વાળને સિલ્કી અને જાડા બનાવવા માટે હિના ખાને જણાવેલા ત્રિચુપ તેલનો ઉપયોગ કરો,જાણો આ આયુર્વેદિક તેલ બનાવવાની રીત

શિયાળાની ઋતુમાં વાળ ખરવાની સમસ્યા ખૂબ વધી જાય છે.દર 10 માંથી 6 લોકો તેમના ખરતા વાળની સમસ્યાથી પરેશાન હોય છે.ખરતા વાળની સમસ્યાથી બચવા માટે દરેક લોકો પોતાના વાળની મસાજ કરે છે અથવા તો પાર્લરોમાં જઈને પોતાના વાળમાં ઘણી ટ્રીટમેન્ટ કરાવે છે, પરંતુ તે પછી પણ વાળમાં કોઈ ખાસ ફેર પડતો નથી.આવી સ્થિતિમાં તમે કંટાળીને આ સમસ્યા પર ધ્યાન આપવાનું છોડી દો છો,જેના કારણે તમારા વાળ ઓછા થવા લાગે છે.

image source

તમારી આ સમસ્યાનો ઈલાજ તમે આયુર્વેદિક તેલના ઉપયોગથી કરી શકો છો.જી હા તમે તમારા ઘરે તેલ બનાવીને તમારા વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.આ માટે ટીવી દુનિયાની જાણીતી અભિનેત્રી હિના ખાન તેના વાળ માટે આયુર્વેદિક તેલનો ઉપયોગ કરે છે અને તેની બધી જ માહિતી તેણે પોતાના ફેન્સ સાથે શેર કરી છે,તો ચાલો આપણે પણ જાણીએ આયુર્વેદિક તેલ વિશે.

image source

અભિનેત્રી હિના ખાનને દરેક લોકો જાણે જ છે.ઇન્સ્ટમાં પણ તેના ઘણા ફેન્સ છે.”યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ”સિરિયલથી બધાના દિલોમાં રાજ કરનારી અક્ષરા એટલે કે હિના ખાન બિગ-બોસ જેવા રિયાલિટી શોમાં પણ પોતાનું વ્યક્તિત્વ દર્શાવ્યું,જે દરેક લોકોને ખુબ જ પસંદ આવ્યું છે.અત્યારે ચાલતા કોરોનાના સમયમાં ઘણા સેલિબ્રિટી પોતાની ટિપ્સ તેના ફેન્સ સાથે શેર કરે છે, તેથી હિના ખાને પણ પોતાના વાળ પર ઉપયોગ કરતા તેલ વિશે જણાવ્યું છે. હિના ખાન પોતાના શાઇની અને રેશમી વાળ માટે આયુર્વેદિક તેલનો ઉપયોગ કરે છે. અભિનેત્રી હિના ખાન તેના જાડા અને રેશમી વાળ માટે આમળા,તલનું તેલ અને નાળિયેરના તેલથી બનેલા ત્રિચુપ તેલનો ઉપયોગ કરે છે.હિના ખાને કહ્યું કે ત્રિચુપ તેલ અને શેમ્પૂ વાળ ખરવાની સમસ્યા ઘટાડે છે. આ ઉપરાંત આ તેલ શુષ્કતા અને ડેંડ્રફની સમસ્યા પણ દૂર કરે છે.

ઘરે આયુર્વેદિક તેલ કેવી રીતે બનાવવું

image source

ભૃંગરાજના પાન,નાળિયેર તેલ,આમળા તેલ તલનું તેલ અને શિકાકાઈ લો તેલ તૈયાર કરવા માટે પહેલા ભૃંગરાજના પાન ધોઈ લો અને તેનો રસ કાઢો.પછી તેમાં નાળિયેર તેલ નાખો અને તેને ધીમા ગેસ પર શેકો.જ્યારે તે બરાબર મિક્સ થઈ જાય ત્યારે તેમાં આમળા તેલ,શિકાકાઈ અને તલનું તેલ નાખો અને તેણે ધીમા ગેસ પર જ થોડો સમય ગરમ થવા દો.ત્યારબાદ ઠંડુ થયા પછી આ તેલને એક બોટલમાં સ્ટોર કરી લો.

તેલનો ઉપયોગ કેવી રીતે કરવો.

image source

આ તેલ રાત્રે લગાવવું.રાત્રે હળવા હાથથી વાળની માલિશ કરતા પહેલા માથાની ચામડી પર તેલ લગાવો.સવારે હળવા શેમ્પૂથી વાળને સારી રીતે ધોઈ લો.વાળ ધોયા પછી વાળને ટુવાલથી ખુબ ઘસવા નહીં,હળવા હાથથી તમારા વાળ સાફ કરી લો.

તેલના ફાયદા

image source

આ તેલથી વાળમાં કોઈ આડઅસર થતી નથી.વાળની સંભાળ રાખવા માટે અઠવાડિયામાં 2 થી 3 વાર તેલ લગાવો.તેનાથી વાળ ખરવાની સમસ્યા,વાળની શુષ્કતા અને ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે અને સાથે તમારા વાળ એકદમ ચમકદાર અને જાડા બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત