ફરાઝની મદદ માટે ભેગા કરાયા 13 લાખથી વધુ રૂપિયા, આ સ્ટાર્સ આવ્યા મદદ માટે આગળ

બોલિવૂડ એક્ટર ફરાઝ ખાન બેંગલુરુની હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ છે અને તેની સ્થિતિ ઘણી જ ગંભીર છે. ફરાઝને બ્રેન ઈન્ફેક્શન તથા ન્યૂમોનિયા થયો છે. પરિવારે તથા પૂજા ભટ્ટે ટ્વિટ કરીને આર્થિક મદદ માટે અપીલ કરી હતી. અભિનેતાની સારવાર માટે 25 લાખ રૂપિયાની જરૂર છે.

image source

તેમાંથી 4 લાખની વ્યવસ્થા થઈ હતી અને હવે 13 લાખ રૂપિયાનું ફંડ સલમાન ખાન, પૂજા ભટ્ટ અને અન્ય 653 લોકોએ મળીને એકઠું કર્યું છે. સાથે જ સલમાન ખાને મદદના ભાગરૂપે ફરાઝ ખાનનું હોસ્પિટલનું બિલ ચૂકવ્યું હોવાની વાત પણ સામે આવી છે. સલમાન ખાને ફરાઝના મેડિકલ બિલના પૈસા ભર્યા છે. આ વાતની માહિતી એક્ટ્રેસ તથા કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહે સોશિયલ મીડિયામાં આપી હતી.

શું કહ્યું કાશ્મીરાએ?

કાશ્મીરાએ કહ્યું હતું, ‘સલમાન ખાન તમે સાચે જ મહાન વ્યક્તિ છો. ફરાઝ ખાનની દેખરેખ તથા તેના મેડિકલ બિલ માટે આભાર. એક્ટર ફરાઝ ખાન ક્રિટિકલ પરિસ્થિતિમાં છે અને સલમાન ખાન તેની સાથે ઊભો છે. તે અન્ય લોકોની જેમ મદદ કરે છે તે જ રીતે તે ફરાઝની મદદ કરી રહ્યો છે. હું આજે અને હંમેશાં તેની ચાહક છું. જો લોકોને આ પોસ્ટ પસંદ ના આવે તો મને તેની પરવા નથી. તમારી પાસે મને અનફોલો કરવાનું ઓપ્શન છે. મને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં હું જેટલા પણ વ્યક્તિઓને મળી છું, તેમાંથી સલમાન ખાન સૌથી સાચો વ્યક્તિ છે.’

આ પહેલા પૂજા ભટ્ટે ટ્વીટ કરી હતી

એક્ટ્રેસ પૂજા ભટ્ટે ટ્વીટ કરીને કહ્યું હતું, પ્લીઝ શૅર કરો અને શક્ય હોય તો યોગદાન કરો.’

આર્થિક મદદ માગી હતી

ફરાઝના ફેમિલી મેમ્બર્સ ફહાદ અબાઉશર તથા અહદમ શમૂને એક ફંડ રાઈઝર વેબસાઈટના માધ્યમથી આર્થિક મદદની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું, ‘મારો પ્રિય ભાઈ, મિત્ર તથા પ્રેમાળ કલાકાર આજે જીવન-મોતની વચ્ચે છે. તેણે અનેક વર્ષો કળા જગતને આપ્યા છે અને કેમેરાની સામે બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે, જોકે, આજે તેને તમારી મદદની જરૂર છે. મહેરબાની કરીને ફરાઝની સારવાર માટે પૂરતા પૈસા ભેગા કરવામાં અમારી મદદ કરો.’

image source

પોસ્ટમાં વધુ લખવામાં આવ્યું હતું, ‘ફરાઝને છેલ્લાં એક વર્ષથી ઉધરસ તથા છાતીમાં ઈન્ફેક્શન હતું. હાલમાં જ ઉધરસ વધી ગઈ તો તેણે વીડિયો કૉલથી ડોક્ટર્સ સાથે વાત કરી હતી. આઠ ઓક્ટોબરે જ્યારે ડૉક્ટર્સે તેની હાલત જોઈ તો હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપી હતી. ત્યારબાદ અમે એમ્બ્યુલન્સ બોલાવી હતી. જોકે, પછી જે થયું તેનાથી અમે ડરી ગયા હતા. એમ્બ્યુલન્સ હજી તો રસ્તામાં હતી અને ફરાઝને ઘરે અટેક આવ્યો હતો. તે અચાનક બેકાબૂ થઈને હલવા લાગ્યો હતો. એમ્બ્યુલન્સ આવી અને સ્ટ્રેચરમાં ફરાઝને સૂવડાવવામાં આવ્યો ત્યારે તેને બીજો અટેક આવ્યો હતો. વિક્રમ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે રસ્તામાં ફરાઝને ત્રીજો અટેક આવ્યો હતો. હોસ્પિટલ આવ્યા બાદ અમને ખ્યાલ આવ્યો કે મગજમાં હર્પીઝનો ચેપ લાગ્યો હોવાને કારણે તેને અટેક આવતા હતા. ચેપ છાતીથી મગજ સુધી ફેલાઈ ગયો છે.’

સારવાર પાછળ 25 લાખ રૂપિયા ખર્ચ થશે

image source

પોસ્ટ પ્રમાણે, ડૉક્ટર્સે સાતથી દસ દિવસ સુધી ફરાઝને ICUમાં રાખવાનું કહ્યું છે, જે પાછળ 25 લાખ રૂપિયા થશે. ફરાઝ છેલ્લાં ઘણાં વર્ષોથી ફિલ્મમાં કામ કરતો નથી અને તેથી જ તેના માટે 25 લાખ રૂપિયાની રકમ બહુ જ મોટી છે.

પરિવારના સભ્યોએ કહ્યું હતું, ‘ડૉક્ટર્સે કહ્યું છે કે ફરાઝ સાજો થઈને પોતાનું સામાન્ય જીવન જીવી શકે છે પરંતુ તે ત્યારે જ શક્ય છે જ્યારે તેને ICUમાં જરૂરી સારવાર મળ્યા બાદ યોગ્ય રીતે મેડકિલ કેર મળે.’

ફરાઝ કેરેક્ટર આર્ટિસ્ટ યુસુફ ખાનનો દીકરો

image source

ફરાઝ ખાન વિતેલા સમયના કેરેક્ટર આર્ટિસ્ટ યુસુફ ખાન (‘અમર અકબર એન્થોની’ ફૅમ જેબિસકો)નો દીકરો છે. તેણે રાની મુખર્જીની ફિલ્મ ‘મહેંદી’ (1998)માં લીડ રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત તેણે ‘ફરેબ’, ‘પૃથ્વી’, ‘દિલ ને ફિર યાદ કિયા’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત