72% લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ, 36.63%માં બહારનું ભોજન બંધ, 63%માં આયુર્વેદિક દવા શરૂ, જાણો લોકો કેટલા બદલાયા

આપણે ગુજરાતીમાં એક વાત વારંવાર બોલવામાં આવે છે કે જ્યારે કોઈપણ વસ્તુ આપણા પર આવે ત્યારે આપોઆપ બધું સમજાવા લાગે છે. ત્યારે હવે કંઈક એવું જ જોવા મળ્યું છે કોરોના કાળમાં. કારણ કે એક સર્વે કરવામાં આવ્યો હતો એમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કોરોના બાદ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કેટલા જાગૃત થયા છે તે જાણવા માટે ‘યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને સંયુક્ત રીતે એક સરવે હાથ ધર્યો જેમાં 981 લોકોના અભિપ્રાય જાણ્યા હતા અને જેમાં એક નવી જ વાત સામે આવી કે આ સરવેમાં 72% લોકો કોરોના બાદ શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા, 63% લોકોએ વિટામિન, આયુર્વેદની દવાઓ લેવાનું શરૂ કર્યું અને 36.63% લોકોએ જંકફૂડ, તળેલું ઓછું કરી નાખ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

image source

હાલમાં મળતી વિગત પ્રમાણે જો વાત કરવામાં આવે તો કોરોના બાદ 45% લોકોમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેની સંભાળ રાખવાની તકેદારી જોવા મળી હતી. 36%એ પોતાના સામાજિક સ્વાસ્થ્યને મજબૂત કર્યું એટલે કે પાડોશીઓ સાથે અને સમાજના સંબંધીઓ સાથે સારા સંબંધો વિકસવવાનું પણ શરૂ કર્યું છે. આવા એક નહીં પણ ઘણા તારણ બહાર આવ્યા છે કે જે ખરેખર જોવા જેવા છે. તો આવો વિગતે વાત કરીએ અલગ અલગ તારણો વિશે.

image source

લોકોએ ઇમ્યુનિટી વધારવા કેવા નુસખાઓ અપનાવાયા એ વિશે જાણવા મળે છે કે ઇમ્યુનિટી વધારવા ઉકાળો પીવો, ગળો (ગડુચી) પીવો, હળદરવાળું પાણી, સૂંઠ પાઉડરનું સેવન, સફરજનનું સેવન, હળદરવાળું દૂધ, ગરમ પાણી, લીંબુ શરબત, આ બધા નુસખાઓ લોકોએ કર્યા. કોરોનાગ્રસ્ત થયા બાદ કેવી કાળજી લેવા લાગ્યા, તો સામે આવ્યું છે કે 42% લોકો જણાવે છે કે, સ્વચ્છતાનું પ્રમાણ વધ્યું, બહારથી આવીને ડાયરેક્ટ નહાવું કે હાથપગ ધોવા, માસ્ક પહેરવા લાગ્યા, એકબીજાને સ્પર્શ કરતા પહેલા વિચારે, બહારનું જમવાનું ઘટાડ્યું, પ્રસંગોમાં જવાનું ટાળ્યું, ડિસ્ટન્સ રાખવાનું પણ શીખી ગયા છે.

image source

જો વાત કરીએ કોરોના બાદ ખાણીપીણીમાં આવેલા પરિવર્તન વિશે તો જાણવા મળ્યું છે કે લોકોમાં ભોજન પ્રત્યેની જાગૃતિ આવી. 36.63% લોકોએ સ્વીકાર્યું કે હવે તેઓ બહારનું ભોજન, જંકફૂડ, તળેલું સાવ ઓછું કરી નાખ્યું. ઘરની જ બનાવેલી રસોઈ તેઓ જમે છે એ સ્વીકાર્યું. આ સાથે જ વિટામિનની દવાઓ લેવાનું શરૂ કર્યું કે કેમ? તો એ વિશે જાણવા મળે છે કે 63% લોકોએ કોરોના પછી વિટામિન અને આયુર્વેદની દવાઓ લેવાનું શરૂ કર્યું છે જેને નિષ્ણાંતો એક સારી વાત પણ કહી રહ્યા છે.

image source

આ સાથે જ એક સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે 54% લોકોમાં પોસ્ટ કોવિડ ઈફેક્ટમાં ભય-ફોબિયા વધ્યો. મળતી માહિતી પ્રમાણે 54 ટકા લોકોને પોસ્ટ કોવિડ ઇફેક્ટમાં સ્ટ્રેસ, ચિંતા, નબળાઈ, ભય, ફોબિયાનું પ્રમાણ વધ્યું. 27 ટકા લોકોને જીવનનું અને સંબંધોનું મહત્ત્વ સમજાયું. તેઓ વધુ સંભાળ રાખતા થયા. સાથે આર્થિક બચતનું પણ પ્રમાણ વધ્યું એવું સ્વીકાર્યું. ઉપરાંત પગમાં સોજા રહેવા, આંખોમાં બળતરા થવી, ભૂખ વધુ લાગવી જેવી ફરિયાદ પણ જોવા મળી હતી.

image source

આ સાથે જ વાત કરીએ તો કોરોનાની સ્વદેશ વેક્સિન કોવેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા મંજૂરી મળવાની આશા વધી છે. વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેકે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI)ને WHOએ સ્વીકાર્યું છે. કોવેક્સિનની મંજૂરી મેળવવા માટે કંપની 19 એપ્રિલે EOI રજુ કર્યું હતું. આ મામલે હવે પ્રિ-સબમિશન બેઠક 23 જૂને યોજાશે. માહિતી મળી રહી છે કે WHOના ઈમરજન્સી ઉપયોગના લિસ્ટિંગમાં મહામારી જેવી પબ્લિક હેલ્થ ઈમરજન્સીમાં હેલ્થ પ્રોડક્ટની સેફ્ટી અને અસરકારકતાને તપાસવામાં આવે છે. WHOએ ફાઇઝરની વેક્સિનને 31 ડિસેમ્બર 2020ના રોજ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિનને 15 ફેબ્રુઆરી 2021 એ અને જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિનને 12 માર્ચે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી.