ડિવોર્સ બાદ વધુ ખુબસુરત દેખાવા લાગી છે આ ટી.વી. સીરીયલની અભિનેત્રી, જુઓ આ મનમોહક તસ્વીરો…

મિત્રો, ટીવી સીરીયલમા ખુબ જ સુપરહિટ રહેલી સીરીયલ “બેહદ અને બેપ્નાહ” જોતા જ હશો. આ સીરીયલમાં મુખ્ય
ભૂમિકામા કામ કરનારી અભિનેત્રી જેનિફર વિંજેટને તમે ઓળખતા જ હશો. તે હાલ તેના સ્ટાઇલિશ લૂક અને સુંદર
દેખાવના લીધે ખુબ જ પ્રચલિત થઈ છે. તે તેના ખુબ જ સારા અભિનય અને ફેશનના કારણે ખુબ જ ચર્ચામાં અને
હેડલાઈન્સ માં રહેતી આવી છે અને તેની ડ્રેસિંગ સેન્સ પણ ખુબ જ ગજબની છે.

image source

આપણે આ ટીવી અભિનેત્રીની વિશે વાત કરવા જઈએ તો તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે અને પોતાના સુંદર ફોટા શેર કરતી રહેતી હોય છે. આ અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના ખુબ જ સુંદર ફોટાઓથી ભરેલુ છે. તે પછી ભલે તે પશ્ચિમી કે પરંપરાગત પોશાક હોય તે દરેક કપડા ખુબ જ સુંદર અને ફીટ લાગે છે. તે તેના આ સુંદર ફોટો ને લીધે ખુબ પ્રચલિત થઈ છે જેના કારણે વારંવાર ચર્ચામાં કે હેડલાઈન્સમાં જોવા મળતી હોય છે.

image source

તમને જાણતા નવાઈ લાગશે કે આ અભિનેત્રીને સોશ્યલ મીડિયા પર ૯ મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. તે તેના
સોશિયલ મીડિયા પર લાખો-કરોડો ચાહકો ધરાવે છે. આ અભિનેત્રીએ અનેકવિધ ટીવી સીરીયલમા કામ કર્યું છે અને મુખ્ય ભૂમિકામાં જોવા મળી છે.

image source

તેણે દિલ મિલ ગયે, સરસ્વતિચંદ્ર, બેહદ, બેપ્નાહ, બેહદ-૨ જેવી ઘણી ટીવી સિરિયલોમા કામ કર્યુ છે. તેણે ટીવી સીરીયલ સિવાય હિન્દી ફિલ્મોમા પણ કામ કર્યુ છે. આ અભિનેત્રીએ વર્ષ ૨૦૧૨મા પ્રખ્યાત અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા પરંતુ, કોઈ કારણસર બે વર્ષ પછી તેમના સંબંધોમાં અણબનાવને કારણે તે બંનેએ વર્ષ ૨૦૧૪મા છૂટાછેડા લઈ લીધા હતા. હવે તે કરણથી અલગ થઈને એકલા જીવન પસાર કરી રહ્યા છે અને જીવી રહ્યા છે.

image source

આગળ વાત કરીએ તો આ અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે હમેશા જોડાયેલી રહેતી હોય છે. તમને જણાવી દઈએ કે તેનો જન્મ ૩૦ મે ૧૯૮૫ ના રોજ થયો હતો. તેણીએ વર્ષ ૧૯૯૭ થી ટીવી સીરીયલમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી જ સતત મનોરંજન ટીવી સીરીયલ સાથે સંકળાયેલી છે અને તમને જણાવી દઈએ તે છેલ્લે સીરીયલ બેહદ ૨ માં જોવા મળી હતી. જો કે તેમના ચાહકોએ આ સિરિયલ બહુ વધારે પસંદ નહોતી કરી પરંતુ, તે સીરીયલનો પહેલો ભાગ તેમના ચાહકોને ખુબ જ પંસદ આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત