જમીલનાં જમીરને સલામ – તમે હોવ આ વ્યક્તિની જગ્યાએ તો શું કરો?

કોરોનાએ ઘણા લોકોની માનસિકતા પણ છતી કરી છે. સમાચાર પત્રોમાં તમે એવા સમાચારો વાંચ્યા જ હશે કે ક્યાંક પરિવારનું સદસ્ય કોરોનાને કારણે મૃત્યુ પામ્યું હોય તો તેની અંતિમ ક્રિયા કરવામાં પણ પરિવારજનો નથી કરતા.

image source

આવા અનેક માનવતાને લજાવતા કિસ્સાઓ નોંધાયા છે પરંતુ આવા માહોલ વચ્ચે કાશ્મીરના શ્રીનગર ખાતે રહેતા એમ્બ્યુલન્સ ડ્રાઈવર જમીલ અહેમદ ડીગુ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે સામે આવ્યા છે. જમીલ અહેમદે શ્રીનગરમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનાર દર્દીઓને ફક્ત કબ્રસ્તાને જ નથી પહોંચાડ્યા પરંતુ તેમની દફનવિધિમાં પણ મદદ કરી છે. તેઓ આ કામમાં છેલ્લા ચાર મહિનાથી કરી માનવતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડી રહ્યા છે.

image source

સ્વાસ્થ્ય વિભાગમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરના હોદ્દા પર કામ કરતા જમીલ અહેમદની ફરજ કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીઓને અંતિમ સંસ્કાર માટે કબ્રસ્તાન અથવા સ્મશાન ઘાટ સુધી પહોંચાડવાની જ હોય છે. પરંતુ જમીલ મૃતકની દફનવિધિ અને તેના જનાઝાની નમાઝ પણ પઢે છે. શ્રીનગરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં થયેલા તમામ મૃત્યુની દફનવિધિમાં જમીલે પોતાનો સહયોગ આપ્યો છે.

image source

જમીલ અહેમદના કહેવા મુજબ જ્યારે તેણે કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીઓની દફનવિધિ માટે સહયોગ આપવાનું શરૂ કર્યું ત્યારે શરૂમાં મારા પરિવારજનોએ નારાજગી દર્શાવી પરંતુ બાદમાં તેઓને પણ એ વાત સમજાઈ ગઈ કે અસલમાં આ તો માનવતાનું કામ છે અને હવે તો મારુ પરિવાર અને બાળકો પણ મારા પર ગર્વ કરે છે. જમીલ કહે છે કે જ્યારે તે કોઈ કોરોના દર્દીઓની દફનવિધિ કરીને પરત ફરે છે ત્યારે સૌથી પહેલા હોસ્પિટલે જઈ PPE કીટ ડસ્ટબીનમાં નાખે છે અને સ્નાન કરી અને સેનેટાઇઝ થયા બાદ જ ઘરે જાય છે.

image source

જમીલ અહેમદ કહે છે કે જ્યારે શ્રીનગરમાં કોરોનાને કારણે પહેલું મોત થયું ત્યારે પરિસ્તીથી ઘણી ખરાબ હતી અને લોકો ડરી રહ્યા હતા. રૈનાવારીના 73 વર્ષીય એ વૃદ્ધાની દફનવિધિ માટે ફક્ત ત્રણ લોકો જ સામે આવ્યા હતા બે તેમના મહોલ્લા વાળા અને ત્રીજો હું પોતે. કારણ કે તે વૃદ્ધાના પરિવારજનોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા અને કોરોનાનો ડર એટલો બધો હતો કે મહોલ્લા વાળા પણ દફનવિધિમાં શામેલ નહોતા થયા.

જમીલ અહેમદના કહેવા મુજબ તેની ફરજમાં મૃતકને દફનાવવાનું કામ નથી આવતું તેમ છતાં મેં આ કામ કર્યું જેથી લોકોમાં ડર ઓછો થાય અને તેઓ એ વિચારી શકે કે જો હું આ કામ કરી શકું તો તેઓ કેમ નહીં ? અને હવે લોકો દફનવિધિમાં પણ શામેલ થવા લાગ્યા છે.

image source

નોંધનીય છે કે જમીલ અહેમદ છેલ્લા 10 વર્ષથી એમ્બ્યુલન્સના ડ્રાઇવરની નોકરી કરે છે અને કોરોનામાં પણ તેઓ પોતાની ફરજ છોડતા નથી. જમીલના કહેવા મુજબ તેના સહયોગી સ્ટાફ પણ તેને પૂરતો સહકાર આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત