હેડની વિકૃત હરકત: વેક્સિનેશન પૂરું કરીને ઘરે જતી નર્સે હેડને કહ્યું, ‘બહાર જાઓ, મારે ડ્રેસ ચેન્જ કરવો છે’, પણ હેડ ના માન્યા અને બોલ્યા, ‘મારી સામે જ…

વિરમગામમાં આવેલી સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં વીણાબેને અભયમ્ હેલ્પલાઇનમાં ફોન કરીને તેના એચઓડી બીભત્સ વર્તન કરતા હોવાની ફરિયાદ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે કોરોના વેક્સિનેશન માટે અન્ય સ્ટાફ નર્સની સાથે તેમને પણ આસપાસનાં ગામડાંમાં મોકલવામાં આવ્યા હતા. રસીકરણનું કામ પૂરું થતાં તેમણે ડ્રેસ બદલવાનો હોવાથી એચઓડીને કહ્યું હતું કે ‘તમે બહાર જાો, મારે ડ્રેસ ચેન્જ કરવાનો છે.’ તો એચઓડીએ કહ્યું, ‘ડ્રેસ બદલવો હોય તો મારી સામે બદલી લે.’

image source

મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન ઉપરાંત મહિલા લક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે હેલ્પલાઇન 181ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને જીવીકે ઇએમઆરઆઇ દ્વારા સંકલિત રીતે અભયમ હેલ્પલાઇન 4 ફેબ્રુઆરી-2014ના રોજ પ્રથમ તબકકે સેવા તાલિમબધ્ધ મહિલા કાઉન્સેલર સાથે રેસ્કયુ વાન સહિત અમદાવાદ શહેર, સુરત શહેર તેમજ ગાંધીનગર જિલ્લામાં શરૂ કરવામાં આવી હતી.

181 ડાયલ કરવાથી આવતી વાન અભયમના મુખ્ય હેતુઓ

image source

મહિલાઓસામેથતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સૂચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપવી, 108ની સેવા તેમજ ટેકનોલેાજીનો ઉપયોગ કરી 24 કલાક સેવાઓ આપતી હેલ્પ લાઇન કાર્યરત કરવી., પીડીત મહિલાને ટુંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉનસેલિંગ અને માર્ગદર્શન પુરૂ પાડવું, મહિલા લક્ષી વિવિધ યેાજનાઓની પ્રાથમિક માહિતી પુરી પાડવી. સમગ્ર રાજયમાંથી ગમે ત્યારે 181 નંબર ડાયલ કરો, મહિલાઓને સુરક્ષા અને માર્ગદર્શન માટે તુરંત ગાડી આવશે.

દરરોજ HOD હેરાન કરતો હતો

image source

મૂળ વિરમગામનાં વીણાબેન સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. કોરોના રસીકરણ માટે તેમને અન્ય સ્ટાફ નર્સની સાથે આસપાસનાં ગામડાંમાં મોકલાતાં હતાં. આ દરમિયાન 23મીએ વીણાબેન વિરમગામ પાસેના ગામે રસી આપવા ગયાં હતાં. રસીકરણનું કામ પૂરું થતાં તેમણે એચઓડીને કહ્યું હતું કે ‘તમે બહાર જાો, મારે ડ્રેસ બદલવો છે.’ તેમ છતાં એચઓડી બહાર ન ગયા. વારંવાર કહ્યા પછી તેમના એચઓડીએ કહ્યું, ‘હું બહાર જવાનો નથી, તારે ડ્રેસ બદલવો હોય તો મારી સામે બદલ,’ આથી વીણાબેન કશું બોલી શક્યાં ન હતાં, પરંતુ આ પ્રકારની દરરોજની હેરાનગતિથી ત્રાસીને અંતે તેમણે અભયમ્ હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. અભયમ્ હેલ્પલાઇનની ટીમે ઘટનાસ્થળે આવી એચઓડીને મળી હતી.

એચઓડીએ કબૂલાત કરી હતી કે ‘હું આવું બોલ્યો હતો, પરતું મજાકમાં કહેતો હતો. તેની પાછળ કોઈ બીજો ઇરાદો નહોતો.’

HOD પાસે માફીપત્ર લખાવ્યો

image source

હેલ્પલાઇનના કાઉન્સિલરે મહિલાના કાયદા જણાવી એચઓડીને સમજાવ્યા હતા કે કાયદાકીય ભાષામાં એને ગુનો કહેવાય, આવી મજાક કોઈ મહિલા સાથે ન કરાય. છેવટે તેમની પાસે માફીપત્ર લખાવી સમાધાન કરાવ્યું હતું. (પાત્રનું નામ બદલ્યું છે)

‘ફરિયાદ કરીશ તો તેમનું પ્રમોશન અટકી જશે’

રસીકરણમાં ફરજ બજાવતી અન્ય મહિલા નર્સે વીણાબેનને કહ્યું હતું કે હેડનું પ્રમોશન નજીક છે, તેમની સામે ફરિયાદ કરીશ તો પ્રમોશન અટકી જશે. વીણાબેને ઘણી વખત એચઓડીની અભદ્ર મજાક સામે ફરિયાદ માટે અન્ય નર્સોને આગળ આવવા કહ્યું હતું, પરંતુ તેને રોકવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!