એક સમયે આમનું એક્ટિંગ કરીયર હતું ટોચ પર પણ આજે નથી જોવા મળતા ટીવી પર…

આ 8 સેલિબ્રિટી આજે નાના પડદા પરથી થઈ ગયા છે ગાયબ, પણ એક સમયે આમનું એક્ટિંગ કરીયર હતું ટોચ પર.

આજે અમે તમને નાના પડદાના સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમને પોતાના પહેલા ટીવી સીરિયલમાં જ જબરદસ્ત સ્ટારડમ મેળવ્યું હતું. પણ એમને ટીવી ઇન્ડસ્ટ્રીને ત્યારે જ અલવિદા કહી દીધું જ્યાંરે એ પોતાના કરિયરમાં ટોચ પર હતા. તો ચાલો જાણી લઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં.

હુસેન કુવાજેરવાલા

image source

નાના પડદા પર ચોકલેટી બોયના નામે લોકપ્રિય થયેલો હુસેનને લોકપ્રિય ટીવી સિરિયલ ક્યોંકી સાસ ભી કભી બહુ થી અને કુમકુમથી ઘર ઘરમાં ઓળખ મળી હતી. એ એક ટેલેન્ટેડ એકટર હોવાની સાથે સાથે એક ખૂબ જ સારો હોસ્ટ પણ હતો. દર્શકોનો ઘણો બધો પ્રેમ અને સ્ટારડમ મળ્યા પછી પણ હુસેન ટીવીથી દૂર જતા રહ્યા હતા. છેલ્લીવાર વર્ષ 2017માં શો સજન રે જુઠ મત બોલોમાં દેખાયા હતા.

અમિત વર્મા.

image source

ટીવી સિરિયલ ખીચડી અને હોટલ કિંગસ્ટનમાં પોતાની દમદાર ભૂમિકાથી જાણીતા બનેલા અમિત શર્માની એક્ટિંગને દર્શકોએ ખૂબ જ પસંદ કરી બતી. એમને એક થિયેટર આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. નાના પડદા ઉપરાંત અમિત શર્માએ કિસ્મત કનેક્શન, ડિટેકટિવ નાની અને સિંઘમ રીટર્નસ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું પણ એમને એ સ્ટારડમ ન મળ્યું જે મળવું જોઈતું હતું.

સીઝેન ખાન.

image source

ટીવી સિરિયલ કસોટી જિંદગી કીના અનુરાગ બાસુને આજ સુધી દર્શકો ભૂલી નથી શક્યા. અનુરાગ બાસુનો રોલ પ્લે કરનાર સીઝેન ખાનને ફેન્સ ખૂબ જ પસંદ કરતાં હતાં. આ સીરિયલના કારણે સીઝેન ખાનને લોકપ્રિયતા મળી. આ સીરિયલમાં સીઝેન ખાન અને શ્વેતા તિવારીની જોડી લોકોને ખૂબ જ પસંદ પડી હતી. પણ જેવી આ સિરિયલ પુરી થઈ કે સીઝેન ખાન પણ નાના પડદા પરથી અચાનક ગાયબ જ થઈ ગયા. છેલ્લી વાર સીઝેન ખાન વર્ષ 2009માં સિરિયલ સીતા ઓર ગીતામાં દેખાયા હતા. કહેવામાં આવે છે કે આટલી ફેન ફોલોઇંગ અને આટલું સ્ટારડમ મળ્યા પછી પણ સીઝેન ખાને ટીવીને અલવિદા કહી દીધું.

પવન શંકર

image source

ટીવી સિરિયલ સિદ્ધાંતમાં એડવોકેટ બનેલા સિદ્ધાંતનો રોલ કરનારા પવન શંકરને પણ ખૂબ સ્ટારડમ મળ્યું. આ સિરિયલથી ન ફક્ત એમને નામ મળ્યું પણ આ પાત્રના કારણે એમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. એમને કેટલીક સીરિયલમાં કામ કર્યું પણ વર્ષ 2012 પછી પવન શંકર નાના પડદા પરથી ગાયબ જ થઈ ગયા.

અર્જુન પુંજ.

image source

ફેમસ ટીવી સિરિયમ સંજીવનીમાં ડૉ, અમનનું પાત્ર ભજવનાર અર્જુન કુંજને આજ સુધી કોઈ ભૂલી નથી શક્યું. જ્યારે આ સિરિયલ ઓનએર હાંફી ત્યારે પોતાના ચુલબુલા પાત્રથી તેમને ફેન્સનું દિલ જીતી લીધું હતું. આ અર્જુનની પહેલી ટીવી સીરિયલ હતી. પોતાની પહેલી જ સીરિયલમાં એમને ઘણી લોકપ્રિયતા મળી. એમની એક્ટિંગને દર્શકોને ઘણી પસંદ કરી હતી. એ સિરિયલ પછી અર્જુને અન્ય કેટલીક ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ પણ કર્યું પણ એમને એટલું સ્ટારડમ ન મળ્યું. છેલ્લીવાર અર્જુન વર્ષ 2014માં ટીવી સિરિયલ દિયા ઓર બાતીમાં દેખાયા હતા. એ પછી અર્જુને ટીવી અને ફિલ્મોને બાય બાય કરી દીધું હતું.

એકતા કોલ.

image source

એક્ટ્રેસ એકતા કોલે રબ સે શોના ઇશ્કથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પણ એમને લોકપ્રિયતા સિરિયલ મેરે અંગને મેં અને બડે અચ્છે લગતે હેથી મળી. વર્ષ 2017 પછી એકતાએ નાના પડદાથી બ્રેક લીધો છે. એવી ખબર છે કે એકતાએ થોડા મહિના પહેલા જ એક ક્યૂટ બેબી બોયને જન્મ આપ્યો છે.

અરહાન બહલ.

image source

અરહાન બહલે ટીવી સિરિયલ મન કી આવાજ પ્રતિજ્ઞામાં રઘુનું પાત્ર ભજવ્યું હતું. એમના આ પાત્રને દર્શકોએ ઘણું વખાણયુ હતું. આ સીરિયલે એમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. આ સિરિયલ પછી બીજી સીરિયલમાં પણ એમને એક્ટિંગની તક મળી હતી પણ એ સ્ટારડમ ન મળ્યું જે એમને મન કી આવાજ પ્રતિજ્ઞાથી મળ્યું હતું. એ પછીએ ટીવીમાંથી ગાયબ જ થઈ ગયા. હાલમાં જ અરહાન સિરિયલ યે જાદુ હે જિન કામાં એક જિનનો રોલ કરતા દેખાયા હતા.

જિયા માણેક.

image source

ઘર ઘરમાં લોકપ્રિય સિરિયલ સાથ નિભાના સાથિયામાં ગોપી વહુનું પાત્ર ભજવનારી જિયા માણેકને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો. એ પછી જિયા માણેકને લીડ રોલ વાળી સિરિયલ ન મળી જેના દ્વારા એ પહેલાં જેવું સ્ટારડમ મેળવી શકે. સાંભળવામાં આવ્યું છે કે જિયા માણેક બિગ બોસ 14માં એક કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી શકે છે, પણ આ ખબરમાં કેટલું સત્ય છે એ તો બિગ બોસ શરૂ થયા પછી જ ખબર પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત