માતા-પિતા માટે ચેતવા જેવો કિસ્સો, સુરતમાં 13 વર્ષના કિશોરની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં જ હાહાકાર

હાલમાં એક તો પહેલાંથી જ આપણે કોરોના સામે જજુમી રહ્યાં છીએ. લોકોના ટપોટપ મોત થઈ રહ્યાં છે અને બદ્દથી બદતર હાલતમાં જીવી રહ્યા છે. ત્યારે સુરતમાંથી કંઈક અલગ જ ઘટના સામે આવી છે અને બધા જ ચોંકી ગયા છે. જો વિગતે વાત કરીએ તો સરથાણામાં સ્ટન્ટના વીડિયો બનાવવાના શોખીન 13 વર્ષના કિશોરની ગળેફાંસો ખાધેલી હાલતમાં તેના ઘરની ગેલેરીમાંથી લાશ મળતા હાહાકાર મચી ગયો છે.

image source

મળતી માહિતી પ્રમાણે ધોરણ-8માં ભણતા મીતે જાતે ફાંસો ખાધો કે ગળામાં દુપટ્ટો ભેરવાયો એ હજુ રહસ્ય છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, મોતનું કારણ ફાંસો જ છે એવું સામે આવ્યું છે. આ બાળકનું નામ છે મીત. તે સ્ટન્ટ સહિત ડાન્સના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર સતત અપલોડ કર્યા કરતો હોવાથી તેની માતાએ તેની પાસેથી મોબાઈલ જૂંટવી લીધો હતો અને આ પછી ઘટના બની હોવાનું પીઆઈ એમ. કે. ગુર્જરે જણાવ્યું હતું. જો કે હાલમાં આ રહસ્ય છે. પરંતુ લોકોને આશા છે કે જલ્દી જ સત્ય હકીકત બહાર આવે. મૂળ અમરેલી જિલ્લાના કેરાળા (વીરડિયા) ગામના વતની અશ્વિન લક્ષ્મણભાઈ વીરડિયા હાલમાં સરથાણાની માનસરોવર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને તેમના જ ઘરે આ બનાવ બન્યો છે.

image source

જો આ પરિવાર વિશે વિગતે વાત કરીએ તો પત્ની અનસૂયા, દીકરી હેની ઉર્ફ હેતુ અને નાનો દીકરો મીત કે જેની ઉંમર 13 વર્ષની છે. અશ્વિનભાઇ ઉધનામાં એમ્બ્રોઇડરી-ટેક્સટાઈલનું ખાતું ચલાવે છે. મીત હાલ ધોરણ ૮માં અભ્યાસ કરતો હતો. મીતને સ્ટંટ કરવાનો, ડાન્સ કરવાનો, ગીતો ગાવાનો ખૂબ જ શોખ હતો. તે બોક્સિંગ કરતો હોય એ રીતે દીવાલને મુક્કા મારતો રહેતો હતો. આ પ્રવૃત્તિઓનો તે વીડિયો બનાવીને પણ તે સોશિયલ પ્લેટફોર્મ પર અપલોડ કર્યા કરતો હતો અને લોકો વચ્ચે પ્રખ્યાત થવાનો શોખ રાખતો હતો. મંગળવારે સાંજે પણ તે ઘરની ગેલેરીમાં સ્ટંટ કરતો હતો.

image source

જો ત્યારની વાત કરવામાં આવે તો સાંજે 7 વાગ્યા સુધી પણ તે ઘરમાં ન આવતાં બહેન હેની તેને જોવા ગેલેરીમાં ગઈ હતી. પહેલી નજરે ભાઇ બેસેલો હોય એવું જ લાગ્યું હતું, પરંતુ નજીક જઈને જોતાં તે ફાંસો લાગેલી હાલતમાં હતો અને આ જોઈને બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ગેલેરીમાં પાંચેક ફૂટ ઉપર લાગેલા ખીલાને પટ્ટા જેવી દોરી બાંધેલી હતી. તેને તાત્કાલિક સુરત ડાયમન્ડ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ અફસોસ કે ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. મીતના પિતાએ દુખ સાથે વાત કરતાં કહ્યું હતું કે કે તેને સ્ટંટ કરવાનો બહુ શોખ હતો, ડાન્સ કરવાની એક તક જવા દેતો ન હતો. આવી રીતે ફાંસો લાગ્યો એ માનવામાં નથી આવતું.

image source

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાબતે પણ પીએસઆઈ એમ.બી. પઢિયારે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસો ખાધો હોવાનું સ્પષ્ટ બહાર આવ્યું છે. જોકે તેણે જાતે ફાંસો ખાધો કે રમતાં રમતાં દુપટ્ટો ગળે વીંટળાઈ ગયો એ હજુ તપાસનો વિષય છે. સાઈકોલોજીમાં મનુષ્યની સુષુપ્ત ઈચ્છાઓમાં બે પરસ્પર વિરોધી એવી ઈચ્છાઓનું વર્ણન છે. પહેલી છે ‘ઈરોસ’ ઉર્ફે જીજિવિકા અર્થાત જીવવાની લાલસા અને બીજી છે ‘થેનેટોસ’ ઉર્ફે મૃત્યુ પામવાની ઈચ્છા, અર્થાત મુમૂર્ષા. જો કે કહેવામાં આવે છે કે આવા કરુણ અકસ્માતો ભલે જ્વલ્લે બને છે, પણ વાલીઓ માટે રેડ સિગ્નલ જેવા બની રહે છે. તરુણોને ઓવર સપ્રેસ્ડ, ઓવરડિસિપ્લિન્ડ પણ ન બનાવી શકાય અને ટોટલી નિગ્લેક્ટેડ, લિબરેટેડ, અનમોનિટર્ડ પણ ન રાખી શકાય. આ બંને વચ્ચેનું સંતુલન જેટલું જ ડેલિકેર અને ડિફિકલ્ટ ટુ પ્રેક્ટિસ હોય છે.