થિયેટરમાં જ નહીં ઓટીટી પર પણ રિલીઝ થશે કંગનાની ફિલ્મ થલાઇવી

બૉલીવુડ એક્ટ્રેસ કંગના પોતાના બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. કંગના હંમેશા એમની કોઈ ફિલ્મના કારણે કે પછી એમના સોશિયલ મીડિયા એકાઉન્ટની પોસ્ટના કારણે કા તો પછી ક્યારેય એમની ટિપ્પણીઓના કારણે ચર્ચામાં રહે છે કંગના સામાજિક અને રાજનૈતિક દરેક મુદ્દા પર ખુલીને પોતાનું મંતવ્ય આપતી દેખાય છે. બોલીવુડમાં કંગનાના પંગા ખૂબ જ ચર્ચામાં છે.

image soure

કંગના હાલના દિવસોમાં એમની ફિલ્મ થલાઇવીના પ્રમોશનમાં બીઝી છે. ફિલ્મ 10 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. એવામાં હવે ફિલ્મ સાથે જોડાયેલી અન્ય એક મોટી ખબર સામે આવી છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. હવે ફિલ્મ થિયેટર્સની સાથે સાથે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ પર પણ રિલીઝ થશે.

image soure

ખબરો અનુસાર મેકર્સે 55 કરોડમાં આ ડિલ કરી છે. એવામાં આ કંગનાના ફેન્સ માટે ગુડ ન્યૂઝ સમાન છે. નહિ તો આવું બહુ ઓછી ફિલ્મો સાથે જોવા મળે છે કે થિયેટ્રિકલ રીલીઝની સાથે સાથે ઓટીટી પર પણ કોઈ ફિલ્મને આટલી મોટી રિલીઝ મળી હોય.

તમને જણાવી દઈએ કે દિવંગત જયલલિતાના જીવન પર આધારિત થલાઇવીએ એમના જીવનના વિભિન્ન પહેલુઓને દર્શાવવામાં આવ્યા છે. યુવાન ઉંમરમાં એક અભિનેત્રી તરીકે એમની યાત્રાથી તમિલ સિનેમાનો ચહેરો બનવાની સાથે સાથે ક્રાંતિકારી નેતાના ઉદયે તમિલનાડુના પાઠ્યક્રમને બદલવા સુધી, આ ફિલ્મમાં જયલલિતાની દરેક ઘટનાને બતાવવાની કોશિશ કરી છે.

image soure

જયલલિતાના ચરિત્રને અપનાવતા કંગનાએ અભિનેત્રીથી રાજનેતાના જીવનના દરેક ચરણમાં એમના ઉલ્લેખનીય પરિવર્તન સાથે દર્શકો અને આલોચકોને પ્રભાવિત કર્યા. થલાઇવીના મેકર્સે ફિલ્મનું ટ્રેલર રજૂ કર્યું જેમાં પ્રેમ, સંઘર્ષ અને શક્તિની વાર્તાને પ્રસ્તુત કરતા ભાવનાઓને યોગ્ય રીતે રજૂ કર્યું છે. ફિલ્મનું ટ્રેલરને દર્શકો અને ફેન્સ તરફથી જબરદસ્ત પ્રતિક્રિયા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

ગોથીક એન્ટરટેનમેન્ટ અને સ્પ્રિન્ટ ફિલ્મોના સહયોગથી વિબ્રી મોશન પિકચર્સ, કર્મા મીડિયા એન્ટરટેનમેન્ટ અને ઝી સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત થલાઇવી, વિષ્ણુ વર્ધન ઇન્દુરી અને શૈલેષ આર સિંહ એન્ડ કંપનીની સાથે હિતેશ ઠક્કર અને થિરૂમલ રેડ્ડી દ્વારા નિર્મિત છે જેમાં બિન્દ્રા પ્રસાદ ક્રિએટિવ પ્રોડ્યુસર છે. થલાઇવી 10 સપ્ટેમ્બર 2021ના રોજ ઝી સ્ટુડિયો દ્વારા દુનિયા ભરમાં સિનેમાઘરોમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવા માટે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર કંગનાએ પોતાની સરનેમ રનૌતને દૂર કરી દીધી છે અને તેની જગ્યાએ થલાઇવી કરી દીધું છે, એટલે કે ઇન્સ્ટાગ્રામ પર તેનું નામ હવે ‘કંગના થલાઇવી’ થઇ ગયું છે. વાત જાણે એમ છે કે , કંગના રનૌત સ્વ.જયલલિતાના વ્યક્તિત્વ અને જીવનથી એટલી પ્રેરિત હતી કે તેણે પોતાની અટક જ બદલી નાખી.