પીએમ કિસાન યોજનાઃ જાણો કઈ ભૂલના કારણે 27 લાખ ખેડૂતોના ટ્રાન્ઝેક્શન થયા ફેલ, રહી ગયા 8મા હપ્તાથી વંચિત

નમસ્તે મિત્રો આજે આપણે કિસાન યોજના અંતર્ગત મળતા ફંડ વિશેની ચર્ચા કરીશું.આ યોજના અંતરગત ખેડૂતોને અનેક સહાય મળે છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ-કિસાન યોજના અંતર્ગત ૮.૫ કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ૧૭ હજાર કરોડ પાસ કરવામાં આવ્યા છે.

આ યોજના અંતરગત ખેડૂતોને અનેક સહાયો મળે છે જેના દ્વારા ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થઈ શકે છે.આ યોજના અનુસાર પ્રતિ લાભાર્થી ખેડૂતને દર વર્ષે છ હજાર રૂપિયા ત્રણ ભાગમાં આપવામાં આવે છે, જે અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠા ઇન્સ્ટોલમેન્ટને રીલીઝ કર્યું હતું. આ છઠ્ઠા ઇન્સ્ટોલમેન્ટમાં દેશના આશરે ૮.૫ કરોડ ખેડૂતોને લાભ આપવામાં આવશે.

image source

કિસાન યોજના અંતર્ગત બેન્કની અંદર ખાતું હોવું જરૂરી છે. જે અનુસાર આધારકાર્ડ સાથે જોડાયેલા બેંક ખાતામાં સીધા આ નાણા જમા કરવામા આવશે. મોદીએ કહ્યું હતું કે સરકારે છેલ્લા દોઢ વર્ષમાં ખેડૂતોના ખાતામાં ૭૫ હજાર કરોડ રૂપિયા જમા કર્યા હતા જેનાથી આ ખેડૂતોને વિવિધ સાધનો ખરીદવા સહિતના લાભ મળશે.

કિસાન યોજના અનુસાર અનેક ખેડૂતોને ફંડ ટ્રાન્સફર કરતી વખતે અનેક ભૂલો મળી આવી જેને કારણે રકમ ટ્રાન્સફર ના થઈ શકી. જેના કારણે આ આવેદનો ફરી મોકલી આપવામાં આવેલ છે.જે આવેદનની અંદર નીચે મુજબની ભૂલો જોવા મળી આવે છે.

image source

ફોર્મ ભરતી વખતે ખેડૂતનું નામ ઇંગ્લિશ ભાષામાં હોવા જોઈએ.જે કોઈ ખેડૂતનું નામ ગુજરાતી અથવા હિન્દીમાં છે તેવા લોકોએ ઇંગ્લિશ કરવું. આવેદનમાં લખેલું નામ તેમજ બેન્ક ખાતામાં લખેલું નામ સરખા હોવા જોઈએ.જો કોઈ વ્યક્તિના નામ માં ભૂલ હોય તો બેન્કે જઈને આધાર કાર્ડ તેમજ આવેદનમાં લખેલું નામ સરખા કરવા જોઈએ.

આ ઉપરાંત આઇએફએસસીકોર્ડ લખવામાં ભૂલ,બેન્ક ખાતા નંબર લખવામાં ભૂલ, ગામના નામમાં ભૂલ આ તમામ પ્રકારની ભૂલોને સુધારવા માટે નજીકના વસુધા કેન્દ્ર તેમજ સહજ કેન્દ્ર્નો સંપર્ક કરવો. જેના માટે સૌ પ્રથમ કિસાન યોજના વેબસાઇટ પર જાવું. જેમાં કોર્નર પર એક ફોર્મ આવેલું હોય છે.જેના પર ક્લિક કરવાથી ફોર્મ રિલિજ થાય છે. ત્યાર બાદ એડિટિંગ પર ક્લિક કરો . જેમાં તમારા ફોર્મ માં રહેલી તમામ ભૂલોને સુધારી સકો છો. તેમ છતાં કોઈ ભૂલ થાય તો કૃષિ વિભાગના કાર્યાલયની અંદર સંપર્ક કરવો.