દેહવ્યાપારનો પર્દાફાશ: મહારાષ્ટ્રથી યુવતીઓ લાવીને સંચાલક વડોદરાની હોટલમાં ચલાવતો સેક્સરેકેટ અને ગ્રાહકોને…

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ન્યુ રિલેક્સ ઇન હોટલમાં મંગળવારે મોડી રાત્રે એસઓજીની ટીમે છાપો મારીને હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં એસઓજી ટીમે 2 યુવતી સહિત 5 લોકોની ધરપકડ કરી આગળ કાર્યવાહી કરી છે.

image source

વડોદરા એસઓજીને વડોદરા શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલી ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળી હતી, જેથી એસઓજીની ટીમે મંગળવારે મોડી રાત્રે ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં રેડ પાડી હતી. અચાનક પોલીસને જોતાં હોટલમાં દોડધામ મચી ગઇ હતી.

image source

તમને જણાવી દઈએ કે પોલીસની રેડ દરમિયાન પોલીસને હોટલમાંથી 2 યુવતી મળી આવી હતી. એસઓજીની ટીમે બંને યુવતીની પૂછપરછ શરૂ કરી હતી, જેમાં સેકેસ રેકેટ ચલાવનાર માસ્ટર માઇન્ડ મહારાષ્ટ્રથી યુવતીઓ બોલાવતો હતો અને વડોદરાની ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં રાખીને સેક્સ રેકેટ ચલાવતો હતો એ વાતનો ખુલાસો થયો છે.

image source

આ ઉપરાંત પોલીસ તપાસ દરમિયાન હોટલમાંથી કોન્ડોમ મળી આવ્યા હતા. તેમજ સોશિયલ નેટવર્કિંગ સાઇટ(SKOKKA) પર આ સમગ્ર સેક્સ રેકેટ ચાલતુ હતું અને ગ્રાહકોને ફોન પર આ યુવતીઓના ફોટો મોકલવામાં આવતા હતા.

ન્યુ રિલેક્સ ઇન હોટલમાં પાડેલી રેડમાં પોલીસે હોટલમાંથી 2 યુવતીની સાથે સાથે હોટલના મેનેજર અને વિરપુરના મુવાડા, મુડાવડેખ, તાલુકો ખાનપુર અને જિલ્લો મહિસાગરના રહેવાસી રમેશભાઇ પુંજાભાઇ ડાભી, વિરલપાર્ક સોસાયટી, અંબે સ્કૂલ પાસે મકરપુરાના રહેવાસી પ્રવિણભાઇ અર્જુનભાઇ ગોહિલ અને ભગવતી પાર્ક, ઓપી રોડ વડોદરાના રહેવાસી દેવરાજ મુકેશભાઇ કાપડીની અટકાયત કરી હતી, આ ઉપરાંત રાજસ્થાનના ઉદેપુરના રહેવાસી કચરૂ લાલજી પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે 4 મહિના પહેલાં જ વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર બુદ્ધા ઈન્ટરનેશનલ સ્પાના નામ હેઠળ ધમધમતા સેક્સ રેકેટનો વડોદરા એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ સ્પામાં ડમી ગ્રાહક મોકલીને રૂમમાંથી યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડી હતી તેમજ કેશ કાઉન્ટર પરથી રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત 39 હજારની મતા સાથે સંચાલકની ધરપકડ કરી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

image source

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા એસઓજીની ટીમે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાંથી નામચીન બૂટલેગરોનો 3.33 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસઓજીની રેડ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઊંઘતો ઝડપાયો હતો અને બૂટલેગર સાથે પોલીસની સાઠગાંઠ ખુલ્લી પડતાં સમગ્ર ડી-સ્ટાફની ટીમનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતુ.