ચિંતાનજક સ્થિતિ: ડેલ્ટા+ વેરિઅન્ટને લઇને ગુજરાત સહિત આ 8 રાજ્યોને કેન્દ્ર સરકારે કર્યા એલર્ટ, પત્ર લખીને કહ્યું કે…

કોરોનાનો નવો ડેલ્ટા પ્લસ વેરિયંટ કેન્દ્ર સરકારની ચિંતા વધારી રહ્યો છે. હજુ તો કોરોનાની બીજી લહેર શાંત થઈ જ છે ત્યાં કોરોનાનો આ વેટિયંટ ફેલાવા લાગ્યો છે. તેને વેરિયંટ ઓફ કંસર્ન જાહેર કરવામાં આવ્યો છે આ બાદ કેન્દ્ર સરકારે દેશા 8 રાજ્યોને પત્ર લખ્યો છે અને ખાસ નિર્દેશ આપ્યા છે.

image source

કેન્દ્ર સરકારે જે 8 રાજ્યોને પત્ર લખ્યો છે તેમાં ગુજરાત, આંધ્ર પ્રદેશ, હરિયાણા, જમ્મૂ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે. આ રાજ્યોને કેન્દ્ર સરકારે કેટલાક નિર્દેશ આપ્યા છે. કેન્દ્રએ આ રાજ્યોને કહ્યું છે કે જિલ્લા અને સમૂહોમાં તુરંત રોકથામના ઉપાય કરવામાં આવે. આ ઉપાયમાં લોકોની ભીડ એકત્ર થવાથી અટકાવવી, મોટા પ્રમાણમાં ટેસ્ટીંગ, તુરંત ટ્રેસિંગ અને સાથે જ પ્રાથમિકતાના આધાર પર રસી કવરેજનો સમાવેશ થાય છે.

image source

કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોરોના ટેસ્ટમાં જે લોકો પોઝિટિવ આવે તેમના પર્યાપ્ત નમૂના ઈંસાકોગની નામિત પ્રયોગશાળામાં તુરંત મોકલવામાં આવે. રાજ્યવાર ડેલ્ટા પ્લસ વેરિયંટની અહીં ચકાસણી કરવામાં આવશે.

જણાવી દઈએ કે અત્યાર સુધીમાં તામિલનાડુના મદુરાઇ, કાંચીપુરમ અને ચેન્નાઈ, રાજસ્થાનના બીકાનેર, કર્ણાટકના મૈસુરુ, પંજાબના પટિયાલા, લુધિયાણા, જમ્મુ અને કાશ્મીરમાં કટરા, હરિયાણાના ફરીદાબાદ, ગુજરાતના સુરત અને આંધ્રપ્રદેશના તિરૂપતિમાં ડેલ્ટા પ્લસ વેરિયંટના કેસ નોંધાયા છે.

image source

ડેલ્ટા પ્લસ વેરિયંટ કોરોના વાયરસના ડેલ્ટા વેરિયંટ બી 1.617.2નું મ્યૂટેશન છે. ભારતના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ વેરિયંટમાં બે ચિંતાજનક વાત જણાવવામાં આવી છે. પહેલું કે તેનું સંક્રમણ અગાઉ કરતાં પણ ખૂબ ઝડપથી ફેલાય છે અને બીજી વાત એ કે આ વેરિયંટ મોનોક્લોનલ એંટીબોડી સારવારનો પણ પ્રતિરોધ કરી શકે છે.

image source

ઉલ્લેખનીય છે કે મોનોક્લોનલ એંટીબોડી થેરાપીનું ટ્રાયલ ભારતમાં હાલમાં જ થયું છે. કોરોનાના માઈલ્ડ અને મોડરેટ દર્દીઓની સારવારમાં આ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ આ વેરિયંટ પર નજર રાખી રહ્યું છે. કારણ કે આ વેરિયંટ વધારે સંક્રામક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને લઈને એક એડવાઈઝરી પણ જાહેર કરવાનો વિચાર કર્યો છે.

image source

આ તમામ વચ્ચે સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ પણ ચેતવ્યા છે કે આ વેરિયંટને લઈ વધુ સાવધાની રાખવી પડશે. આ વેરિયંટથી બચવા માટે સામાજિક અંતર, વારંવાર હાથ સાફ કરવા જેવા નિયમો જ વધારે પ્રભાવી સાબિત થશે. તેથી જ અત્યારથી જ જે રાજ્યોમાં આ કેસ નોંધાઈ રહ્યા છે તેને કેન્દ્ર સરકારે ચેતવી દીધા છે અને શું કરવું તેની જાણકારી આપી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!