કોરોનાના કપરા સમયમાં જોરદાર પહેલ, આ બેંક તેના ગ્રાહકોને આપી રહી છે બિલકુલ ફ્રીમાં રાશન, જાણો માહિતી

કોરોનાની બીજી લહેરે માણસના જીવનને ખુબ ખરાબ અસર કરી છે. લોકો આર્થિક, માનસિક અને શારીરિક રીતે હેરાન થઈ રહ્યાં છે. જો કે આ સમય દરમિયાન અનેક લોકો મદદ માટે પણ આગળ આવ્યા છે. હાલમાં લોકોની મદદના એક અન્ય સમાચાર આવ્યા છે જે વિશે અહીં માહિતી આપવામાં આવી છે. હવે IDFC FIRST Bank દ્વારા તેના ગ્રાહકો માટે અને તેના કર્મચારીઓ માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. IDFC FIRST Bank હવે તેના ગ્રાહકોને મફત રાશન આપવાનું નક્કી કર્યું છે.

image source

મળતી માહિતી મુજબ બેંકે ‘ઘર ઘર રાશન’ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ બેંક કર્મચારીઓના પરિવારોને મદદ કરશે જેમણે કોરોનાને લીધે પોતાનું જીવન ગુમાવ્યું છે અને ઓછી આવક ધરાવતા ગ્રાહકોને પણ આ યોજના હેઠળ મદદ કરવામાં આવશે.

image source

આ પહેલ કર્મચારી ભંડોળથી શરૂ થઈ હતી “ઘર ઘર રાશન” પ્રોગ્રામમાં બેંકના હાલના કર્મચારીઓએ કોવિડ ગ્રાહક સંભાળ ભંડોળ દ્વારા ફાળો આપ્યો છે. બેંકની આ ઉમદા પહેલ હેઠળ 50,000 કરતાં ઓછી આવક ધરાવતા ગ્રાહકોની પસંદગી કરવામાં આવી છે જેને કોરોનાને કારણે વધુ અસર પામી છે.

image source

જાણવા મળ્યું છે કે આ ગ્રાહકોને હવે રાશન કીટ સપ્લાય કરવામાં આવી રહી છે. આ રાશન કીટમાં 10 કિલો ચોખા / લોટ, 2 કિલો દાળ (દાળ), 1 કિલો ખાંડ અને મીઠું, 1 કિલો રસોઈ તેલ, 5 પેકેટ મિશ્રિત મસાલા, ચા અને બિસ્કિટ છે. નાના પરિવારને ટેકો આપવા માટે તેમાં લગભગ એક મહિનાનો ચાલે તેટલી ચીજોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય બેંક દ્વારા વિતરણ કરવામાં આવતી આ રાશન કીટ લેવા તમે નજીકની શાખાનો સીધો સંપર્ક કરી શકો છો.

image source

આ માટે માહિતી આપવામાં મળી છે કે ગ્રામીણ સ્થળોએ આ રાશન કીટ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે વિતરણ કરવામાં આવે છે. આ સિવાય જે પણ શહેરી ગ્રાહકો છે તેમને સ્થળોએ કર્મચારીઓ દ્વારા રૂપિયા પ્રીપેડ રૂપે આપવામાં આવી રહ્યાં છે. આ પહેલ હેઠળ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં 1000 રાશન કીટ સફળતાપૂર્વક વિતરણ કરી ચૂક્યા છે હોવાનું બેંકનું કહેવું છે. બેંકની આ અનોખી પહેલથી તેનાં ગ્રાહકો ઘણાં ખુશ છે.