આ છે દુનિયાની એક એવી હીરાની ખાણ, જ્યાં સામાન્ય માણસ પણ બની જાય છે કરોડપતિ, શું તમે જાણો છો આ વિશે?

અમેરિકાના અરકાનસાસ નેશનલ પાર્કમાં સ્થિત એવા ૩૭.૫ એકરના ફાર્મની ઉપરની સપાટી પર હીરા જોવા મળે છે. વર્ષ ૧૯૦૬થી અહીં હીરા મળવા લાગ્યા હતા, તેથી તેને ‘ધ ક્રેટર ઓફ ડાયમંડ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

image source

વિશ્વભરમાં ઘણી હીરાની એવી ખાણો હોય છે, જ્યાંથી સેંકડો હીરા મેળવામાં આવતા હોય છે, અને તેને લીધે ઘણી હીરા કંપનીઓ ખૂબ સમૃદ્ધ બની ગઈ છે. તમને જાણીને થોડી નવાઈ લાગશે કે દુનિયામાં હીરાની ખાણ પણ હોય છે, જ્યાં કોઈ પણ સામાન્ય માણસ જઈને હીરા શોધી શકે છે. જેને અહીં હીરા મળે છે તે હીરો તેનો થઈ જાય છે.

આ ખાણ અમેરિકાના અરકાનસાસ રાજ્યમાં પાઇક કાઉન્ટીના માર્ફ્રેસબોરોમાં આવેલી છે. અહીં અરકાનસાસ નેશનલ પાર્કમાં સ્થિત ૩૭.૫એકરના ફાર્મની ઉપરની સપાટી પર હીરા જોવા મળે છે. વર્ષ ૧૯૦૬થી અહીં હીરા મળવા લાગ્યા હતા, તેથી તેને ‘ધ ક્રેટર ઓફ ડાયમંડ્સ’ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે.

image source

જોકે આ ખાણમાં જતાં પહેલાં લોકોએ થોડી ફી પણ ચૂકવવી પડે છે. આ ખાણ યુ.એસ.એ. ના અરકાનસાસ સ્ટેટના પાઇક કાઉન્ટીના માર્ફ્રેસબોરોમાં આવેલી છે. તમને જણાવી દઈ કે અરકાનસાસ નેશનલ પાર્કમાં સ્થિત ૩૭.૫ એકર જમીન પર તમને ઉપરની સપાટી પર હીરા જોવા મળશે. અહીં ડાયમંડ વર્ષ ૧૯૦૬ માંથી મળવાનું શરૂ થયું હતું.

અહીં ૪૦ કેરેટનો હીરા પણ મળી આવ્યા છે :

image source

મીડિયામાં બતાવેલા રિપોર્ટ્સ અનુસાર ઓગસ્ટ, ૧૯૦૬મા જ્હોન હેડલેસ્ટોન નામના એક વ્યક્તિને તેના ફાર્મમાં બે ચમકતા ક્રિસ્ટલ મળ્યા હતા. જ્યારે તેઓએ તેની તપાસ કરાવી ત્યારે તેમને જાણવા મળ્યું કે આ તો હીરા છે. ત્યારબાદ જ્હોને તેની ૨૪૩ એકરની જમીન એક હીરા કંપનીને ઊંચા ભાવમાં વેચી દીધી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૭૨મા ડાયમંડ કંપની દ્વારા ખરીદવામાં આવેલી આ જમીન નેશનલ પાર્કમાં આવી હતી.

image source

અરકાનસાસ ડિપાર્ટમેન્ટ ઓફ પાર્ક એન્ડ ટૂરિઝમે ડાયમંડ કંપની પાસેથી જમીન ખરીદી હતી અને પછી તેને સામાન્ય લોકો માટે ખોલી હતી. નેશનલ પાર્કના અધિકારીઓના જણાવ્યા અનુસાર વર્ષ ૧૯૭૨થી અત્યાર સુધીમાં જમીન પર ત્રીસ હજારથી વધુ હીરા મળી આવ્યા છે. અહી નાના કદના જ હીરા જોવા મળે છે, જેમ કે ચાર કે પાંચ કેરેટના હીરા, આ નેશનલ પાર્કમાં જોવા મળે છે.

લોકો અહીં હીરા શોધવા માટે ખુબ મોટી સંખ્યામાં આવતા જોવા મળે છે. જે લોકોની તેની કિસ્મત સારી હોય તેને જ હીરા મળે છે અને જેના નસીબ સારા નથી હોતા, તેમને તે હીરા મળતા નથી. તમારી માહિતી માટે અહીં ચાલીસ કેરેટનો ‘અંકલ બીન’ પણ મળી આવ્યો છે. તે યુ.એસ. માં અત્યાર સુધીનો સૌથી મોટો હીરો છે. અહીં ખૂબ જ નાના કદના મોટા ભાગના હીરા જોવા મળે છે. ચાર-પાંચ કેરેટનો ડાયમંડ પણ હજારો ડોલરમાં વેચાય છે. અહીંના લોકો મોટી સંખ્યામાં હીરા શોધતા જોવા મળે છે.