શાહનું અચાનક આગમનઃ શું 2 દિવસ પહેલા જ બની ગયો હતો રૂપાણીના રાજીનામાનો માસ્ટર પ્લાન?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે રાત્રે લગભગ 8 વાગ્યે અચાનક અમદાવાદ પહોંચ્યા હતા. જો કે તેઓ એરપોર્ટથી સીધા જ તેમની બહેનના ઘરે ગયા હતો અને સવારે દિલ્હી જવા રવાના થયા હતો. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.

image socure

ગુજરાતમાં અચાનક થયેલા રાજકીય પરિવર્તનને પણ અમિત શાહની આ મુલાકાત સાથે જોડવામાં આવી રહ્યું છે. સૂત્રો કહે છે કે અમિત શાહ 12 કલાક ગુજરાતમાં રહ્યા હોવા છતાં તેમણે આજે બનેલી વિજય રૂપાણીના રાજીનામાની ઘટના માટે સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. કારણ કે, 12 કલાકના પ્રવાસ દરમિયાન અમિત શાહ ભાજપના ઘણા નેતાઓને મળ્યા અને ઘણા લોકો સાથે ફોન પર વાત કરી હતી.

image socure

અમિત શાહ ગઈ કાલે રાત્રે ગુજરાત આવી ગયાછે. કારણ કે આજે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની છે. ધારાસભ્યોની બેઠકમાં અમિત શાહની હાજરીમાં નવા મુખ્યમંત્રીના નામ પર મહોર મારવાની ચર્ચા છે. સૂત્રો એમ પણ કહે છે કે નવા મુખ્યમંત્રી પાટીદાર નેતા બનાવવાના છે તે નક્કી છે.

image soucre

આ પહેલા અમિત શાહ 28 ઓગસ્ટથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે હતા. એ દરમિયાન, તેમણે તેમના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરમાં વિકાસકર્તાઓની સમીક્ષા કરી અને વહીવટીતંત્રને અમદાવાદ જિલ્લામાં સપ્ટેમ્બરના અંત સુધીમાં સમગ્ર જિલ્લામાં કોરોના રસીનો પ્રથમ ડોઝ પહોંચાડવાની યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો. આ ઉપરાંત, તેમણે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ગર્ભવતી મહિલાઓ માટે પૌષ્ટિક લાડુ વિતરણ યોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને દસ્ક્રોઇ તાલુકાની સગર્ભા બહેનોને પૌષ્ટિક લાડુ વિતરિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ શહેરનાં તળાવોના બ્યુટિફિકેશન માટે પણ અનેક સૂચનો કર્યાં હતાં તેમજ તળાવમાં ઠલવાતા ગટરના પાણીને બંધ કરીને તેની સ્થાને નર્મદાના નીરથી એને ભરવા માટે સૂચન કર્યાં હતાં.

image soucre

ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ આજે અચાનક રાજીનામું આપી દીધું હતું. ત્યારે રાજીનામા પાછળ અનેક અટકળો અને અફવાઓ ચાલી રહી છે, જેમાં બે દિવસ અગાઉ ભાજપના ચાણક્ય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની ટૂંકી મુલાકાત દરમિયાન રૂપાણીના રાજીનામાના અંતિમ નિર્ણયનો ખેલ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. અમિત શાહ 9 સપ્ટેમ્બર ગુરુવારના દિવસે અચાનક અમદાવાદ આવ્યા હતા. રાત્રે આઠ વાગે અમદાવાદ આવીને સવારે આઠ વાગે દિલ્હી રવાના થયા હતા. આ દરમિયાન ગુજરાત ભાજપના વિશ્વાસુ આગેવાનો સાથે વાતચીત કરી રૂપાણીના રાજીનામા અંગેનો આખરી નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.