શું તમને ખબર છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના રાત્રે બની હતી આ 5 ઘટનાઓ?

મુરલી મનોહર વિષે આ વાતો શું આપ જાણો છો ? :

ભગવાન શ્રી કૃષ્ણનું જીવન જ સંઘર્ષથી શરુ થયું છે. પરંતુ તેની વ્યથા ક્યારેય પણ તેમના ચહેરા પર જોવા મળી નથી. ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા હસતા હસતા વાંસળી વગાડતા રહેતા હતા અને અન્ય વ્યક્તિઓની પણ સમસ્યાઓને આમ જ હસતા હસતા સુલઝાવી દેવાની શીખ આપતા હતા. એવા માં મુરલી મનોહરના જન્મના રાતના સમયે પાંચ અનોખી ઘટનાઓ બની હતી. ચાલો જાણીએ તેના વિષે વિસ્તારથી હવે જાણીશું…

image source

ઊંઘમાં વાસુદેવ કરી ગયા મહાન કામ.:

જયારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તો જેલના બધા સંત્રી યોગમાયા દ્વારા ગાઢ નિદ્રામાં સુઈ જાય છે. ત્યાર બાદ બંદીગૃહના દરવાજા પોતાની જાતે જ ખુલી જાય છે. તે સમયે ભારે વરસાદ થઈ રહ્યો હતો. વાસુદેવજીએ નાના કૃષ્ણને એક ટોપલીમાં રાખી દે છે અને એ જ ભારે વરસાદમાં ટોપલીને લઈને વાસુદેવજી બંદીગૃહની બહાર નીકળી જાય છે. વાસુદેવજીએ મથુરાથી નંદગામ પહોચી જાય છે પરંતુ વાસુદેવ આ ઘટનાનું ધ્યાન હતું નહી.

image source

યમુના નદીના તોફાની જળ થયા શાંત :

ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે ભરે વરસાદ થઈ રહ્યો હતો. યમુના નદી બંને કાંઠે વહી રહી હતી. વાસુદેવજી શ્રી કૃષ્ણને ટોપલીમાં લઈને યમુના નદીમાં પ્રવેશ કરી લીધો અને ત્યારે જ ચમત્કાર થયો. યમુનાના જળને શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શે છે અને પછી યમુના નદીનું પાણી બે ભાગમાં વહેચાય જાય છે અને યમુના નદીને પાર કરવાનો રસ્તો બની જાય છે તે જ રસ્તાથી વાસુદેવજી ગોકુળ પહોચી જાય છે.

image source

બાળકોની થઈ અદલા- બદલી, કોઈ પણ ના જાણી શક્યું. :

વાસુદેવજીએ શ્રી કૃષ્ણને યમુના નદીની પેલે પાર ગોકુળમાં પોતાના મિત્ર નંદગોપને ત્યાં લઈ જાય છે ત્યાં જ નંદની પત્ની યશોદાજીએ એક કન્યાને જન્મ આપ્યો હતો. વાસુદેવજીએ શ્રી કૃષ્ણને યશોદાની પાસે સુવડાવીને તે કન્યાને પોતાની સાથે લઈ આવે છે.

નંદરાયએ કર્યું સ્વાગત :

image source

કથામાં જણાવ્યા મુજબ, નંદરાયજીને ત્યાં જયારે કન્યાનો જન્મ થયો ત્યારે જ તેમને ખબર પડી ગઈ હતી કે, વાસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને લઈને આવી રહ્યા છે. ત્યારે નંદરાયજી પોતાના ઘરના દરવાજા પર ઉભા રહીને વાસુદેવજીની રાહ જોવા લાગ્યા. પછી જેવા જ વાસુદેવજી આવ્યા તેમણે પોતાના ઘરે જન્મેલ દીકરીને ખોળામાં લઈને વાસુદેવજીને આપી દે છે. જો કે, આ ઘટના પછી નંદરાય અને વાસુદેવ બંનેવ આ બધું ભૂલી ગયા હતા. આ બધું દેવી યોગમાયાના પ્રભાવથી થયું હતું.

દેવી વિંધ્યવાસિનીની પ્રાકટ્ય :

image source

વાસુદેવજી નંદરાયના ઘરે જન્મેલ કન્યા એટલે કે યોગમાયાને લઈને ચુપચાપ મથુરાની જેલમાં પાછા આવી જાય છે પછી જયારે કંસએ દેવકીની આઠમી સંતાનના જન્મના સમાચાર મળ્યા તો કારાગારમાં પહોચે છે. કંસે આ નવજાત કન્યાને પથ્થર પર પટકીને જેવા જ મારી નાખવા ઈચ્છે છે, તે કન્યા એકાએક કંસના હાથ માંથી છૂટીને અને પોતાના દિવ્ય સ્વરૂપ પ્રકટ કરીને કંસના વધની ભવિષ્યવાણી કરી. ત્યાર બાદ તે ભગવતી વિંધ્યાચલ પર્વત પર પાછા આવી જાય છે અને વિંધ્યાચલ દેવીના રૂપમાં આજે પણ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.

Source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત