IPL 2021 વિશે સૌથી મોટી ભવિષ્યવાણી! આ બે ટીમો વચ્ચે ફાઇનલ મેચ થશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 નો બીજો ભાગ હવેથી થોડા દિવસોમાં યુએઈમાં રમાશે. આ ટુર્નામેન્ટ ભારતમાં સૌપ્રથમ એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ કોરોના વાયરસની બીજી વેવના કારણે 4 મેના રોજ આઈપીએલને અધવચ્ચે જ બંધ કરવી પડી હતી. આ વર્ષની આઈપીએલમાં તમામ ટીમોની ખૂબ જ મજબૂત દેખાઈ રહી હતી, તેથી ફાઇનલમાં પહોંચવા માટે ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા થશે.

IPL વિશે મોટી ભવિષ્યવાણી

image socure

આ દરમિયાન, હવે એક મોટી આગાહી કરવામાં આવી છે કે કઈ ટીમો આ વર્ષે IPL ની ફાઇનલમાં રમવા જઈ રહી છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન અને સર્વકાલીન સર્વશ્રેષ્ઠ કોમેન્ટેટર આકાશ ચોપરાએ આ વર્ષે IPL ની ફાઇનલમાં ભાગ લેનારી બે ટીમો વિષે ભવિષ્યવાણી કરી છે.

image soucre

વાસ્તવમાં એક ચાહકે ટ્વિટર પર આકાશને પૂછ્યું કે આ વર્ષે IPL ની ફાઇનલમાં કઈ બે ટીમો ટકરાશે. આના જવાબમાં આકાશે ટ્વિટ કર્યું કે આ વર્ષની ફાઇનલ રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ઇન્ડિયન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થશે. આશ્ચર્યની વાત એ છે કે, આકાશે પોઇન્ટ ટેબલમાં ટોચ પર બેઠેલી દિલ્હી કેપિટલ્સ અને ત્રીજા ક્રમાંકિત આરસીબીને ફાઇનલ માટે ક્વોલિફાય માન્યું નથી.

લીગ ટેબલની આવી હાલત છે

image source

IPL ના પહેલા હાફના અંત બાદ દિલ્હીની ટીમ લીગ ટેબલમાં ટોચ પર છે. 8 મેચ બાદ દિલ્હી 12 પોઇન્ટ સાથે ટોચ પર છે. બીજા નંબરે ધોનીની ટીમ CSK છે જેના 10 પોઇન્ટ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં આરસીબીના પણ 10 પોઇન્ટ છે અને તે ત્રીજા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સ 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. પહેલા હાફમાં તમામ ટીમો વચ્ચે ખુબ કઠિન સ્પર્ધા હતી અને ઘણી મેચ પણ યોજાઈ હતી.

મુંબઈ અને CSK નો રેકોર્ડ

image soucre

રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ ટીમે 2013, 2015, 2017, 2019 અને 2020 માં IPL ની ટ્રોફી પ્રાપ્ત કરી છે. આ પછી, CSK નું નામ બીજા નંબરે આવે છે, જેણે 3 વખત IPL નો ખિતાબ જીત્યો છે. આઈપીએલ 2021 ના બીજા ભાગમાં મુંબઈ ઈન્ડિયન્સ પોતાના અભિયાનની શરૂઆત 19 સપ્ટેમ્બરે દુબઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચથી કરશે.