આ હોમમેડ વોટર હીટરથી ફક્ત 15 મિનિટમાં થશે પાણી ગરમ, જાણો બનાવવાની પ્રોસેસ

ઘરનું વોટર હીટર ખરાબ છે અને તમારે પાણી ગરમ કરવું છે તો તમારે હેરાન થવાની જરૂર નથી. તમે ઘરે જ વોટર હીટર બનાવી શકો છો. તે ખાલી અને બેકાર પ્લાસ્ટિકની બોટલ અને બે ચમચીથી બની જાય છે. તેની ખાસિયત છે કે તેને બનાવવાનું સરળ છે. તેમાં તમારે કોઇ ખર્ચ કરવાનો રહેતો નથી, તેમાં વપરાતો બધો સામાન ઘરે જ મળી જાય છે.

image source

પ્લાસ્ટિક બોટલ અને 2 ચમચીથી ઘરે જ બનાવી લો વોટર હીટર, 15 મિનિટમાં પાણી ગરમ થશે. આમ કરવાથી ગેસની બચત તો થશે અને જો તમે તેના માટે લાઈટનો ઉપયોગ કરો છો તો તેની પણ બચત થશે. તો જાણો ખાલી પ્લાસ્ટિકની બોટલથી કઇ રીતે બનાવી શકાય છે વોટર હીટર.

બોટલનો નીચેનો ભાગ ચાર ઇંચની દૂરી પર ફિનિશિંગ સાથે ચપ્પાથી કાપો. પ્લાસ્ટિકના ઢાંકણા પર તે કાપેલા ભાગને રાખીને સ્કેચપેનથી માર્ક કરી લો.

image source

કાતરથી માર્ક ભાગ ચીવટથી કાપો. તેની બંને કિનારીઓ પર બે કટ લગાવો. તેમાં ચમચીની ડાંડી બનાવો. બોટલના તળિયાની કિનારીઓ પર કટરથી બે કાપા કરો.

બોટલની નીચે પણ સારી રીતે બે કટ કરો. ઢાંકણાના કાણાંમાંથી બે ચમચીની ડાંડી કાઢીને બોટલમાં નાંખો. બોટલને પેપેરલ રાખો.

એમ-સીલથી ઢાંકણાને એવી રીતે ફિક્સ કરો કે તે હલી ન શકે. બોટલની બહાર નીકળેલી ચમચી પર પણ એમસીલ લગાવો. ઇલેક્ટ્રિક વાયર ઢાંકણઆની બહારની ચમચી પર લપેટીને સોલ્ડરિંગ કરો.

image source

હવે બોટલનો ઉપરનો ભાગ તેમાં ફિટ કરો. બોટલના જોઇન્ટનું સોલ્ડરિંગ કરો. બોટલની કેપમાં એક કાણું કરીને વાયરનો અન્ય ભાગ તેમાંથી બહાર કાઢી લો.

હવે વાયરના અંતમા એક પ્લગ જોડો અને બોટલના સેન્ટરમાં એક જાડો વાયર રાઉન્ડ કરો. તેના બંને ભાગને મિક્સ કરીને ગાંઠ વાળો જેથી તે હુકની જેમ કામ કરે.

image source

હવે એક ડોલમાં પાણી ભરો અને સાથે આ હોમમેડ હીટરને તેમાં લગાવીને સ્વીચ ઓન કરો. ગાંઠને ડોલના કિનારે ફસાવી દો અને થોડી વારમાં પાણી ગરમ થઇ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત