આટલી ડિગ્રી તાપમાન માટે રહેજો તૈયાર, રાજ્યમાં આગામી બે દિવસ છે હિટવેવની આગાહી

ગુજરાતમાં યથાવત કાળઝાળ ગરમીનો કાળો કહેર

45 ડિગ્રી તાપમાન માટે રહેજો તૈયાર, રાજ્યમાં આગામી બે દિવસ હિટવેવની આગાહી

image source

આખું વિશ્વ અત્યારે કોરોના મહામારીની ઝપેટમાં છે ત્યારે અમુક કોરોનાને લગતાં જોક્સ પણ માર્કેટમાં આવી ગયાં.

શિક્ષક: ભારતમાં કઈ-કઈ ઋતુઓ છે?

વિદ્યાર્થી:- શિયાળો, કોરોના અને ચોમાસું.

આવાં જોક્સ માર્કેટમાં આવવાનું કારણ હતું ઉનાળાની શરુઆત થતાં પહેલાં શરૂ થયેલું લોકડાઉન. અત્યાર સુધી તો દેશભરમાં લાગુ કરવામાં આવેલાં લોકડાઉનનાં પગલે લોકો પોતપોતાનાં ઘરમાં ટાઢા છાંયલે બેસી રહ્યાં હોવાથી એમને ઉનાળાની ગરમીનો ત્રાસ અનુભવવો નહોતો પડ્યો.

image source

લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકારે ભલે લોકોને અનેક છૂટછાટો આપી દીધી છે પણ લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં છૂટછાટ નહીં મળી શકે. આગામી બે દિવસ રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમનાં પવન ફૂંકાયા છે જે પોતાની સાથે પુષ્કળ ગરમી અને લૂ લઈને આવતાં હોય છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારત મોસમ વિભાગ તરફથી ગુજરાત સહિત ઉત્તર ભારતનાં ઘણાં રાજ્યોમાં આવનારી હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ હિટવેવની અસર મુખ્યત્વે ગુજરાતનાં મધ્ય અને ઉત્તરનાં જિલ્લાઓમાં જોવા મળે છે.

image source

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તો મહેસાણા અને પાટણમાં પણ ગરમ પવન ફૂંકાશે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.

છેલ્લાં એક અઠવાડિયાથી સતત અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચો ગયેલો જોવા મળે છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી ઉપર જોવા મળ્યો હતો. રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન પાટનગર ગાંધીનગરમાં નોંધાયું હતું. અહીં પારો 42.8 રહ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાં 42.7, ભુજમાં 42, અમદાવાદ 42.3, ડીસા 42.2 અને અમરેલી 42.2 ડિગ્રી નોંધાયું છે.

image source

આગામી સમયમાં આ ગરમીનો પારો જ્યારે 45 ડીગ્રી પહોંચવાની શક્યતાઓ જણાઈ રહી છે ત્યારે દરેક વ્યક્તિએ આ સમયે અમુક સાવચેતીઓ લેવી જરૂરી છે. બપોરનાં સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો નીકળવાનું થાય તો માથે ભીનું કપડું, દુપટ્ટો કે ટોપી પહેરીને નીકળવું જોઈએ. બહારનો નાસ્તો ટાળવો જોઈએ. ફ્રુટ કે ફ્રુટનાં જ્યુસનું સેવન કરવું આ સમયમાં વધુ હિતાવહ છે. જેને કામનાં સિલસીલામાં બહાર જવું પડતું હોય એમને છાશ કે લીંબુ શરબત નિયમિત અંતરે લેવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત