વાહ વાહ, આવી ગયું મેદસ્વીપણું ઘટાડવાનું જોરદાર મશીન, હવે તમે ઘટાડી શકશો વજન અને થઈ જશો એકદમ ફિટ

મેદસ્વીપણાથી સંઘર્ષ કરતા લોકો હંમેશાં એવા પ્રયત્નોમાં હોય છે કે વધુ કસરત કર્યા વિના વજન ઓછું કેમ કરવું. જો કે આવું થતું નથી. પરંતુ મેદસ્વીપણામાથી વજન ઘટાડવા માટે એક નવી તકનીકની શોધ થઈ છે, જેના પર લોકો સરળતાથી વિશ્વાસ કરશે નહીં. કારણ કે આ તકનીક જ એવી છે કે જાણીને તમને નવાઈ લાગશે.

image source

આ ઉપકરણનો ઉપયોગ કરીને સહભાગીઓએ બે અઠવાડિયામાં સરેરાશ 6.36 કિલો વજન ઓછું કર્યું છે. ડેઇલી મેઇલ ડોટ કોમના સમાચારો અનુસાર વૈજ્ઞાનિકોએ વજન ઘટાડવાનું ઉપકરણ બનાવ્યું છે જે મેગ્નેટ અને લોકીંગ બોલ્ટ્સનો ઉપયોગ કરીને દાંતને એક સાથે જોડવા માટે કરે છે.

image source

ન્યુઝીલેન્ડની ઓટોગો યુનિવર્સિટીના સંશોધકો દ્વારા બનાવવામાં આવેલ ડેન્ટલસ્લિમ ડાયેટ કંટ્રોલનો ઉપયોગ ડેન્ટલ પ્રોફેશનલ દ્વારા ઉપર અને નીચેના દાંત પર કરવામાં આવે છે. આ ઉપકરણ પહેરેલી વ્યક્તિ લગભગ 2 મીમી સુધી તેનું મોં ખોલી શકે છે. તેમને પ્રવાહી આહાર સુધી મર્યાદિત રાખે છે, પરંતુ વાત કરવામાં કે શ્વાસ લેવાની સમસ્યા રહેશે નહીં.

image source

એકવાર દાંતમાં ફીટ થઈ ગયા પછી ઉપકરણનો ઉદ્દેશ નક્કર ખોરાક ખાવાથી અટકાવવાનો છે. ડિવાઇસના ઉત્પાદકોએ તેને ‘બિન-આક્રમક’ તરીકે વર્ણવ્યું છે, એટલે કે દાંતની વારંવાર ચાવવાની પ્રક્રિયાને અટકાવે છે. બ્રિટિશ ડેન્ટલ જર્નલમાં આ ઉપકરણની અજમાયશએ અહેવાલ આપ્યો છે કે ભાગ લેનારાઓએ બે અઠવાડિયામાં સરેરાશ 6.36 કિલો વજન ઘટાડ્યું છે. ઉપરાંત, સહભાગીઓ જે વજન ઘટાડે છે તેઓ આ મુસાફરીને હજી આગળ ચાલુ રાખવા માંગે છે જેથી તેમનું વજન વધુ ઓછું થાય.

image source

આ સાથે જ જો વાત કરીએ તો વ્યાયામ કરીને જાડાપણું ઓછું કરી શકાય છે અને આ જ કારણ છે કે જે લોકો મેદસ્વીનો શિકાર થાય છે. તેમને કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. આટલું જ નહીં, પાતળું શરીર મેળવવા માટે, કસરતની સાથે સાથે, ડાયેટિંગમાં ખૂબ ધ્યાન આપવું પડે છે જેમાં ફક્ત ઓછી ચરબીવાળી ચીજો શામેલ હોય છે. જો કે, એવા ઘણા લોકો છે જેમને વ્યાયામ કરવાનું પસંદ નથી. ત્યારે આવા લોકો માટે પણ આ મશીન ઉપયોગી થઈ શકે છે.

image source

જો કે આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે હિંગ પાચન અને પેટ માટે સારું માનવામાં આવે છે, અને આયુર્વેદમાં હિંગ ખૂબ ફાયદાકારક ગણાવી છે. રોજિંદા આહારમાં હીંગનો ઉપયોગ કરવાથી પેટ ફીટ રહે છે અને કબજિયાત, ગેસ જેવા રોગો સામે રક્ષણ મળે છે. આ સિવાય જે લોકો સવારે હીંગ પીવે છે, તેમની ચરબી ઓછી થવા લાગે છે અને વજન ઓછું થવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!