આ છે લાગણીના માણસો, PSIના વિદાય પ્રસંગે સ્ટાફ થઈ ગયો ભાવુક, લોકોની આંખોમાંથી સરી પડ્યાં આંસુ

પોલીસ અને શિક્ષકો જેવી નોકરીમાં તેઓની બદલી અવારનવાર થતી હોય છે. જ્યારે તેઓને એક શહેર છોડીને બીજા શહેરમાં મૂકવામાં આવે છે ત્યારે તેમના સ્ટાફનાં લોકોમાં નોર્મલ વાતાવરણ જ હોય છે કારણ કે બધા તેમાંથી પસાર થયા હોય છે. પરંતુ સાથે કામ કરીને સ્ટાફનાં બધા લોકો પણ પરિવાર જેમ બની ગયા હોય છે. તેમાં પણ જ્યારે પોલીસ જેવી પોસ્ટ વિશે વાત કરવામાં આવે ત્યારે જો કોઈ કડક છાપ ધરાવતા પોલીસ અધિકારીની બદલી થાય એવી તો અન્ય પોલીસ કર્મીઓ રાહ જોઈને જ બેઠાં હોય છે. હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે તે આનાથી તદન વિપરીત છે.

image source

મળતી માહિતી મુજબ આ કિસ્સો નર્મદા જિલ્લામાંથી સામે આવ્યો છે. અહી આંતરિક બદલી થયેલા PSIના માટે સ્ટાફ દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની આંખો ભરાઈ આવી હતી. આ ઘટના પરથી સમજી શકાય છે કે તે પોલીસ અધિકારી તેના સ્ટાફના દરેક પોલકર્મીઓ સાથે કેવી રીતે રહેતો હશે. જો કે હાલમાં ફક્ત આ એક PSI જ નહીં પણ નર્મદા જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના 5 જેટલા PSIની આંતરિક બદલીઓ કરી છે.

image source

આ સાથે આ બદલીઓ કયા કારણથી કરવામાં આવી છે તે અંગે કઈ માહિતી મળી શકી નથી. આ અધિકારીઓની બદલી વિશે વિગતે વાત કરવામાં આવે તો ગરુડેશ્વર PSI એ.એસ.વસાવાને આમલેથા, આમલેથા PSI સુ.એસ.ડી.પટેલને કેવડિયા ટ્રાફિક પોલિસ સ્ટેશનમાં, કેવડિયા ટ્રાફિક શાખાના PSI એમ.આઇ.શેખને ગરુડેશ્વર તો ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના PSI એ.આર.ડામોરને કેવડિયા ટ્રાફિક પોલીસ મથકે મુકાયા છે. રાજપીપળા SOG સેકન્ડ PSI સુ એચ.વી.તડવીને ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં મુકાયા છે.

આ બદલી વિશે જાણ થતાં ડેડીયાપાડા PSI એ.આર.ડામોરનો પોલીસ સ્ટાફના લોકોએ તેમને વિદાય માટે આયોજન કર્યું હતું. આ દરમિયાન સ્ટાફનાં એક પોલીસ કર્મી PSI એ.આર.ડામોરને હાર પહેરાવી વિદાય આપી રહી હતી. તેઓએ જેટલો સમય સાથે કામ કર્યું તેને યાદ કરતા વિદાય વેળાએ કોન્સ્ટેબલ સુલોચનાબેનની આંખો માંથી ટપ ટપ આંસુઓ સરી પડ્યા હતા અને આખો સ્ટાફ ઘણો દુઃખી હતો.

image source

મળતી માહિતી મુજબ ડેડીયાપાડા પોલિસ મથકમાં ફરજ બજાવતા PSI એ.આર.ડામોર કડક છાપ ધરાવતા હતા. પરંતુ જ્યારે મદદની વાત આવે ત્યારે તે સ્ટાફના લોકોને ખૂબ સહકાર કરતાં હતાં. માત્ર એટલું જ નહી ડેડીયાપાડા ગામનો કોઈ ગરીબ માણસ પણ એમની પાસે મદદ માટે આવે તો તેમને સાચું માર્ગદર્શન આપી મદદ કરતાં હતા. આ સ્વભાવને કારણે જ જ્યારે આ પોલિસ કર્મીઓ PSI એ.આર.ડામોરની બદલી થયાની વાત ખબર પડતાં નિરાશ થઈ ગયાં હતાં. પોલીસ સ્ટાફને આ રીતે પરિવાર જેમ સાથે કામ કરતા જોઈને બધા તેમના ખુબ વખાણ કરી રહ્યાં હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુજરાત Exclusive)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!