હિંમત હોય તો જ વાંચજો આ રહસ્યમય સ્થાન વિશે, કારણકે…

એરિયા 51 વિષે તો તમે સાંભળ્યું જ હશે. અમેરિકાના નેવાડા ખાતે આવેલી આ જગ્યા દુનિયાના સૌથી રહસ્યમયી સ્થાનો પૈકી એક છે. આ વિસ્તાર વિષે તમે સાંભળ્યું તો હશે જ પરંતુ તેના રહસ્યો એટલા બધા વિચારણીય છે કે લોકો તેના વિષે વધુમાં વધુ જાણવા માંગે છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે અહીં એરિયા 51 વિષે થોડી જાણવા જેવી વિગત જોઈશું.

image source

એરિયા 51 ખાતે અમેરિકન એયર ફોર્સનું એયર બેઝ આવેલું છે પરંતુ તેની અંદર શું થાય છે તે સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવે છે. આ વિસ્તારમાં અનેક જગ્યાઓએ ચેતવણી દર્શક બોર્ડ મુકવામાં આવેલા છે અને આ વિસ્તારની દરેક સમયે સીસીટીવી કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. એ ઉપરાંત અહીં સશસ્ત્ર ગાર્ડ પણ સુરક્ષા માટે મુકવામાં આવેલા છે એટલું જ નહિ પણ એરિયા 51 ઉપરથી અમેરિકન ઍરફોર્સ સિવાય કોઈપણ વિમાનને પસાર થવાની મનાઈ છે.

image source

બીબીસીના અહેવાલ મુજબ એરિયા 51 અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે થયેલા સહિત યુદ્ધ દરમિયાન વિમાનોના પરીક્ષણ અને વિકાસ માટે ઉપયોગ કરાયેલો વિસ્તાર છે. જો કે તેને વર્ષ 1955 ખોલવમાં આવ્યો અને અનેક વર્ષો સુધી તેના વિષે કોઈને ખબર જ ન હતી. પહેલી વખત તેની માહિતી વર્ષ 2013 માં સીઆઈએ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાઈ હતી. તેના ચાર મહિના બાદ તે સમયના અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ સાર્વજનિક રીતે એરિયા 51 નો ઉલ્લેખ કર્યો હતો.

image source

એવું મનાય છે કે અમરિકન સેના પોતાના આધુનિક શસ્ત્રોનું પરીક્ષણ કરવા માટે એરિયા 51 નો ઉપયોગ કરે છે. એવું પણ કહેવાય છે કે લગભગ 1500 જેટલા લોકો ત્યાં કામ કરે છે જે પૈકી અનેક લોકો લાસ વેગાસથી ચાર્ટેડ પ્લેન દ્વારા અહીં આવે છે.

image source

એરિયા 51 આસપાસ જે રીતે ગુપ્તતા રાખવામાં આવી છે તેના કારણે અનેક પ્રકારના સવાલો ઉભા થાય છે. એવો દાવો પણ કરવામાં આવે છે કે વર્ષ 1947 માં ન્યુ મેક્સિકોના રોસવેલમાં એલિયનનું એક અંતરિક્ષ યાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું અને તે યાન તથા તેના પાઈલોટોની લાશને અહીં એરિયા 51 માં રાખવામાં આવી છે. જો કે અમેરિકન સરકારણના કહેવા મુજબ તે કોઈ એલિયનનું વિમાન નહિ પણ એક વેધર બલૂન હતું જે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.

image source

વળી, અમુક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે તેઓએ એરિયા 51 ઉપર અથવા તેની આસપાસ અનેક વાર યુએફઓને જોયા છે. જયારે અમુક લોકોનું એમ પણ કહેવું છે કે એલિયન્સએ તેનું અપહરણ કર્યું હતું અને તેના પર અનેક પ્રકારના પ્રયોગો કર્યા અને ત્યારબાદ તેને ફરીથી પૃથ્વી પર છોડી દીધા હતા.

image source

વર્ષ 1989 માં રોબર્ટ લેજર નામના એક વ્યક્તિએ એવો દાવો કર્યો હતો કે તેણે એરિયા 51 ની અંદરની ટેક્નિક પર કામ કર્યું છે અને તેણે એલિયન્સની મેડિકલ તસવીરો પણ જોઈ છે.

image source

અત્રે ઉલ્લખનીય છે કે એરિયા 51 એક એવો વિસ્તાર છે જેના વિષે વર્ષોથી રહસ્ય બનેલું છે અને લોકો તેના વિષે અમુક મનઘડંત કિસ્સાઓ પણ પ્રચલિત કરે છે તેમ છતાં કોઈ સત્તાવાર રીતે એરિયા 51 વિષે માહિતી આપવા તૈયાર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત