યે રિશ્તા..ની અક્ષરા બની સુપર લુકિંગ, વેકેશનની આ તસવીરો જોઇને તમારો પણ છૂટી જશે પરસેવો

વેકેશનની તસ્વીરોમાં છવાયો હિના ખાનનો જલવો, – જુઓ વાયરલ તસ્વીરો

કોવિડ-19ને લઈને લાંબા લોકડાઉનથી કેટલાએ સ્ટાર્સ પરેશાન થઈ ગયા હતા અને હવે જ્યારે લોકડાઉ ખુલ્યું છે ત્યારે ઘણા બધા સ્ટાર્સ હોલીડે મનાવવા નીકળી પડ્યા છે. મોટા ભાગના સ્ટાર્સ વેકેશન એન્જોય કરવા માટે માલદીવ્સ ગયા છે. માલદીવના સમુદ્ર કિનારે વેકેશન એન્જોય કરનારાની યાદીમાં એક્ટ્રેસ હિના ખાનનો પણ સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિના ખાન સતત પોતાના વેકેશનની તસ્વીરો પોતાના ફેન્સ સાથે શોશિયલ મડિયાના માધ્યમથી શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે હિના ખાન હવે આ હોલીડેથી મુંબઈ પાછી આવી ગઈ છે, પણ તેણી એખધારી આ હોલીડેની તસ્વીરો શેર કરી રહી છે.

તાજેતરમાં એક્ટ્રેસે વેકેશનની કેટલીક નવી તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમા તેણી સમુદ્રની લહેરો સાથે મસ્તી કરતી જોવા મળી છે. બ્લેક બિકીનીમાં હિના ખાનનો અંદાજ જોવ લાયક છે. તેણીએ હેટથી પોતાનો લૂક પુરો કર્યો છે. હિનાની આ તસ્વીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

પૂલ પર આ રીતે પોઝ આપતી જોવા મળી હિના ખાન

તેણીએ આ પહેલાં પણ પોતાના હોલીડેઝની કેટલીક તસ્વીરો શેર કરી હતી. જેમાં તેણી પૂલમાં પોઝ આપતી જોઈ શકાય છે. આ તસ્વીરોમા હિના ખાનનો અંદાજ અને તેની સ્ટાઈલ પણ જોવા લાયક છે. માલદીવ સાથે જોડાયેલી આ તસ્વીરોને જોઈ તેણીના ફેન્સ પણ તેના વખાણ કરી રહ્યા છે.

હિના ખાનની તસ્વીરોમા તેણીનો ગ્લેમરસ અંદાજ જોવા લાયક છે.

તસ્વીરોમાં અભિનેત્રીએ હેટ પહેરી છે, બ્લેક બિકીનીમાં પૂલમાં પોઝ આપી રહી છે. હીના ખાને આ ઉપરાંત માલદીવ સાથે જોડાયેલી બીજી ઘણી બધી તસ્વીરો શેર કરી હતી. જેમાં તેણીની સ્ટાઇલ વખાણવા યોગ્ય છે. પોતાની કેટલીક તસ્વીરોમા હિના ખાન બીચ પર પોઝ આપતી દેખાઈ રહી છે. તો વળી કેટલીક તસ્વીરોમાં હિના ખાન બ્લૂ બિકીનીમાં જોવા મળી રહી છે.

તમને જણાવી દઈ કે યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં અક્ષરા અને ત્યાર બાદ બિગ બૉસમાં ફર્સ્ટ રનર અપ રહી ચુકેલી હિના ખાને વિક્રમ ભટ્ટની ફિલ્મ હેક્ડથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યો છે. તેમાં હિનાના કામને વખાણવામા આવ્યુ હતું પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન ન કર્યું. તાજેતરમાં તેણીની ફિલ્મ વિશલિસ્ટનું ટ્રેલર રિલિઝ થયું છે.

પોતાની ફિલ્મ વિશ લીસ્ટને લઈને કર્યો આ ખુલાસો

હિના ખાને 2020ના વર્ષમા ઘણું કામ કર્યું છે. તેણીએ વેબ સિરિઝથી લઈને, મ્યુઝિક વિડિયો અને બિગ બૉસ 14માં ઘરમાં એન્ટ્રી કરીને ફેન્સના હૃદયમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. માત્ર એટલુ જ નહીં પણ હિના ખાન પોતાના ફેન્સને બેક ટુ બેક શાનદાર પ્રોજેક્ટસ દ્વારા મનોરંજન પણ પુરુ પાડી રહી છે. હવે હિના ખાનની આગલી ફિલ્મ વિશલિસ્ટ આવતા અઠવાડિયે રિલિઝ થવા જઈ રહી છે.

અને હિના ખાને આ વાતની જાણકારી આપતા એક પોસ્ટ પણ શેર કરી છે જેમાં તેણીએ ખુલાસો કર્યો છે. – જેમ કે ફિલ્મના નામ પરથી જ તમે અનુમાન લગાવી શકો છો કે આ ફિલ્મ બધી ઇચ્છાઓ અને સપનાઓ પર આધારિત છે. ફિલ્મમાં પોતાના પાત્રને લઈને હિના ખાને કહ્યું છે કે તેણી અલગ અલગ અવતારમાં જોવા મળશે. વિશલિસ્ટને લઈને ફેન્સમાં ઘણું એક્સાઇટમેન્ટ છે.

આ વિષે વાત કરતાં હિના કહે છે – હું વિશલિસ્ટને લઈને ખૂબ જ એક્સાઇટેડ છું. અમે આ ફિલ્મ સાથે જોડાયેલી એક પોસ્ટ ગયા વર્ષે 2019માં કાન્સ વૉક દરમિયાન શેર કરી હતી. આ ફિલ્મ દુનિયા આખીના તહેવાર પર બનાવવામાં આવી છે. પણ કોરોના વયારસની મહામારીના કારણે અમે તેને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલિઝ કરવાનો નિર્ણય લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

વિશ લિસ્ટ એક સારી ફિલ્મ છે, આ ફિલ્મ તમારી ઇચ્છાઓ, સપનાં, આકાંક્ષાઓને પૂરી કરવા અને ખાસ કરીને તમારી આસપાસના લોકોને મહત્ત્વ આપવા વિષે છે. 11 ડિસેમ્બરે એમએક્સ પ્લેયર પર આ ફિલ્મ રિલિઝ થવાની છે. હું આ ફિલ્મને લઈને એટલા માટે વધારે એક્સાઇટેડ છું કે રૉકી અને હું પહેલીવાર એક નિર્માતા તરીકે આવી રહ્યા છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત