પીએમ કિસાન યોજનામાં નોંધણી સમયે થઇ ગઈ છે કોઈ ભૂલ તો ના લો ટેન્શન, જાણો આ સરળ પ્રોસેસ અને ઘરેબેઠા જ સુધારો…

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે ચલાવવામાં આવતી કેન્દ્ર સરકારની મહત્વની યોજના છે.આ અંતર્ગત ખેડૂતોને એક વર્ષમાં છ હજારની રકમ આપવામાં આવે છે પરંતુ, આ રકમ મેળવવા માટે ખેડૂતોએ નોંધણી કરાવવી પડશે.આ નોંધણી PM કિસાન યોજનાના પોર્ટલ દ્વારા અથવા PM કિસાન એપ દ્વારા કરી શકાય છે.

image source

જો કે, જો નોંધણી ફોર્મમાં કોઈ ભૂલ હોય, તો તમે તેને થોડીવારમાં ઘરે બેસીને સુધારી શકો છો.તમે તેને પીએમ કિસાન યોજનાની વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા સુધારી શકો છો. સુધારવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા વિશે આજે આ લેખમા અમે તમને જણાવીશું તો ચાલો જાણીએ.

આ છે સુધારા માટેની સંપૂર્ણ પ્રક્રિયા :

image source

રજિસ્ટ્રેશનમાં કોઈપણ પ્રકારની ભૂલ સુધારવા માટે, પહેલા તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ ખોલવી પડશે.આ વેબસાઇટ ખોલવા પર, તમે તેની જમણી બાજુએ ‘ફાર્મર્સ કોર્નર’ નો વિકલ્પ જોશો, તમારે તેની પાસે જવું પડશે.આ વિભાગમાં તમારે ‘અપડેશન ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર’ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.આ પછી એક નવું પેજ તમારી સામે ખુલશે, જ્યાં તમારે આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.

image source

તે પછી તમારે સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.જો તમે આપેલી માહિતી સાચી છે તો પીએમ કિસાન યોજના માટે તમારા દ્વારા ભરેલું નોંધણી ફોર્મ તમારી સામે દેખાશે.તમે તમારા આધાર નંબર સિવાય આ નોંધણી ફોર્મમાં અન્ય તમામ માહિતીમાં સુધારો કરી શકો છો.એટલા માટે તમારે ફોર્મ ભરતી વખતે તમારો આધાર નંબર ખૂબ જ કાળજીપૂર્વક ભરવો જોઈએ.સુધારો કર્યા પછી તમે ફોર્મ સબમિટ કરી શકો છો.

વેબસાઈટ પર આ રીતે ચેક કરી શકશો તમે તમારું સ્ટેટસ :

image source

તમારી અરજીની સ્થિતિ જોવા માટે, તમારે PM કિસાનની વેબસાઇટ પર ‘ફાર્મર્સ કોર્નર’ ખોલવું પડશે.અહીં તમારે સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ / CSC ખેડૂતોના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.તે પછી આધાર નંબર સાથે કેપ્ચા કોડ દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સામે એપ્લિકેશન સાથે સંબંધિત તમામ માહિતી તમારી સામે હશે.