જન્માષ્ટમી સ્પેશિયલ સુંઠવડા – કાન્હાને પ્રસાદમાં આ વર્ષે પંજરી સાથે આ નવીન વાનગી પણ ધરાવજો..

કેમ છો ફ્રેન્ડસ…

ગુજરાત માં જેમ પંજરી બનાવતા હોય છે તેમ જ મહારાષ્ટ્ર માં સુંઠવડા નો પ્રસાદ ચઢાવવા માં આવે છે. પંજરી તો તમે બધા બનાવતા જ હશો… આજે સૂંઠવડા નો પ્રસાદ બનાવી જોવો..

જન્માષ્ટમીનો તહેવાર આવી ગયો છે ત્યારે કૃષ્ણ ભક્તો અનેક પ્રકારની તૈયારીઓ કરવા લાગે છે. જો કે શ્રીકૃષ્ણની ભક્તિની સાથે તેમને ધરાવાતા પ્રસાદનું પણ અનેકગણું મહત્વ છે. તો આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવો સૂંઠવડા નો પ્રસાદ કઈ રીતે ઘરે બનાવી શકશો.

આપણા ગુજરાતમાં પંજરીના પ્રસાદ વિના અધૂરી છે શ્રીકૃષ્ણની પૂજા, તેમજ મહારાષ્ટ્ર માં સૂંઠવડા ના પ્રસાદ વિના અધૂરી છે આઠમ ની પૂજા.. જન્માષ્ટમીએ સિમ્પલ સ્ટેપ્સથી ઘરે જ બનાવો સૂંઠવડા નો પ્રસાદ…

“નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી.. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી”

“જન્માષ્ટમી સ્પેશિયલ સુંઠવડા”

(મહારાષ્ટ્રીયણ રેસિપી )

  • ૨ વાટકી – સૂકા કોપરાનું છીણ અને
  • ૨ સૂંઠના – ટુકડા
  • ૬ – બદામ
  • ૨ ચમચી – ખસખસ
  • ૫ ચમચી – આખા ધાણા
  • ૫-૬ – આખી ખારેક
  • અર્ધી વાટકી – ખડિસાખર
  • ચપટી – જાયફળ પાઉડર

રીત :-

સૌ પ્રથમ કોપરાના કાચલાને છીણી લેવું. હવે આખા ધાણીને શેકી લેવું.

સૂંઠ ના પણ ઝીણા કટકા કરી લેવા.

ખસખસ ને પણ શેકી લેવું.ખારેક ના ટુકડા કરી લેવા.

હવે બધી સામગ્રી ભેગી કરી મિકસર જાર માં પીસી લેવું.એક બાઉલ માં કાઢી ઉપર થી થોડું કોપરાનું છીણ અને ખસખસ મિક્સ કરવું અને શ્રી કૃષણ ને પ્રિય તુલસી નું પાંન મૂકી કાન્હાજી ને ભોગ ધરાવો….

સુંઠવડા ના ફાયદા :-

૧- સૂંઠ એકદમ ગુણકારી છે એટલે બધી તકલીફ માં સૂંઠ ના ફાયદા છે..

આમાં વિટામિન બી, અને સી, પોટશિયમ , ફોસ્ફરસ આ બધું મળતું હોય છે.

સર્ધી ખાસી માં સૂંઠ નો રામબાણ ઈલાજ છે. સાથે કફ અને વાયુ નિ તકલીફ દૂર થાય છે.

માઈગ્રેન પેટ ની તકલીફ દૂર થાય છે…

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.