Apple ના ચાહકો માટે કંપની iPhone 13 માં આપી શકે આ લાજવાબ ફીચર

iPhone 13 લોન્ચ થવાનો છે અને આ અંગે પહેલાની જેમ જ લિકસ અને અફવાઓને એક અપગ્રેડ તરફ ઈશારો કરતા જણાયા છે જે Apple ના પ્રતિષ્ઠિત ડિવાઇસને આગળના લેવલ પર લઈ જશે. 120 Hz પ્રોમોશન ડિસ્પ્લે, સારો કેમેરો અને નવા A15 બાયોનિક પ્રોસેસર જેવા iPhone 13 સાથે આવવાની સંભાવના છે. તેમાં એક ફીચર એવું પણ આવશે જે વિશ્વ માટે સૌથી ઉપર્યુક્ત સ્માર્ટફોન બનાવી દેશે અને આ ફીચર છે ફેસ ડિટેક્શન. એપલ ફેસ આઈડી ઓથેન્ટીકેશનને આઈફોન 13 સાથે અપગ્રેડ કરી શકે છે જેથી માસ્ક કે ચશ્મા પહેરેલા હોય તો પણ તે તમારા ચહેરાને સ્કેન કરી શકે.

image soucre

જોન પ્રોસરના ફ્રન્ટ પેજ ટેક અનુસાર iPhone 13 માં એક અપગ્રેડ ફેસ આઈડી સિસ્ટમ હશે જેમાં એક મજબૂત સેન્સર હશે તેના દ્વારા જો તમે તમારા ચહેરા પર માસ્ક કે ચશ્મા પહેર્યા હશે તો પણ ફોન તમારા ચહેરાને સ્કેન કરી શકશે. એપલ હાલ આ ટેકનોલોજીના ઇન્ટરનલી રૂપને ટેસ્ટ કરી રહ્યું છે. જ્યાં તેણે પોતાના કર્મચારીઓને માસ્ક અને ચશ્મા સાથે ફેસ આઈડીનો ઉપયોગ કરવા માટે કહ્યું છે.

image soucre

એપલને આ ટેકનોલોજીના કારણે એવું લાગી રહ્યું છે કે ઘણા સમય ફેસ આઈડી ચહેરાની ઓળખને સૌથી સુરક્ષિત રીતો પૈકી એક છે જેને એપલે iPhone પ્રાઇવસીના એક ભાગ તરીકે ગણાવ્યો છે. આ માટે એપલ માટે સરળ ઓથેન્ટીકેશન માટે પોતાની ટેકનોલોજીને રીએડજસ્ટ કરવું ઘણું મુશ્કેલ હશે. એનો એ અર્થ પણ થઈ શકે કે એપલ આ ફીચરને કદાચ iPhone 13 માં લોન્ચ ન કરે કારણ કે આટલી ઝડપથી આ ફિચરને તૈયાર કરવામાં એરર આવવાનું જોખમ થઈ શકે.

image soucre

હાલ iPhone પહેલાથી જ યુઝરને બે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેનો અનલોક કરવાની પરમિશન આપી રહ્યું છે. જો તમે ચેહરા પર માસ્ક પહેર્યું હોય તો iPhone એ શોધી લેશે કે અને અનલોક કરવા માટે પાસકોડ સ્ક્રીન ખોલી આપશે. બીજી ટેકનોલોજીમાં એક એપલ વોચ શામેલ છે. જેને આઈફોન સાથે કનેક્ટ કરીને યુઝર્સને માસ્ક હટાવ્યા વિના કે પાસકોડ નાખ્યા વિના આઈફોનને અનલોક કરવાની પરમિશન આપશે. જે ફેસ આઈડીને બાયપાસ કરવાની રીતની જેમ જ લાગે છે. પરંતુ એપલ કથિત રીતે ફેસ આઈડી સાથે શું કરવાની યોજના બનાવી રહી છે તે iPhone પર એકમાત્ર બાયોમેટ્રિક સમાધાન સ્વરૂપે સિસ્ટમની મજબૂતી પર સવાલ ઉઠાવે છે.

image soucre

એપલે iPhone X થી લઈને લેટેસ્ટ iPhone 12 Pro સુધી ઓછી મેન્ટેનન્સ લાગે તેવા iPhone SE 2020 ને છોડીને ફૂલ ડિસ્પ્લે વાળા iPhones પર ટચ આઈડીને છોડી દીધો. ટચ આઈડી સિવાય આ ડિવાઇસમાં ફેસ આઇડીની સુવિધા છે અને આ દરેક ચીજ માટે ડિફોલ્ટ ઓથેન્ટીકેશન મેથડ છે. એવી અફવાઓ પણ છે કે ટચ આઈડી ભવિષ્યના iPhones પર પરત આવી શકે છે. પરંતુ તેમાં સમય લાગી શકે છે. સાથે જ એપલને નજીકના ભવિષ્યમાં જ માસ્કને લઈને કોઈ સોલ્યુશન લાવવું પડશે કારણ કે હાલ અને આગળ સુધી લોકોને માસ્ક પહેરવાનું બંધ નહિ થાય.