ટેલેન્ટ હોય એને કોણ રોકી જશે, એન્જિનિયરિંગ કે વિજ્ઞાન ન વાંચવા છતાં અંતરિક્ષમાં સંશોધન કરશે આ મહિલા

હાલમાં 32 વર્ષની એક મહિલાનું ટેલેન્ટ ભારે વખણાઈ રહ્યું છે. કારણ કે આ મહિલાનું ભણતર એટલું ન હોવા છતાં તે અવકાશમાં ફરવા જવાની છે અને રેકોર્ડ કરવાની છે. ત્યારે આવો જાણીને આ મહિલાની અનોખી કહાની. તો વાત કંઈક એમ છે કે અમેરિકાની સ્પેસ ફ્લાઇટ કંપની વર્જિન ગ્લેક્ટિકે એક પ્રોજેક્ટ માટે ફ્લોરિડાની 32 વર્ષીય કેલી ગેરાડીને અંતરિક્ષયાત્રી તરીકે પસંદગી કરી છે.

image source

જો કેલી વિશે મળતી માહિતીની વાત કરીએ તો એમનું ઘર ફ્લોરિડાના જ્યુપિટર શહેરમાં છે. હવે કેલી આ કંપની માટે અંતરિક્ષ સંબંધિત સંશોધન કરશે અને ભલભલા ભણેલા લોકો પણ જોતા રહેશે. પરંતુ આ કેસમાં ખાસ વાત એ છે કે કેલી કોલેજ સ્તરે એન્જિનિયરિંગ કે વિજ્ઞાનની વિદ્યાર્થિની નથી રહી. તેણે તો કમ્યુનિકેશન ફિલ્ડમાં શિક્ષણ લીધું હતું. છતાં આજે આ તક મળી છે અને તે સરસ રીતે નિભાવી રહી છે. આ વિશે વાત કરતાં કેલી કહે છે, અંતરિક્ષની આ ઉડાન મારી સૌથી મોટી સફળતા છે. મને આશા છે કે મારી આ સફળતાથી અનેક લોકોને પ્રેરણા મળશે અને મહિલાઓ કંઈક કરવા માટે આગળ આવશે.

image source

કેલી આગળ વાત કરે છે કે હું જાણું છું કે બીજા અંતરિક્ષયાત્રી અને હું તદ્દન જુદા છીએ. મેં એન્જિનિયરિંગ, સાયન્સ કે મેથેમેટિક્સનું શિક્ષણ પણ નથી લીધું, પરંતુ આ મારા રસનો વિષય છે, એમાં હું સતત સંશોધનો કરું છું. આ જ જોશ અને જુસ્સાના કારણે મને આ સરસ તક મળી છે. કેલીના ઘર નજીક જ કેનેડી સ્પેસ સેન્ટર આવેલું છે. કેલી નાનપણથી જ આ સેન્ટરની ગતિવિધિઓને લઈને ઉત્સુક અને જિજ્ઞાસુ રહેતી હતી. અંતરિક્ષના ઝનૂનને કારણે કેલીએ 2015માં પોતાના લગ્નની તારીખ પણ લંબાવવી પડી હોવાનું સામે આવ્યું છે.

image source

આ સાથે જ કેલી વિશે જાણકારી મળી રહી છે કે તેણે પ્રાઈવેટ ઈક્વિટી સ્પેશિયાલિસ્ટ સ્ટીવન બૉમ્રુક સાથે લગ્ન કર્યા છે. આજે આ દંપતીની એક ત્રણ વર્ષીય પુત્રી છે, જેનું નામ તેમણે ડેલ્ટા વિક્ટોરિયા રાખ્યું છે. ડેલ્ટા-વી અંતરિક્ષ યાનની ગતિશીલતાનું પ્રતીક મનાય છે. ત્યારે હવે બધા કેલીને આદર્શ માનીને પોતાને ગમતા કામ પર જુસ્સાથી કાર્ય કરવા માટે દાખલો પણ આપે છે.

image source

આ સાથે જ જો વાત કરવામાં આવે તો યુનાઈડેટ અરબ અમીરાતે પોતાના અંતરિક્ષ કાર્યક્રમ માટે પ્રથમ વખત અંતરિક્ષ યાત્રી તરીકે કોઈ મહિલાની પસંદગી કરી હતી. દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે ટ્વીટ કરીને 2 અંતરિક્ષ યાત્રીકોના નામ જાહેર કર્યાં હતા. તેમાંથી નૂરા અલ માતુશી UAEની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી હતી. નૂરાની ઉંમર 27 વર્ષની છે. તેણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

image source

હાલ નૂરા આબુ ધાબીના નેશનલ પેટ્રોલિયમ કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરે છે. તેની સાથે પસંદગી પામેલા મુલ્લાનો જન્મ 1988માં થયો છે. તે હાલ દુબઈ પોલીસ સાથે પાયલટની નોકરી કરે છે. અંતરિક્ષ યાત્રીની પસંદગીમાં નૂરા સાથે મોહમ્મદ અલ મુલ્લાની પસંદગી પણ થઈ છે. આ બંને અંતરિક્ષ યાત્રીકોની પસંદગી 4 હજાર ઉમેદવારોમાંથી થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!