 17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 17 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 થી 17 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.વરસાદની આગાહીની પગલે ખેડૂતોમાં ચિંતા વધી છે. આ વર્ષે ચોમાસામાં ઘણા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.

દક્ષિણ ગુજરાત થશે વધુ અસર

image source

આ અંગે હવામાન ખાતાના ડાયરેક્ટર શુભાંગી ભૂતેએ એવી માહિતી આપી હતી કે બંગાળના અખાતમાં સર્જાયેલા હવાના હળવા દબાણનું કેન્દ્ર આજે ડિપ્રેશનમાં ફેરવાઇને થોડું મંદ પડયું હતું. સાથોસાથ તે આજે પ્રતિ કલાકે ૩૨ કિલોમીટરની ગતિએ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. હવે આ ડીપ્રેશન આવતા ૧૨ કલાક દરમિયાન આ જ દિશામાં વધુ આગળ વધીને કર્ણાટક અને મહારાષ્ટ્ર તરફ સરકશે. સાથોસાથ મંદ પણ પડશે. આમ છતાં આ જ સિસ્ટમ ૧૬, ઓક્ટોબરે સવારે મહારાષ્ટ્રમાં અરબી સમુદ્રમાં વધુ તીવ્ર બનશે અને દક્ષિણ ગુજરાત ભણી પણ જશે.

16 અને 17 ઓક્ટોબરે વરસાદની આગાહી

image source

ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવી શકે છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 15થી 17 ઓક્ટોબર વચ્ચે ફરી એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે.

image source

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પાછોતરો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 44.18 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સિઝનનો 135 ટકા કરતા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. વરસાદની આગાહીના પગલે શિયાળાના પાકને ભારે નુકશાન થવાની શક્યતા છે.

મુંબઇ માટે ઓરેન્જ એલર્ટ

image source

બદલાઇ રહેલાં કુદરતી પરિબળોની તીવ્ર અસરથી આવતા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ કોંકણનાં રત્નાગિરિ અને સિંધુ દુર્ગ જિલ્લામાં અતિ ભારે વર્ષા થશે. આવતા ૨૪ કલાક માટે આ બંને જિલ્લા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. સાથો સાથ આવતા ત્રણ દિવસ(૧૫,૧૬,૧૭-ઓક્ટોબર) દરમિયાન પાલઘર,થાણે અને રાયગઢ માટે યલો એલર્ટ(ભારે વર્ષા), આવતીકાલે મુંબઇ માટે ઓરેન્જ એલર્ટ (અતિ ભારે વરસાદ) અને ૧૬ ઓક્ટોબર માટે યલો એલર્ટ(ભારે વરસાદ) જાહેર કરવામાં આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત