જાણો iPhone 13ના સૌથી સસ્તા અને સૌથી મોંઘા વેરિએન્ટની કિંમત

એપલ આઇફોન 13 સીરિઝને કંપની દ્વારા સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે. આ સાથે, સિરીઝના મોડેલોની ભારતીય કિંમત પણ જાહેર કરવામાં આવી છે. આ નવી શ્રેણી હેઠળ એપલ iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Max રજૂ કરવામાં આવ્યા છે.

image socure

IPhone 13 સિરીઝની પ્રારંભિક કિંમત 69,900 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો તેને એપલ ઇન્ડિયા ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકશે. નવી સિરીઝ જૂની આઇફોન 12 સિરીઝ સાથે ઉપલબ્ધ થશે. આ સાથે, ગ્રાહકો iPhone SE અને iPhone 11 શ્રેણી પણ ખરીદી શકશે.

image socure

કિંમતોની વાત કરીએ તો Apple iPhone 13 Mini ની કિંમત 128GB વેરિએન્ટ માટે 69,900 રૂપિયા, 256GB વેરિએન્ટ માટે 79,900 રૂપિયા અને 512GB વેરિએન્ટ માટે 99,900 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો તેને પિંક, બ્લુ, મિડનાઇટ, સ્ટારલાઇટ અને પ્રોડક્ટ રેડ કલર ઓપ્શનમાં ખરીદી શકશે. ટ્રેડ-ઇન દ્વારા ગ્રાહકો હાલના આઇફોન મોડેલ પર 9,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

image socure

IPhone 13 ના 128GB વેરિએન્ટની કિંમત 79,900 રૂપિયા, 256GB વેરિએન્ટની કિંમત 89,900 રૂપિયા અને 512GB વેરિએન્ટની કિંમત 1,09,900 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો તેને પિંક, બ્લુ, મિડનાઇટ, સ્ટારલાઇટ અને પ્રોડક્ટ રેડ કલર ઓપ્શનમાં પણ ખરીદી શકશે. ગ્રાહકો જૂના આઇફોનમાં ટ્રેડ ઈન કરી શકશે અને તેના પર 46,120 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકશે.

image socure

IPhone 13 Pro ની વાત કરીએ તો તેના 128GB વેરિએન્ટની કિંમત 1,19,900 રૂપિયા, 256GB વેરિએન્ટની કિંમત 1,29,900 રૂપિયા અને 512GB વેરિએન્ટની કિંમત 1,49,900 રૂપિયા છે. તેના ટોપ 1TB વેરિએન્ટની કિંમત 1,69,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ગ્રાહકો તેને સીએરા બ્લુ, સિલ્વર, ગોલ્ડ અને ગ્રેફાઇટ કલર ઓપ્શનમાં ખરીદી શકશે. ગ્રાહકો આના પર જૂના આઇફોનમાં ટ્રેડ-ઈન કરી શકશે અને 46,120 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકશે.

image socure

છેલ્લે, iPhone Pro 13 Pro Max ની વાત કરીએ તો, તેના 128GB વેરિએન્ટની કિંમત 1,29,900 રૂપિયા, 256GB વેરિએન્ટની કિંમત 1,39,900 રૂપિયા, 512GB વેરિએન્ટની કિંમત 1,59,900 રૂપિયા અને 1TB વેરિએન્ટની કિંમત 1,79,900 રૂપિયા છે. ગ્રાહકો તેને સીએરા બ્લુ, સિલ્વર, ગોલ્ડ અને ગ્રેફાઇટ કલર ઓપ્શનમાં ખરીદી શકશે. ગ્રાહકો આના પર જૂના આઇફોનમાં ટ્રેડ-ઈનકરી શકશે અને 46,120 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકશે.

image socure

ગ્રાહકો 17 સપ્ટેમ્બરે સાંજે 5:30 વાગ્યે એપલ ઇન્ડિયા ઓનલાઇન સ્ટોર પરથી આઇફોન 13 મીની, આઇફોન 13, આઇફોન 13 પ્રો અને આઇફોન 13 પ્રો મેક્સનો પ્રી-ઓર્ડર કરી શકશે. તે જ સમયે, 24 સપ્ટેમ્બરથી શિપિંગ શરૂ કરવામાં આવશે.