લો બોલો…આ ચાર વર્ષનું બાળક પોતાના પાછલા જન્મ વિષે બધું જાણતું હતું, આગળ વાંચીને તમે પણ થઇ જશો છક

લો બોલો…આ ચાર વર્ષનું બાળક પોતાના પાછલા જન્મ વિષે બધું જાણતું હતું, વાંચીને તમને પણ લાગશે ખૂબ જ નવાઈ.

આપણા સૌને ભગવાન જન્મ આપીને આ દુનિયામાં મોકલે છે. તમને ખબર જ હશે કે મનુષ્ય જન્મ લેવા માટે આપણે 84 લાખ યોનીઓમાંથી પસાર થવું પડે છે. પણ આજે અમે તમને એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેના વિશે વાંચીને તમને એ વાત પર વિશ્વાસ જ નહીં આવે. એક ૪ વર્ષના બાળકને તેના પુનર્જન્મ વિષે બધું જ ખબર હતું. તમને આ વાંચીને વિશ્વાસ નહિ આવે પણ આ એક સત્ય ઘટના છે, જે શાહપુર મધ્યપ્રદેશની છે.

મધ્યપ્રદેશના શાહપુરમાં એક ચાર વર્ષના બાળકને તેના પાછલા જન્મ વિશે બધું જ યાદ છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ બાળકનું નામ લવીશ છે, તે એવો દાવો કરી રહ્યો છે કે તેનો પુનર્જન્મ થયો છે. આ બાળકનું કહેવું છે કે તેને તેના આગળના જન્મ વિષે બધી જ ખબર છે. એટલું જ નહીં પાછલા જનમમાં આ બાળકનું મૃત્યુ કઈ રીતે થયું હતું તે પણ તેને ખબર છે, તેની સાથે સાથે તેનું ઘર ક્યાં આવેલું છે અને તેના પરિવારની વિષે પણ તે બધી વાત કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ લવીશ નામનો છોકરો જયારે ૨ વર્ષનો હતો ત્યારથી જ જલાલપુર ગામનું નામ લેતો હતો. પણ તેના માટે તેના મમ્મી પપ્પાએ આ વિશે વધુ ન વિચાર્યું એમને એવું લાગતું હતું કે ક્યાંકથી સાંભળીને નામ લેતો હશે એટલે વધુ ધ્યાન ના આપ્યું. એ પછી તો આ બાળક બીજા કેટલાય લોકોના નામ લેવા લાગ્યો, અને તે જલાલપુર જવાની જીદ પકડી લીધી હતી. એ પછી તેના પરિવાર વાળા લવીશને જલાલપુર લઇ ગયા હતા

જ્યારે લવીશને તેના પરિવારના લોકો જલાલપુર લઈ ગયા તો ત્યાં જઈને લાવીશ તેમને એ ગામમાં જઈને તેના ઘરનો રસ્તો જાતે જ બતાવતો હતો. એટલું જ નહીં જલાલપુર ગામમાં જઈને લવીશ તેના માતા પિતા તથા પાડોશીને પણ ઓળખી ગયો હતો. ત્યાં હાજર લોકો પણ આ જાણીને હેરાન થઇ ગયા હતા. જ્યારે તેને સંદીપનો ફોટો બતાવ્યો હતો, તો લવીશે એવું કહ્યું આ મારો આગળના જન્મનો ફોટો છે.

પોતાના પાછલા જન્મ મૃત્યુ અંગે લવિશે કહ્યું હતું કે મને કરંટ લાગ્યો હતો અને મારુ મૃત્યુ થયું હતું, તેના પછી તે ખેતરમાં આ બધા લોકોને લઇ ગયો અને તેને જ્યાં કરન્ટ લાગ્યો હતો તે જગ્યા બતાવી હતી. આ જાણીને તો બંને પરિવારો એકદમ હેરાન જ થઇ ગયા હતા. જેમાં આ જલાલપુર વાળા મમ્મી પપ્પાને ખુશી છે કે તેમના દીકરાએ બીજો જન્મ લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!