ભારતમાં લોન્ચ થયુ KTM250 એડવેન્ચર બાઇક, જાણો તેની કિંમત અને ફિચર્સ વિષે

ભારતમાં હવે લોકો વાહનો પર રૂપિયા ખર્ચતા થયા છે. લોકોને ફોરવ્હિલર્સનો તો શોખ હોય જ છે પણ કેટલાક લોકોને બાઇક રાઇડિંગનો પણ ખૂબ શોખ હોય છે અને ખાસ કરીને જે લોકો સાહસુ સફર ખેડવા માગતા હોય તેમને રફ એન્ડ ટફ બાઇક્સ ખૂબ પસંદ આવતી હોય છે. આજે ભારતના યુવાનોને બાઇક પર હિમાલયના પહાડોમાં ફરવાનો સાહસ કરવાનું ખૂબ મન થતું હોય છે અને તેના માટે યોગ્ય બાઇકની પણ જરૂર પડતી હોય છે. હાલના સમયમાં યુવાનો તેમજ અન્ય ઉંમરના પુરુષો તેમજ કેટલીક એડવેન્ચર્સ પ્રિય મહિલાઓને રોયલ એનફિલ્ડ બાઇક ખુબ પસંદ આવતી હોય છે. પણ તે ઉપરાંત પણ ભારતના વેહિકલ બજારમાં બીજી કેટલીક એડવેન્ચર બાઇક્સ પણ ઉપલબ્ધ છે. તો આજે અમે તમને એક એવી બાઇક વિષે જણાવવા જઈ રહી છે જે ભારતના એડવેન્ચર પ્રિય લોકોને ખૂબ પસંદ આવશે. અને જે તાજેતરમાં જ લોંચ થવા જઈ રહી છે.

image source

રેસિંગ અને સ્પોર્ટ્સ બાઇક્સ માટે જાણીતી કંપની KTM એ પોતાની બાઇક KTM 250 એડવેન્ચરને ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ બાઇક KTM 390 એડવેન્ચર પ્લેટફોર્મ પર તૈયાર કરવામા આવી છે. આ બાઇકની એક્સ- શોરૂમ કિંમત 2.48 લાખ રૂપિયા છે. આ એક ટ્રાવેલ-એન્ડ્યૂરો બાઇક છે. KTM 250 એડવેન્ચરનો લૂક 390 એડવેન્ચર જેવો જ છે. બન્ને બાઇક એંજિન અને કલરમાં અલગ પડે છે.

KTM 250 એડવેન્ચર બ્લેક અને ઓરેન્જ કલરમાં અવેલેબલ છે.

એંજિન

image source

KTM આવતા મહીને પોતાની બાઇક 250 લોન્ચ કરી શકે છે. આ બાઇક ખાસ તે લોકો માટે છે જેઓ એડવેન્ચર્સના શોખીન હોય છે. કંપનીએ આ બાઈકમાં 248 સીસીનું સિંગલ સિલિન્ડર એજિન આપ્યું છે, જે 30hp પર 9000rpm પાવર અને 24Nm પર 7500rpmનો ટોર્ક જનરેટ કરે છે.

image source

એંજીનને 6- સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામા આવ્યું છે. જેમાં 5.0 ઇંચનું બ્લેક એડ વ્હાઇટ TFT ડિસ્પ્લે આપવામા આવ્યું છે. તેમાં 14.5 લીટર કેપેસિટીવાળી પેટ્રોલ ટેંક પણ છે.

KTM 250 એડવેન્ચરના ફીચર્સ

image source

KTM ની આ બાઈકમાં જીપીએસ બ્રેકેટ, રેડિએટર પ્રોટેક્શન ગ્રિલ, ક્રેશ બંગ્સ, હેડલેમ્પ પ્રોટેક્શન અને હેંડલબાર પેડ્સ, બૉશનું ABS (એન્ટી લોક બ્રિકિંગ સિસ્ટમ) જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

બાઇકમાં 320mmના ફ્રંટ ડિસ્ક બ્રેક છે અને 230mm રિયર ડિસ્ક બ્રેકનો પણ તેમાં સમાવેશ થાય છે. એડવેન્ચર સીરીઝની આ બાઈકને દરેક પ્રકારના રસ્તા પર ચલાવી શખાય છે. તમે આ બાઈકને સામાન્ય રસ્તાઓ ઉપરાંત પથરાળ અને કાદવ ભર્યા રસ્તા પર પણ આરામથી ચલાવી શકો છો.

આ બાઇક્સથી મળશે પડકાર

image source

ભારતીય ઓટો બજારમાં કેટીએમ 250 એડવેન્ચરને રોયલ એનફીલ્ડ હિમાલયનથી પડકાર મળશે. જેની કીંમત 1.91 લાખ રૂપિયાથી 1.95 લાખ વચ્ચેની છે. તે ઉપરાંત BMW G 310 GSથી પણ તેનો મુકાબલો થશે, જેની કીંમત 2.85 લાખ રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત