લગ્ને લગ્ને ડખા, અમદાવાદમાં બીજા લગ્નના રિસેપ્શનમાં આવી ગઈ પહેલી પત્ની, એવી ધમાચકડી થઈ કે પતિ ભાગી ગયો

હાલમાં અમદાવાદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે અને લોકો પણ ચકિત રહી ગયા છે. આ કિસ્સો લગ્ન પ્રસંગનો છે અને લગ્ન સમયે જ પતિ ભાગી ગયો હતો, એટલા માટે ભાગી ગયો કે તેની પહેલી પત્ની ત્યાં આવી પહોંચી હતી, હવે આ કિસ્સો આખા પંથકમાં ચર્ચાઈ રહ્યો છે. તો આવો વિગતે વાત કરીએ આ અનેખા કિસ્સા વિશે. આ વાત છે અમદાવાદના રખિયાલ વિસ્તારની કે જ્યાં લગ્નના રિસેપ્શનમાં પ્રથમ પત્ની આવી જતાં ઉપસ્થિત લોકોમાં હોબાળો મચી ગયો હતો.

image source

જો કે વાત તો ત્યાં સુધી મળી રહી છે કે ઝઘડાએ એવું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે બંને પક્ષને બાપુનગર પોલીસ સ્ટેશને લઈ જવા પડ્યા અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ સાથે જ માહિતી મળી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો ગોમતીપુરમાં રહેતી અફરોઝના લગ્ન જુહાપુરાના આસિફ સાથે 2014માં મુસ્લિમ શરિયતથી કરવામાં આવ્યા હતા, લગ્નના થોડા સમય બાદ પતિ અને સાસરિયાંએ અફરોઝને દહેજ મુદ્દે ત્રાસ આપતા અને સાથે જ આસિફે અફરોઝને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હોવાનું પણ સામે આવ્યું હતું.

image source

હવે બન્યું એવું કે અફરોઝને જાણ થઈ કે આસિફે બીજા લગ્ન કરી લીધા છે અને તેના ઘરઆંગણે લગ્નનું રિસેપ્શન(વાલીમા) રાખ્યું છે. માટે સીધી જ અફરોઝ ત્યાં પહોંચી હતી. જો કે આ જોઈને આસિફ ગભરાઇ ગયો અને ત્યાંથી ભાગી ગયો. જો કે કહાની એવી છે કે અફરોઝે ત્યાં બેઠેલી દુલ્હનને કહ્યું હતું કે ‘હું આસિફની પત્ની છું,’ પરંતુ દુલ્હને અફરોઝને તમાચો માર્યો હતો. આ સાથે જ ધબધબાટી બોલી ગઈ હતી અને પછી આસિફના પરિવારે અફરોઝ સાથે મારઝૂડ કરી હોવાની પણ માહિતી સામે આવી છે.

image source

બાપુનગરના પીઆઈ એ.પી.ગઢવીએ જણાવ્યું હતું કે બંને પક્ષની ફરિયાદ નોંધી છે.(પાત્રોનાં નામ બદલ્યાં છે.) અફરોઝના વકીલ ગુલાબખાન પઠાણે આ વિશે વાત કરતાં માહિતી આપી હતી કે અફરોઝના પતિ અને સાસરિયાં સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરાઇ છે. ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ અને મેટ્રો કોર્ટમાં ઘરેલુ હિંસાની પણ ફરિયાદ કરવામાં આવી છે.

image source

થોડા સમય પહેલા ગાંધીનગરના એક યુવકને ફસાવીને દુલ્હન ત્રણ લાખ રૂપિયા લઈને એક અઠવાડિયામાં તેના સ્વજન સાથે ફરાર થઈ ગઈ હતી એ કિસ્સો પણ ભારે ચર્ચામાં આવ્યો હતો જો કે આ કેસમાં એટલું જ નહીં, યુવતીએ પહેલાં પણ લગ્ન કર્યાં અને યુવકને નૈવેદ્ય કરવાનું કહીને ગઈ અને બીજા લગ્ન પણ કરી લીધા હોવાનું કાંડ ખૂલ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!